મોદી સરકારની સ્કીમ, વર્ષમાં એકવાર 342 રુપિયા ભરી મેળવો ટ્રિપલ ઇન્શ્યોરન્સ કવર

News18 Gujarati
Updated: December 1, 2019, 9:54 AM IST
મોદી સરકારની સ્કીમ, વર્ષમાં એકવાર 342 રુપિયા ભરી મેળવો ટ્રિપલ ઇન્શ્યોરન્સ કવર
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

મોદી સરકારની બે વીમા યોજનાઓ માટે અરજી કરીને એક સાથે ત્રણ પ્રકારના વીમા કવર મેળવી શકાય છે.

  • Share this:
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં તમારે કુલ 330 રૂપિયા ખર્ચ કરવા પડશે, જેના હેઠળ તમને જીવન વીમા કવર મળશે. આ રીતે વર્ષમાં એકવાર 342 રૂપિયાનું પ્રીમિયમ જમા કરીને તમે કુલ 3 વીમા કવર મેળવી શકો છો.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

મોદી સરકારની આ યોજનામાં 18 વર્ષથી 70 વર્ષની ઉંમરના લોકોને અકસ્માત મૃત્યુ વીમો અને અપંગતા વીમા કવર મળશે. કોઈ પણ અકસ્માતને કારણે મૃત્યુ અથવા અપંગતા સમયે દાવો કરી શકાય છે. આ યોજનામાં હાર્ટ એટેક સામેલ નથી. આકસ્મિક મૃત્યુના પ્રસંગે 2 લાખ રૂપિયાની વીમા રકમ અને અપંગતા માટે 1 લાખ રૂપિયા દાવો કરી શકાય છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

આ વીમા યોજનાનો લાભ કોઈપણ વ્યક્તિ 18 થી 50 વર્ષની ઉંમર સુધી લઈ શકે છે. જેમાં 2 લાખ રૂપિયાનું લાઇફ કવર મળશે. આ યોજના હેઠળ કોઈ પણ કારણે મૃત્યુ પછી 2 લાખ રૂપિયાનો દાવો કરી શકાય છે. વર્ષના મધ્યમાં આ યોજના માટે અરજી કરવા પર પ્રીમિયમ એપ્લિકેશન તારીખના આધારે નક્કી કરવામાં આવશે.
>>પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ જૂન, જુલાઈ અને ઓગસ્ટનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા રહેશે.>> સપ્ટેમ્બર,ઓક્ટોબર અને નવેમ્બર મહિના માટે 258 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે.
>> ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે પ્રીમિયમ 172 રૂપિયા રહેશે અને માર્ચ, એપ્રિલ અને મે માટે તેને વાર્ષિક 86 રૂપિયા ચૂકવવા પડશે.
>> તમે આમાંની કોઈપણ યોજના તમારી નજીકની બૅન્ક શાખામાં જઈને મેળવી શકો છો.
>> તમે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે એલઆઈસી અથવા અન્ય વીમા કંપનીમાં પણ અરજી કરી શકો છો.
First published: November 30, 2019, 10:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading