Home /News /business /

મોદી સરકાર Ministry of Co-operation બનાવશે, સહયોગથી સમૃદ્ધિ સુધીનું લક્ષ્યાંક

મોદી સરકાર Ministry of Co-operation બનાવશે, સહયોગથી સમૃદ્ધિ સુધીનું લક્ષ્યાંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

મોદી સરકાર આજે મંત્રીમંડળના વિસ્તરણની સાથે એક નવા મંત્રાલયની જાહેરાત કરે તેવી પણ શક્યતા

નવી દિલ્હી. નરેન્દ્ર મોદી સરકાર (Modi Government) આજે મંત્રીમંડળના વિસ્તરણ (Cabinet Expansion)ની સાથે એક નવા મંત્રાલયની જાહેરાત કરે તેવી પણ શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે, આ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન (Ministry of Cooperation) એટલે કે સહકાર મંત્રાલય હોઈ શકે છે. આ નવા મંત્રાલયના માધ્યમથી સરકાર સહકારમાં સમૃદ્ધિ લાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ મંત્રાલય કોઓપરેટિવ (Cooperatives) સાથે જોડાયેલા કામોમાં મદદ કરશે, તે માટે અલાયદુ એડમિનિસ્ટ્રેટિવ, લીગલ અને પોલીસી ફ્રેમવર્ક પૂરું પાડશે. આ ઉપરાંત આ મંત્રાલય ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે પણ જરૂરી સહયોગ પૂરો પાડશે.

તમામ લોકો સુધી સહયોગ પહોંચાડવાનું કામ

સૂત્રોનું કહેવું છે કે, નવું મંત્રાલય જમીનથી જોડાયેલા લોકો સુધી સહયોગ પહોંચાડવાનું કામ કરશે. કો-ઓપરેટીવ આધારિત આર્થિક વિકાસ ખૂબ અગત્યનો છે. આ મોડેલમાં દરેક સભ્ય જવાબદારી સાથે કામ કરે છે
મંત્રાલય સહકારી સમિતિઓ માટે વ્યાપાર સુગમતા એટલે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની પ્રક્રિયાને સરળ બનાવશે. આ સાથે જ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ (MSCS)ના વિકાસ ને વધુ સારો કરવા પ્રયત્ન કરશે. કેન્દ્ર સરકારે કોમ્યુનિટી આધારિત વિકાસ ભાગીદારી તરફ પોતાની ઊંડી પ્રતિબદ્ધતાનો સંકેત આપ્યો છે. સહકારીતા માટે અલાયદા મંત્રાલયની રચના નાણાં મંત્રાલય દ્વારા બજેટ સમયે કરાયેલી જાહેરાતને પૂર્ણ કરે છે.

આ પણ વાંચો, મોદી કેબિનેટનું આજે સાંજે 6 વાગ્યે થશે વિસ્તરણ, મંત્રી પદ માટે ચર્ચામાં આ નેતાઓના નામ

આજે થશે કેબિનેટમાં ફેરફાર

મોદી સરકાર આજે સાંજે 6:00 કેબિનેટમાં ફેરફાર કરશે. જેમાં અનેક લોકોને જગ્યા મળે તેવી અપેક્ષા છે. આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા જ્યોતીરાદિત્ય સિંધિયા અને LJP નેતા પશુપતિ કુમાર પારસને કેબિનેટમાં જગ્યા મળી શકે છે. બીજી તરફ બિહારમાં ભાજપના સહયોગી JDU ઓછામાં ઓછી બે કેબિનેટ બર્થ અને એક રાજ્ય મંત્રી પદ માંગી રહી છે. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીને પણ મંત્રી પદ મળે તેવી શકયતા છે.

ગઈ કાલે 8 રાજ્યપાલની નિયુક્તિ થઈ હતી

કેબિનેટ વિસ્તરણથી પહેલા જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એક સાથે આઠ રાજ્યપાલોની નિયુક્તિ કરવામાં આવી હતી. અગાઉ વર્ષ 2018માં સાત રાજ્યોના રાજ્યપાલને એક્સાથે બદલી દેવાયા હતા.

આ પણ વાંચો, Gold Price Today: છેલ્લા 5 દિવસમાં 1500 રૂપિયા મોંઘું થયું સોનું, ચેક કરો આજે શું છે 10 ગ્રામનો ભાવ

8માંથી 4 ટ્રાન્સફર અને 4 નવા ગવર્નર

1. મંગુભાઇ છગનભાઇ પટેલ: મધ્યપ્રદેશના રાજ્યપાલ.
2. થાવરચંદ ગેહલોત: અગાઉ કેન્દ્રીય પ્રધાન હતા, હવે કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા.
3. રમેશ બૈસ: તેઓ પહેલાં ત્રિપુરાના રાજ્યપાલ હતા, હવે ઝારખંડના રાજ્યપાલ નિયુક્ત કરાયા.
4. બંદારુ દત્તાત્રેય: તેઓ હિમાચલના રાજ્યપાલ હતા, હવે હરિયાણાના રાજ્યપાલ તરીકે વરણી કરાઈ.
5. સત્યદેવ નારાયણ આર્ય: હરિયાણાના રાજ્યપાલ રહી ચૂકેલા સત્યદેવને હવે ત્રિપુરાના રાજ્યપાલ બનાવાયા.
6. રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકર: હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવાયા.
7. પીએસ શ્રીધરન પિલ્લઇ: તેઓ મિઝોરમના રાજ્યપાલ હતા, હવે ગોવાના રાજ્યપાલ નિયુક્ત કરાયા.
8. હરિબાબુ કંભમપતિ: તેઓને મિઝોરમના રાજ્યપાલ બનાવાયા હતા.
First published:

Tags: Modi Cabinet, એનડીએ, નરેન્દ્ર મોદી, મોદી સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन