Home /News /business /

દેશના યુવાનો સૌથી વધુ રોકાણ શેમાં કરે છે? વિશ્લેષણમાં સામે આવી રસપ્રદ માહિતી

દેશના યુવાનો સૌથી વધુ રોકાણ શેમાં કરે છે? વિશ્લેષણમાં સામે આવી રસપ્રદ માહિતી

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Where millennials investing: મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, ગુજરાત અને કર્ણાટક જેવા ટોપ 5 રાજ્યો કરતા પણ 60 ટકાથી વધુ ટ્રાન્ઝેક્શન ભારતના ટીયર 2 અને ટીયર 3 શહેરોમાંથી થાય છે.

મુંબઈ: આજકાલ મોટાભાગની વ્યક્તિ રોકાણ (Investment) કરીને ભવિષ્ય માટેની બચત કરી રહી છે. 426 મિલિયન ભારતીય યુવાઓ રોકાણ કરીને ભવિષ્ય માટેની નાણાકીય જરૂરિયાતને પૂર્ણ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. Gen Yમાં ભારતીય વર્કફોર્સમાંથી 47 ટકા અને કુલ વસ્તીના 34 ટકા લોકો પર તાજેતરમાં પેટીએમ (Paytm)એ તેના પ્લેટફોર્મ પર થતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના આધાર પર વિશ્લેષણ કર્યું છે, જેમાં રોકાણ અને ટ્રેડિંગ પેટર્ન્સને આવરી લેવામાં આવી છે. આ બાબત અંગેની અહીં વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી છે.

મોટાભાગના લોકો નાની ઉંમરે રોકાણની શરૂઆત કરવામાં વધુ વિશ્વાસ ધરાવે છે. જેમાં મોટાભાગના રોકાણકાર સરેરાશ 28 વર્ષની ઉંમર ધરાવે છે. 30 ટકાથી વધુ રોકાણકારો 26થી 30 વર્ષની ઉંમર ધરાવે છે. બીજા નંબરે સૌથી વધુ રોકાણ (29%) 18થી 25 વર્ષની ઉંમરના રોકાણકાર કરે છે. 32 વર્ષથી અધિક વય ધરાવતા રોકાણકાર NPS (National Pension Scheme)માં રોકાણ કરે છે.

નાણાકીય યોજનાકાર સંજીવ દાવરે જણાવ્યું કે, “રોકાણની શરૂઆત જલ્દી કરી દેવી જોઈએ. જ્યારે તમારો પહેલો પગાર આવે ત્યારે તમારે નાણાકીય રોકાણની શરૂઆત કરી દેવી જોઈએ. જેથી તમે જ્યારે નિવૃત્ત થાવ ત્યારે તમારી પાસે યોગ્ય રકમ હોઈ શકે.”

આ પણ વાંચો: 4 ઓગસ્ટ, 2021: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, વાંચો નિષ્ણાતોનો અભિપ્રાય

આ વાતને ધ્યાનમાં લેતા 60 ટકા લોકોએ પહેલીવાર રોકાણ કર્યું છે. પુરુષોની સરખામણીએ મહિલાઓ બમણું રોકાણ કરે છે. ભૌગોલિક દ્રષ્ટિએ ભારતના મહાનગરોની સાથે કેટલાક સબ-અર્બન વિસ્તારમાંથી પણ લોકો રોકાણ કરવા માટે જાગૃત થયા છે. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, ગુજરાત અને કર્ણાટક જેવા ટોપ 5 રાજ્યો કરતા પણ 60 ટકાથી વધુ ટ્રાન્ઝેક્શન ભારતના ટીયર 2 અને ટીયર 3 શહેરોમાંથી થાય છે.

યુવાનો સૌથી પહેલા રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ (64%), ત્યારબાદ ઈક્વિટી (28%) અને છેલ્લે સોના (8%)ની પસંદગી કરે છે. સોનાને ફુગાવા તરીકે જોવામાં આવે છે. સોનામાં રોકાણ કરનારના પોર્ટફોલિયોમાં દર વર્ષે 59%ની વૃદ્ધિ જોવા મળી છે.

આ પણ વાંચો: આનંદો: બહુ ઝડપથી પેટ્રોલ રૂ. 5 સુધી થઈ શકે છે સસ્તું, કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો

મ્યુચ્યુઅલ ફંડ ટોપ ચાર્ટ

રોકાણ યોજના સિસ્ટેમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIPs)માં નિયમિતતા જોવા મળી છે. યૂઝરે 10 લમસમ અને 19 SIP ટ્રાન્ઝેક્શન કર્યા, જેમાં રોકાણ કરેલ રકમમાં 29 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 76 ટકાથી અધિક યૂઝરે SIP ટ્રાન્ઝેક્શન કર્યા, જેમાં તેમને ખૂબ જ સારો ફાયદો થયો છે.

ટ્રેડેડ ફંડ

નેમા છાયા બુચ કે જે પર્સનલ નાણાકીય રણનીતિકાર છે, તેમણે આ અંગે જાણકારી આપી છે કે, જ્યારે આપણે યુવાન હોઈએ છીએ ત્યારે આપણી જોખમ ઉઠાવવાની ક્ષમતા વધુ હોય છે. આ કારણોસર આપણે ઉચ્ચ જોખમ ધરાવતા ક્ષેત્રે રોકાણ કરી શકીએ છીએ. “યુવા વર્ગ જોખમ ઉઠાવવા માટે સક્ષમ હોય છે અને રોકાણ માટેની યોજના બનાવવા માટે પણ યોગ્ય સમય હોય છે. આ કારણોસર તમે ઉચ્ચ જોખમ ધરાવતા ઈક્વિટી અને રિઅલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરી શકો છો. તમે ETFમાં પણ રોકાણ કરી શકો છો. આ તમામ ક્ષેત્રે એક મર્યાદાથી અધિક રોકાણ ન કરવું જોઈએ, નહીંતર તે જુગારમાં બદલાઈ શકે છે.” 25 ટકા ઈક્વિટી યૂઝર્સ ETFમાં સરેરાશ રૂ. 29,000 એકત્ર કરે છે, યુવાવર્ગ જોખમ અને રિટર્ન વચ્ચેનું સંતુલન રાખી શકે છે.

આ પણ વાંચો: ફાયદો જ ફાયદો: આ પાંચ ખાનગી બેંક બચત ખાતા પર આપે છે સૌથી વધારે વ્યાજ

ટ્રેડીંગ

ગયા વર્ષે સરેરાશ રૂ. 46,000 સાથે 2.1 લાખ એકાઉન્ટ ખોલવામાં આવ્યા, જેમાં ઓછામાં ઓછા 15 સ્ટોક ટ્રેડ થયા. 41 ટકાથી અધિક લોકોએ ઈન્ટ્રાડેનો વિકલ્પ પસંદ કર્યો, જે દૈનિક માર્કેટ મુવમેન્ટનો લાભ ઉઠાવવા માટેના સંકેત આપે છે. પેટીએમ મનીના CEO વરુણ શ્રીધરે જણાવ્યું કે, “છેલ્લા એક વર્ષમાં યૂઝર્સના રોકાણ કરવાની રીતમાં ફેરફાર થયો છે. નવા યૂઝર્સ માટે એજ્યુકેશન અને સંવાદના માધ્યમથી વેલ્થ ક્રિએટ કરવા માટે સક્ષમ છીએ. અમે દ્રઢપણે માનીએ છીએ કે દેશમાં વેલ્થ મેનેજમેન્ટની જરૂરિયાત છે. મને વિશ્વાસ છે કે પેટીએમ મની યૂઝર્સને સક્ષમ અને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.” (IRA PURANIK, Moneycontrol)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Mutual funds, Nps, Paytm, Share market, Youth

આગામી સમાચાર