Home /News /business /Insurance Policy New Rules: 1 એપ્રિલથી બદલાશે તમારી પોલિસી સંબંધિત નિયમો, અહીં જાણો મહત્વપૂર્ણ માહિતી
Insurance Policy New Rules: 1 એપ્રિલથી બદલાશે તમારી પોલિસી સંબંધિત નિયમો, અહીં જાણો મહત્વપૂર્ણ માહિતી
5. હાઈ પ્રીમિયમ ઈન્શ્યોરન્સ પોલિસી પર આપવો પડશે ટેક્સ (Insurance Premium Tax Rule) - આ વર્ષે બજેટ 2023 માં જાહેરાત કરવામાં આવી હતી કે જો તમારા ઈન્શ્યોરન્સનું વાર્ષિક પ્રીમિયમ 5 લાખથી વધુ છે, તો તેનાથી થતી આવક પર તમારે ટેક્સ ચૂકવવાનો રહેશે. અત્યાર સુધી વીમામાંથી થતી નિયમિત આવક સંપૂર્ણપણે કરમુક્ત રાખવામાં આવી હતી, જો કે હવે 1 એપ્રિલ બાદ તેવું રહેશે નહી. HNI એટલે કે હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલને આનો લાભ વધુ મળતો હતો. આ જાહેરત બાદ હવે 1 એપ્રિલથીઆ HNIsને વીમાની આવક પર મર્યાદિત લાભ મળશે. જણાવી દઈએ કે યુલિપ પ્લાન આમાં સામેલ નથી. આ નિયમ 1 એપ્રિલ 2023થી લાગુ થશે.
Insurance policy new rules: જો તમે કોઈપણ વીમા પોલિસી ખરીદી છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે 1 એપ્રિલ 2023થી પ્રીમિયમ અને મેચ્યોરિટી સંબંધિત નિયમો બદલાઈ રહ્યા છે.
Insurance Policy News Rules: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં 5 લાખથી વધુ પ્રીમિયમ જમા કરે છે, તો તેની આવક પર ટેક્સ લાગશે. યુલિપ પ્લાનનો આમાં સમાવેશ થતો નથી. આ નિયમ 31 માર્ચ 2023 સુધી જાહેર કરવામાં આવનાર વીમા પોલિસી પર લાગુ થશે નહીં. આ પછી લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ બધા સવાલોના જવાબ અમે આજે તમને આપીશું.
પહેલા શું હતો નિયમ
જાણીતા ટેક્સ નિષ્ણાત મુકેશ પટેલજીએ CNBC આવાઝના સ્પેશિયલ શો ટેક્સ ગુરુમાં જવાબ આપ્યો અને કહ્યું કે વીમા પોલિસી પ્રીમિયમ આવકવેરા અધિનિયમ 1010Dના દાયરામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો વીમા પ્રીમિયમની રકમ કુલ પોલિસી મૂલ્યના 10 ટકાથી વધુ ન હોય, તો જ્યારે તમારી પોલિસી પાકવા આવે ત્યારે તે રકમ પર કોઈ ટેક્સ લાગશે નહીં.
આ નિયમમાં પ્રીમિયમ સંબંધિત કોઈ મર્યાદા નહોતી. અહીં રૂપિયા 5 લાખ, 10 કે 25 લાખ એ રીતે પ્રીમિયમની કોઈપણ રકમ જમા કરી શકાય છે. નવા નિયમો જે 1 એપ્રિલ 2023 થી અમલમાં આવી રહ્યા છે, તેમાં કહેવામાં આવ્યું છે કે તમારી જૂની પોલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
પરંતુ પોલિસી 1 એપ્રિલ 2023એ ખરીદેલી પોલિસી કે જેનું પ્રીમિયમ વાર્ષિક 5 લાખ રૂપિયાથી વધુ હશે, તો મેચ્યોરિટી પર તમને તેની રકમ પર કોઈ ડિસ્કાઉન્ટ નહીં મળે.
જો કોઈ વ્યક્તિએ 2-2 લાખ રૂપિયાની ત્રણ પોલિસી લીધી હોય તો શું? મુકેશ પટેલ જણાવે છે કે આવી સ્થિતિમાં 5 લાખ રૂપિયા સુધીના પ્રીમિયમની પાકતી મુદત પર કોઈ ટેક્સ લાગશે નહીં. આ પછી નવા નિયમ હેઠળ ટેક્સ વસૂલવામાં આવશે.
પરંતુ આમાં એક શરત પણ મૂકવામાં આવી છે કે મિસ હેપનિંગ એટલે કે જ્યારે ખરાબ સમય આવે જેમ કે મૃત્યુ કે અકસ્માત ત્યારે છૂટ આપવામાં આવશે. મૃત્યુ પર મળેલી રકમ પર કોઈ ટેક્સ લાગુ થશે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર