Home /News /business /Instant Loan Apps : લોકોની મજબૂરીનો ફાયદો! પઠાણી ઉઘરાણી દ્વારા 200% સુધી વ્યાજ વસૂલવામાં આવ્યું
Instant Loan Apps : લોકોની મજબૂરીનો ફાયદો! પઠાણી ઉઘરાણી દ્વારા 200% સુધી વ્યાજ વસૂલવામાં આવ્યું
ઇન્સ્ટન્ટ લોન એપ
મોટાભાગની ઇન્સ્ટન્ટ એપ્સ કોવિડ-19 મહામારી દરમિયાન બનાવવામાં આવી હતી. તે સમયે લોકોને અચાનક નોકરી ગુમાવવા અથવા અન્ય કોઈપણ કટોકટીની પરિસ્થિતિ માટે પૈસાની જરૂર હતી ત્યારે ઇન્સ્ટન્ટ એપ તેમને મદદગાર બની પૈસા આપતી હતી.
ઇન્સ્ટન્ટ લોન લેવી જેટલી સહેલી છે, ચૂકવવી એટલી જ અઘરી છે. લોકલસર્કલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. બે વર્ષમાં લગભગ 14% ભારતીયોએ ઇન્સ્ટન્ટ લોન એપ (Instant Loan Apps) દ્વારા લોન લીધી છે. તેમાંથી લગભગ 58 ટકા લોકો પાસેથી 25 ટકાથી વધુ વાર્ષિક વ્યાજ (Interest) વસૂલવામાં આવ્યું હતું.
આ સર્વેમાં 409 જિલ્લામાં રહેતા 27,500 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં સામેલ કુલ લોકોમાંથી 47 ટકા લોકો ટાયર 1 શહેરોમાં અને 35% ટાયર 2 શહેરોમાં રહે છે. આ સિવાય 18% લોકો ટાયર 3 અને 4 અને ગ્રામીણ વિસ્તારના છે. આ સર્વેમાં ભાગ લેનાર 54 ટકા લોકોનું કહેવું એવું છે કે, તેમની લોન અને વ્યાજના ડેટા સાથે ચેડા કરવામાં આવ્યા છે અને જબરદસ્તી વસૂલી કરવામાં આવી છે.
200% સુધી વ્યાજ વસૂલવામાં આવ્યું
સર્વેમાં સામેલ 26 ટકા લોકોએ કહ્યું કે, તેમની પાસેથી 10-25 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે. 16 ટકા એ વ્યાજ દર 25-50 ટકા સુધી જણાવ્યો હતો. 26 ટકા લોકોએ કહ્યું કે તેમની પાસેથી 100-200 % ના દરે વ્યાજ વસૂલવામાં આવે છે. તે જ રીતે 16 ટકા લોકોએ વ્યાજ દર 200 ટકાથી વધુ હોવાનું જણાવ્યું હતું. આ રીતે, કુલ 58 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેમની પાસેથી વાર્ષિક 25 ટકા થી વધુ વ્યાજ વસૂલવામાં આવ્યું છે. સર્વેમાં સામેલ 14 ટકા લોકોએ કહ્યું કે તેમને પોતે અને તેમના પરિવારમાં કોઈએ અથવા તેમના માટે કામ કરતી કોઈ વ્યક્તિએ ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા લોન લીધી છે.
મોટાભાગની ઇન્સ્ટન્ટ એપ્સ કોવિડ-19 મહામારી દરમિયાન બનાવવામાં આવી હતી. તે સમયે લોકોને અચાનક નોકરી ગુમાવવા અથવા અન્ય કોઈપણ કટોકટીની પરિસ્થિતિ માટે પૈસાની જરૂર હતી ત્યારે ઇન્સ્ટન્ટ એપ તેમને મદદગાર બની પૈસા આપતી હતી. જો કે, તેના બદલામાં ઘણા કેસોમાં લોન લેનાર પાસેથી 400-500 ટકા વ્યાજ વસૂલવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. કેટલાક ગ્રાહકોનું કહેવું છે કે 3,000-5,000 રૂપિયાની લોન માટે 30-60 ટકા વ્યાજ વસૂલવામાં આવ્યું છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે લોન એપ્સની વધતી જતી મનમાનીને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, કેન્દ્રીય બેંક ટૂંક સમયમાં ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે નિયમો લાવશે. તેમણે કહ્યું હતું કે, આવી મોટાભાગની એપ્સ ગેરકાયદે અને અનધિકૃત ચાલી રહી છે અને વધારાના પૈસા વસૂલી રહી છે. આરબીઆઈએ લોકોને અપીલ પણ કરી હતી કે જો કોઈ જબરજસ્તી વસૂલી કરે તો પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર