Home /News /business /

Infosys અને TCSના રિઝલ્ટ બાદ બ્રોકરેજ હાઉસ કયા શેર પર વધારે બુલિશ? જાણો અભિપ્રાય

Infosys અને TCSના રિઝલ્ટ બાદ બ્રોકરેજ હાઉસ કયા શેર પર વધારે બુલિશ? જાણો અભિપ્રાય

ઇન્ફોસિસ રિઝલ્ટ

Stocks in News: મિન્ટના અહેવાલ પ્રમાણે જેફરીઝે ઇન્ફોસિસના શેર માટે બાય રેટિંગ આપ્યું છે. આ માટે બ્રોકરેજ તરફથી 2050 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

    મુંબઈ: ભારતની બે દિગ્ગજ આઈટી કંપનીઓ ટીસીએસ (Tata consultancy services) અને ઇન્ફોસિસ (Infosys) તરફથી ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે. ભારતની બીજા નંબરની સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસનો શુદ્ધ નફો માર્ચમાં પૂર્ણ થયેલા ક્વાર્ટરમાં 12 ટકા વધીને 5,686 કરોડ રૂપિયા થઈ ગયો છે. ગત વર્ષે આ ત્રિમાસિક દરમિયાન કંપનીનો નફો (Profit) 5,076 કરોડ રૂપિયા હતો. વાર્ષિક આધારે કંપનીની આવક આશરે 23% વધીને 32,276 કરોડ રૂપિયા થઈ છે. ગત વર્ષે ચોથા ત્રિમાસિક દરમિયાન આવક (Revenue) 26,311 કરોડ રૂપિયા રહી હતી.

    ઇન્ફોસિસે મજબૂત ડીલ પાઇપલાઇન અને ડિજિટલ તેમજ ક્લાઉડ કમ્પ્યૂટિંગ સર્વિસિસમાં સતત સારી માંગને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં 13-15% આવક વૃદ્ધીનો અંદાજ લગાવ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2023 માટે કંપનીનો ઓપરેટિંગ માર્જિન ગાઇડન્સ 21-23% છે.

    બ્રોકરેજ હાઉસિસનો અભિપ્રાય


    ગ્લોબલ બ્રોકરેજ જેફરીઝ (Jefferies) પ્રમાણે ઇન્ફોસિસે ટીસીએસની સરખામણીમાં 10 ટકા ડિસ્કાઉન્ટ પર બિઝનેસ કર્યો છે, જ્યારે તેનો અર્નિંગ આઉટલુક ગ્રોથ બે ટકા વધારે રહ્યો છે. બ્રોકરેજ તરફથી એક નોટમાં કહેવામાં આવ્યું છે કે, "અમે આશા રાખીએ છીએ કે સ્ટૉક Q4 પરિણામ બાદ સારો દોડશે. અમે નોંધ્યું છે કે વર્ષ 2020 પછી જ્યારે પણ ઇન્ફોસિસ ટીસીએસ પર 10 ટકા ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ કરે છે, તો આગામી 12 મહિનામાં ટીસીએસની સરખામણીમાં ઇન્ફોસિસે 10 ટકા વધારે તેજી સાથે બિઝનેસ કર્યો છે."

    મિન્ટના અહેવાલ પ્રમાણે જેફરીઝે ઇન્ફોસિસના શેર માટે બાય રેટિંગ આપ્યું છે. આ માટે બ્રોકરેજ તરફથી 2050 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ઇન્ફોસિસનું ચોથા ત્રિમાસિકનું પરિણામ અપેક્ષાથી ઓછું રહ્યું છે. આમ છતાં બ્રોકરેજ તરફથી આ શેરની ખરીદી માટે સલાહ આપવામાં આવી છે.

    મોતીલાલા ઓસવાલે કહ્યુ કે, "ભલે ચોથા ત્રિમાસિકનો ગ્રોથ નરમ રહ્યો પરંતુ ડિમાન્ડ યથાવત રહેશે. ઓર્ડર બૂક પણ મજબૂત રહેશે." મોતીલાલ ઓસવાલ તરફથી આ શેરને બાય રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ હાઉસે શેર માટે 2,000 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

    આ પણ વાંચો: 100માંથી 75 ડિજિટલ કંપનીઓ બંધ થઈ શકે છે: માર્કેટ ગુરુ રામદેવ અગ્રવાલ

    EmKayના વિશ્લેષકો તરફથી પણ આ શેરની ખરીદીની સલાહ આપવામાં આવી છે. આ માટે બ્રોકરેજ હાઉસ તરફથી 1,970 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

    ટીસીએસનું નાણાકીય પ્રદર્શન


    ચોથા ત્રિમાસિકમાં ટીસીએસ (TCS)નો નફો ગત વર્ષની ત્રિમાસિકની સરખામણીમાં 15.8 ટકા વધીને 50,591 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિકમાં ટીસીએસનો નફો (TCS profit) 43,705 કરોડ રૂપિયા હતો. આ દરમિયાન કંપનીનો કન્સૉલિડેટેડ નેટ પ્રૉફિટ 9,926 કરોડ રૂપિયા રહ્યો છે. આ નફો નિષ્ણાતોની ધારણા પ્રમાણે જ છે. બજાર નિષ્ણાતો અંદાજ લગાવી રહ્યા હતા કે ટીસીએસનો પ્રૉફિટ 10,000 કરોડ રૂપિયા આસપાસ રહી શકે છે. ગત વર્ષે સમાના ત્રિમાસિકમાં કંપનીનો કન્સૉલિડેટેડ નફો 9,246 કરોડ રૂપિયા રહ્યો હતો.

    આ પણ વાંચો: આ ચાર શેર 2022ના વર્ષમાં 110% સુધી ભાગ્યા, જાણો તેમાં રોકાણની રણનીતિ 

    બ્લૂમબર્ગના સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ટીસીએસની આવક માર્ચ ત્રિમાસિકમાં 50,249 કરોડ રૂપિયા રહી શકે છે. જ્યારે નફો 10,077 કરોડ રૂપિયા રહેવાની આશા છે. કરન્સીની દ્રષ્ટીએ જોઈએ તો માર્ચ ત્રિમાસિકમાં કંપનીની આવક 14 ટકા વધી છે. જ્યારે ડૉલરમાં કંપનીની કમાણી વર્ષથી વર્ષના આધારે (YoY) 12 ટકા વધીને 669.6 કરોડ ડૉલર રહી છે. આ સાથે જ ટીસીએસના બોર્ડે 22 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

    (ખાસ નોંધ: અહીં રજૂ કરવામાં આવેલો વિચાર જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Stock market, Stock tips, TCS

    આગામી સમાચાર