Home /News /business /Inox Green Energy IPO: 740 કરોડના IPOમાં રોકાણ કરવાની તક, જાણો શું કહે છે નિષ્ણાંત

Inox Green Energy IPO: 740 કરોડના IPOમાં રોકાણ કરવાની તક, જાણો શું કહે છે નિષ્ણાંત

Inox Green Energy IPO: 740 કરોડના IPOમાં રોકાણ કરવાની તક, જાણો શું કહે છે નિષ્ણાંત

Inox Green Energy IPO: પવન ઊર્જા ક્ષેત્રની દિગ્ગજ કંપની આઈનોક્સ ગ્રીન એનર્જીનો આઈપીઓ આજથી સબ્સક્રાઈબ થવા માટે ખૂલ્યો છે. રુ. 740 કરોડના આ આઈપીઓમાં રુ.370 કરોડના નવા શેર રજૂ કરવામાં આવશે. આ IPO તમારે ભરવો કે નહીં અને તેમાં શું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ અહીં જાણો.

વધુ જુઓ ...
Inox Green Energy IPO: પવન ઊર્જાની દિગ્ગજ કંપની આઈનોક્સ ગ્રીન એનર્જીનો IPO આજે સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. 740 કરોડ રૂપિયાના આ IPO હેઠળ રોકાણકાર 15 નવેમ્બર સુધી રૂ. 61-65 પ્રાઈસ બેન્ડમાં રોકાણ કરી શકે છે. આ IPOને લઈને રોકાણકારોનું રૂઝાન ફિક્કુ જોવા મળી રહ્યું છે. આ ઈશ્યૂ અત્યાર સુધીમાં 10 ટકા જ સબસ્ક્રાઈબ થયો છે.

ગ્રે માર્કેટની વાત કરવામાં આવે તો આ કંપનીના શેર રૂ. 6ની GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) પર ટ્રેડ કરી રહ્યા છે. જાણકારો અનુસાર માત્ર ગ્રે માર્કેટના સંકેતના આધાર પર રોકાણ કરવું તે યોગ્ય નથી. કંપનીના ફંડામેન્ટલ અને નાણાંકીય પ્રદર્શનના આધાર પર નિર્ણય લેવો જોઈએ. આ આઈનોક્સ વિંડની સબ્સિડિયરી છે, ડોમેસ્ટીક માર્કેટમાં પહેલેથી લિસ્ટ થયેલ છે.

આ પણ વાંચોઃ DCX systemsનું શાનદાર લિસ્ટિંગ, બજારમાં આવતાં જ રોકાણકારોની બલ્લે બલ્લે

નિષ્ણાંતો શું સલાહ આપે છે?


અરિહંત કેપિટલના એક એનાલિસ્ટ અભિષેક જૈન અનુસાર આઈનોક્સ ગ્રીનકની વિંડ પાવર ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સમાં 7 ટકા ભાગીદારી છે. આ એક્ટીવ પ્લેયર્સના અધિગ્રહણની મદદથી વિકાસની અનેક તકો છે. Q&M કોન્ટ્રાક્ટ લાંબા ગાળાના હોય છે અને તેમાં લાંબા ગાળાની રેવન્યૂ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં અભિષેક જૈને આ ઈશ્યૂને સબસ્ક્રાઈબ રેટિંગ આપ્યું છે.

ICICIના ડાયરેક્ટના એનાલિસ્ટ ચિરાગ શાહ અનુસાર Q&M કોન્ટ્રાક્ટ માટે કંપની પર નિર્ભર છે, જેના કારણે આ કંપનીના શેરના ગ્રોથમાં ઓછો વિકાસ થઈ રહ્યો છે. આ કંપની પર 900 કરોડ રૂપિયાનું દેવું છે અને મેનેજમેન્ટ અનુસાર IPO અને SPVના વેચાણની મદદથી ખતમ કરી દેવામાં આવશે. ચિરાગ શાહ આ ઈશ્યૂ અંગે સંપૂર્ણપણે પોઝિટીવ રિસ્પોન્સ આપતા નથી.

આ પણ વાંચોઃ 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?

રિલાયન્સ સિક્યોરિટીઝના એનાલિસ્ટ અરાફાત સૈયદ અનુસાર છેલ્લા બે નાણાકીય વર્ષમાં કંપનીને નુકસાન થયું છે, પરંતુ કંપની ગ્રીન એનર્જી પર વધુ ભાર મુકી રહી છે. આ કારણોસર કંપનીનો વિકાસ થઈ શકે છે. સૈયદ અનુસાર આ કંપનીનો પોર્ટફોલિયો બેઝ મજબૂત અને ડાઈવર્સ છે તથા ટ્રેક રેકોર્ડ પણ સારો છે. ઉપરાંત નેશનલ પોલિસી પણ કંપનીના ફેવરમાં છે. ભવિષ્ય માટે સારો વિકાસ જોવા મળી રહ્યો છે. પેરેન્ટ કંપની તરફથી આ કંપનીને સારો સપોર્ટ મળી રહ્યો છે. કંપનીની હાલની નાણાકીય પરિસ્થિતિના હિસાબથી સૈયદ આ કંપનીના IPOને મોંઘો માની રહ્યા છે.

પ્રથમ દિવસનું સબસ્ક્રિપ્શન સ્ટેટસ


QIB- 0.08 ગણી

HNI- 0.01 ગણી

RII- 0.30 ગણી

Total- 0.10 ગણી

(સોર્સ- BSE, 11 નવેમ્બર, 2022- 11:57 AM)

આ પણ વાંચો:આ મ્યુચ્યુઅલ ફંડમાં જેમણે નાણાં રોક્યા થઇ ગયા માલામાલ, તમારે હવે રોકાય કે નહીં?

આઈનોક્સ ગ્રીન એનર્જી IPOની માહિતી


આઈનોક્સ ગ્રીન એનર્જીના 740 કરોડ રૂપિયાના IPO હેઠળ 370 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે. બાકી રહેલ શેરનું વેચાણ ઓફર ફોર સેલ વિંડો હેઠળ કરવામાં આવશે. ઈશ્યૂ માટે પ્રતિ શેર રૂ. 61-65ની પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવી છે અને 230 શેરની લોટ સાઈઝ ફિક્સ કરવામાં આવી છે. પ્રાઈસ બેન્ડની અપર પ્રાઈસ અનુસાર રિટેઈલ રોકાણકારે ઓછામાં ઓછા રૂ. 14,950નું રોકાણ કરવાનું રહેશે.

ઈશ્યૂનો 75 ટકા ભાગ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ, 15 ટકા ભાગ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ અને 10 ટકા રિટેઈલ ઈન્ડિવિઝ્યુઅલ રોકાણકાર માટે આરક્ષિત છે. શેરનું અલોટમેન્ટ 18 નવેમ્બર અને લિસ્ટિંગ 23 નવેમ્બરના રોજ છે. નવા શેરની મદદથી એકત્રિત કરવામાં આવેલ પૈસાનો ઉપયોગ કંપની ચૂકવણી કરવા, NCDનું રિડેમ્પ્શન અને કોર્પોરેટ કામ માટે કરશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતી આ કેમિકલ કંપનીના શેરમાં તિજોરી છલકાઈ શકે, બ્રોકરેજ ફર્મે કહ્યું 'બસ મંડી પડો ખરીદવા'

કંપની વિશે માહિતી


આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસીઝ કંપનીની સ્થાપના 2012માં થઈ હતી. જે ભારતની અગ્રણી વિન્ડ એનર્જી ઓપરેટર અને મેન્ટેનન્સ (O&M) સર્વિસ પ્રોવાઈડર છે. આઈનોક્સ વિંડ ટર્બાઈન જનરેટર્સ સિસ્ટમનું વેચાણ કરે છે. આઈનોક્સ ગ્રીન તે માટે Q&M સર્વિસ આપે છે. તે માટે પાંચ વર્ષથી લઈને 20 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ હોય છે.

આઈનોક્સ વિન્ડની સબસિડરી કંપની ગ્રીન એનર્જી સર્વિસીસનો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિળનાડુમાં બિઝનેસ છે. આઈનોક્સ વિન્ડની વર્તમાનમાં આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસીઝમાં 93.84 ટકા ભાગીદારી છે. આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસીઝે ત્રણ સ્પેશયલ યુનિટ્સ (SPV)માં પોતાની બધી ઈક્વિટી ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જીને વેચી દીધી છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Investment tips, IPO News, Share market

विज्ञापन
विज्ञापन