શેર બાયબેક માટે કંપનીના બોર્ડ અને શેરધારકોને મંજૂરી મળી છે. ઈન્ફોસિસે સ્ટોક એક્સચેન્જના માધ્યમથી ઓપન માર્કેટ પાસેથી કંપનીના ઈક્વિટી શેર બાયબેક માટે સમાચારપત્રોમાં જાહેરાત કરીને જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ દેશની બીજા નંબરની સૌથી મોટી સોફ્ટવેર કંપની ઈન્ફોસિસ (Infosys)નો શેર બાયબેક પ્લાન (Share Buyback Plan) 25 જૂન 2021થી શરૂ થઈ રહ્યો છે. કંપની આ માટે રૂ. 1,750 શેરની અધિકત્તમ કિંમત પર રૂ. 9,200 કરોડના શેર ખરીદશે. શેર બાયબેક માટે કંપનીના બોર્ડ અને શેરધારકોને મંજૂરી મળી છે. ઈન્ફોસિસે સ્ટોક એક્સચેન્જના માધ્યમથી ઓપન માર્કેટ પાસેથી કંપનીના ઈક્વિટી શેર બાયબેક માટે સમાચારપત્રોમાં જાહેરાત કરીને જાણકારી આપી છે. શેર બાયબેક માટે કોટક મહિન્દ્રા કેપિટલ (Kotak Mahindra Capital)ને મેનેજર નિયુક્ત કરવામાં આવ્યા છે.
કંપનીની ઉપસ્થિત રિઝર્વથી બાયબેક માટે ફંડની વ્યવસ્થા કંપનીએ જણાવ્યું કે જો શેરને મેક્સિમમ બાયબેક પ્રાઈસ કરતા ઓછી કિંમતથી ખરીદવામાં આવે તો જે ઈક્વિટી શેર બાયબેક કરવામાં આવ્યા છે, તેની વાસ્તવિક સંખ્યા અધિકત્તમ બાયબેક શેરથી વધુ હોઈ શકે છે. તે અધિકત્તમ બાયબેક આકારનો વિષય રહેશે.
બાયબેક માટે ફંડની વ્યવસ્થા કંપની પાસે રહેલ રિઝર્વથી કરવામાં આવશે. ઇન્ફોસિસના બોર્ડે એપ્રિલ 2021માં રૂ. 15,600 કરોડના કેપિટલ રિટર્નનું સૂચન કર્યું હતું. જેમાં રૂ. 6,400 કરોડનો અંતિમ ડિવિડન્ડ (Final Dividend) અને રૂ. 9,200 કરોડના શેરના ઓપન માર્કેટમાં બાયબેક શેર શામેલ હતા. માર્ચ 2021ના ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 17.5 ટકાથી વધતા રૂ. 5,076 કરોડ થયો હતો.
BSE પર 23 જૂને ઈન્ફોસિસનો શેર બંધ થયો આઈટી સર્વિસ કંપનીએ જણાવ્યું કે બોર્ડે 14 એપ્રિલ અને શેરધારકોએ 19 જૂન 2021ના રોજ શેર બાયબેકની મંજૂરી આપી હતી. કંપની 25 જૂનથી શેર બાયબેક શરૂ કરશે અને 24 ડિસેમ્બર સુધી શેર બાયબેક કરશે. આગામી 6 મહિના સુધીમાં તમે તમારી પાસે રહેલ શેર કંપનીને વેચી શકો છો.
" isDesktop="true" id="1108122" >
કંપનીએ જણાવ્યું કે જો શેર બાયબેકની પ્રક્રિયા 24 ડિસેમ્બર પહેલા પૂર્ણ થઈ જશે તો તે પહેલા શેર બાયબેકની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર બુધવારે ઈન્ફોસિસનો શેર 0.59 ટકાથી ઓછો થઈને રૂ.1,502.85 પર બંધ થયો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર