Home /News /business /70 હજારનાં રોકાણમાં આ ખેડૂત લાખોપતિ બની ગયા, આ ખેતી સિક્રેટ ખજાનો નીકળી
70 હજારનાં રોકાણમાં આ ખેડૂત લાખોપતિ બની ગયા, આ ખેતી સિક્રેટ ખજાનો નીકળી
કેળાની ખેતીમાં પણ લાખોની કમાણીના ચાન્સ બસ આટલું કરો.
Banana Farming: હમીરપુરમાં પ્રથમ વખત ખેડૂતો કેળાની ખેતી તરફ આગળ વધ્યા છે. તેની શરૂઆત એક નિવૃત્ત બેંક મેનેજર દ્વારા ફક્ત ત્રણ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવી છે. તેમને આશા છે કે કેળાનું સારું ઉત્પાદન તેમને સારી કમાણી આપશે.
Innovative Farmer: ઘણીવાર ઉત્સાહી લોકો રિટાયરમેન્ટ પછી પણ કંઈકને કંઈક નુસખા કરતા જોવા મળે છે. આજ-કાલ આ મોંઘવાણીના યુગમાં દરેક વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાંથી રૂપિયાની કમાણી માટેની કોસીસ કરતો હોય છે. અમે તમને આવી જ કંઈક વાત જણાવવા જઈ રહ્યાં છીએ. જેમાં ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક નિવૃત બેંક કર્મચારી દ્વારા કેળાની ખેતી શરુ કરવામાં આવી છે. એમપીના જી પ્રજાતિના કેળાના છોડ ત્રણ હેક્ટર વિસ્તારમાં વાવવામાં આવ્યા છે.
બુંદેલખંડ પ્રદેશમાં પ્રથમ વખત કેળાની ખેતી પ્રત્યે ખેડૂતોની રુચિ જોઈને હવે વિભાગે પણ તેની ખેતીનો વ્યાપ વધારવા કામે લાગી ગઈ છે. હમીરપુરના મૌદહા વિસ્તારના ભરસ્વાં ગામના રહેવાસી રાજકુમાર પાંડે આર્યાવર્ત બેંકમાં રિજનલ મેનેજર રહી ચુક્યા છે. તેઓ બે વર્ષ પહેલા ચિત્રકૂટમાંથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ તેમણે તેમના વતનમાં ખેતીને નવો માર્ગ ચીંધવાનું શરુ કર્યું છે.
તેમની પાસે લગભગ 500 વીઘા જમીન છે. ગામના મોટા ખેડૂતોમાં તેમના પિતાનું નામ મોખરે હતું. તેમણે જણાવ્યું કે બેંકની નોકરી બાદ ખેતીમાં કંઈક નવું કરવાની ઈચ્છા હતી, તેથી જ 100 વીઘા જમીનમાં બાગાયત અને અન્ય પાકોનું ઉત્પાદન કરવા માટે પગલાં ભરવામાં આવ્યા છે. તેમણે ખેતીમાં પ્રથમ વખત ત્રણ હેક્ટરમાં કેળાની ખેતી શરૂ કરી છે. ટેકનિકલ સલાહ પર બે મહિના પહેલા કેળાના ત્રણ હજાર છોડ રોપવામાં આવ્યા છે. હવે આ છોડ ઘણા મોટા થઈ ગયા છે.
3 હેક્ટર જમીનમાં કેળાના છોડનું વાવેતર
રાજકુમાર પાંડેએ કહ્યું કે બુંદેલખંડમાં ક્યાંય કેળાની ખેતી થતી નથી. જેથી અહીં પ્રથમવાર પ્લાન તૈયાર કરીને ત્રણ હેક્ટર જમીનમાં કેળાની ખેતી શરૂ કરવામાં આવી છે. એમપી કેજી પ્રજાતિના કેળાના ત્રણ હજારથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. આ છોડ ઝડપથી વિકસી રહ્યો છે. છોડની નિયમિત કાળજી લેવામાં આવે છે. આગામી બે મહિના પછી તેમાં કેળા ઉગવા લાગશે. તેમણે કહ્યું કે કેળાની ખેતીથી વર્ષમાં બે પાક મળશે, જેનાથી 15 લાખ રૂપિયાથી વધુની સીધી આવક થશે.
રાજકુમાર પાંડેએ જણાવ્યું કે ત્રણ હેક્ટર જમીનમાં સારી પ્રજાતિના કેળાના ત્રણ હજાર છોડ રોપવામાં લગભગ સિત્તેર હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. કેળાના ખેતરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ એક મોટું તળાવ ખોદ્યા બાદ ખેતરમાં 10 વોટનો સોલર પંપ પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે. એમપી જી વેરાયટીના કેળાની ખેતીથી વર્ષમાં બે વાર પાક મળશે. એક ઝાડ પર વીસ કિલો કેળાનું ઉત્પાદન થશે. તેમજ 5 વર્ષ સુધી સતત ત્રણ હજાર વૃક્ષોમાંથી 75 ટન કેળાનું ઉત્પાદન કરવામાં આવશે. પરંતુ તેનો ખર્ચ માત્ર એક જ વાર આવશે.
જિલ્લા બાગાયત અધિકારી ડો.રમેશ પાઠકે જણાવ્યું હતું કે વિભાગ દ્વારા કેળાના ખેડૂતો માટે ખાસ યોજના ચાલી રહી છે. જેમાં એક હેક્ટરમાં કેળાની ખેતી કરવા માટે ખેડૂતને 30 હજાર 786 રૂપિયાની ગ્રાન્ટ મળશે. તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં રાજેન્દ્ર સિંહે રાઠ વિસ્તારના ગોહાની ગામમાં કેટલાક વિસ્તારમાં ખેતી શરૂ કરી હતી. હવે જિલ્લાના ગામડાઓમાં ખેડૂતોને તેની ખેતી અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેમનું માનવું છે કે, આ ખેતીથી ખેડૂતોની આવક બમણી થશે. આ સિવાય ખેડૂતો કેળાની ખેતી માટે વિભાગના પોર્ટલમાં નોંધણી કરાવી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર