મોટા સમાચાર! સરકારે વીઝા પર પ્રતિબંધ હટાવ્યો, પર્યટકોને બાદ કરતાં તમામ વિદેશી નાગરિકોને ભારત આવવાની છૂટ

News18 Gujarati
Updated: October 22, 2020, 3:18 PM IST
મોટા સમાચાર! સરકારે વીઝા પર પ્રતિબંધ હટાવ્યો, પર્યટકોને બાદ કરતાં તમામ વિદેશી નાગરિકોને ભારત આવવાની છૂટ
સરકારે OCI અને PIO કાર્ડધારકો અને અન્ય તમામ વિદેશી નાગરિકોને ભારત આવવાની મંજૂરી આપી દીધી છે

સરકારે OCI અને PIO કાર્ડધારકો અને અન્ય તમામ વિદેશી નાગરિકોને ભારત આવવાની મંજૂરી આપી દીધી છે

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ ગુરુવારે એક નિવેદન જાહેર કરીને તમામ ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI) અને પર્સન ઓફ ઈન્ડિયા ઓરિજિન (PIO) કાર્ડ-ધારક અને અન્ય તમામ વિદેશી નાગરિકોને ભારત આવવાની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે કહ્યું કે સરકાર પર્યટક વીઝાને બાદ કરતાં તમામ ઓસીઆઇ, પીઆઇઓ કાર્ડધારકો અને અન્ય વિદેશી નાગરિકોને કોઈ પણ ઉદ્દેશ્યથી ભારત આવવાની મંજૂરી આપે છે. તેઓ અધિકૃત એરપોર્ટ અને સીપોર્ટ ઇમિગ્રેશન ચેક પોસ્ટ દ્વારા હવાઈ અને દરિયાઈ માર્ગોથી દેશમાં પ્રવેશ કરી શકે છે.

આ ઉપરાંત મંત્રાલયે જણાવ્યું કે આ છૂટ હેઠળ સરકારે ઇલેક્ટ્રોનિક, પર્યટન અને ચિકિત્સા શ્રેણીઓને છોડીને તમામ હાલના વીઝા તાત્કાલિક અસરથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ચિકિત્સા ઉપચાર માટે ભારત આવવા ઈચ્છુક વિદેશી નાગરિક મેડિકલ વીઝા માટે મેડિકલ અટેન્ડન્ટ સહિત અરજી કરી શકે છે.


આ પણ વાંચો, Indian Navyની વધી તાકાત, બેડામાં સામેલ થયું Made In India જંગી જહાજ INS Kavaratti

જોકે એવા તમામ યાત્રીકોને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના દિશા-નિર્દેશોનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. MHAએ એવું પણ કહ્યું છે કે જો આવા વીઝાની સમય મર્યાદા સમાપ્ત થઈ જાય છે તો ઉપયુક્ત શ્રેણીઓના નવા વીઝા ભારતીય મિશન/પોસ્ટથી પ્રા૫ત કરી શકાય છે. નોંધનીય છે કે COVID-19 મહામારીને ધ્યાને લઈ ભારત સરકારે ફેબ્રુઆરી 2020થી આંતરરાષ્ટ્રીય યાત્રીઓના આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

આ પણ વાંચો, દિલ્હીના પ્રદૂષણ સામે અરવિંદ કેજરીવાલની લડાઈથી ભારત શું બોધપાઠ લઈ શકે છે?

શું છે OCI અને PIO કાર્ડ?

વિદેશમાં વસતા અને ત્યાંની નાગરિકતા લઈ ચૂકેલા ભારતીય મૂળના લોકો માટે ઓસીઆઇ કાર્ડ ઇસ્યૂ કરવામાં આવે. છે. ભારતીય ગૃહ મંત્રાલયની વેબસાઇટ મુજબ ઓસીઆઈ કાર્ડધારકોની પાસે ભારતીય નાગરિકોની જેમ તમામ અધિકાર છે પરંતુ તેઓ ચૂંટણી ન લડી શકે, મતદાન ન કરી શકે, સરકારી નોકરી કે બંધારણીય પદ પર ન રહી શકે. આ ઉપરાંત ખેતીવાળી જમીન ન ખરીદી શકે. ઓસીઆઇ એક પ્રકારથી ભારતમાં જીવનભર રહેવા, કામ કરવા અને તમામ પ્રકારની આર્થિક લેવડ-દેવડ કરવાની સુવિધા આપે છે. પીઓઆઇનો અર્થ છે કે પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન, આ કાર્ડ પાસપોર્ટની જેમ જ દસ વર્ષ માટે ઇસ્યૂ કરવામાં આવે છે.
Published by: Mrunal Bhojak
First published: October 22, 2020, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading