ભારતની બીજી સૌથી મોટી IT કંપની ઈન્ફોસિસે તેના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો કોન્સો નફો એક વર્ષ અગાઉ રૂપિયા 5,421 કરોડથી 11 ટકા વધીને રૂપિયા 6,021 કરોડ થયો છે. કંપનીએ શેર બાયબેકની પણ જાહેરાત કરી છે. આ શેર બાયબેક રૂપિયા 9300 કરોડનું હશે. -
નવી દિલ્હી: વિશ્વની IT દિગ્ગજ કંપની ઈન્ફોસિસનો નફો ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 11% વધીને 6,021 કરોડ થયો છે. આ નફા બાદ કંપનીએ શેરધારકોને પ્રતિ શેર રૂપિયા 16.50ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ઈન્ફોસિસે ગુરુવારે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. તદનુસાર, કંપનીની એકીકૃત આવકમાં 23.4 ટકાનો વધારો થયો છે. કંપનીની કોન્સોલિડેટેડ આવક વધીને 36,538 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો પણ 11 ટકા વધીને 6,021 કરોડ થયો છે.
શેર દીઠ રૂપિયા 16.50નું ડિવિડન્ડ મળશે:
IT દિગ્ગજ કંપનીએ રોકાણકારોને દિવાળીની ભેટ આપી છે. કંપનીએ શેર દીઠ રૂપિયા 16.50નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપની વચગાળાના ડિવિડન્ડ માટે આશરે રૂપિયા 6,940 કરોડનો ખર્ચ કરશે. એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન આવક રૂપિયા 36,538 કરોડ હતી. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂપિયા 29,602 કરોડ હતી.
ઇન્ફોસિસે રૂપિયા 9,300 કરોડના શેર બાયબેકને પણ મંજૂરી આપી છે. તે ગુરુવારના બંધ ભાવ કરતાં 30 ટકાના પ્રીમિયમ પર હશે. બીએસઈ પર ઈન્ફોસિસનો શેર અડધા ટકાના ઘટાડા સાથે રૂપિયા 1422ના ભાવે બંધ થયો હતો. ઓપન માર્કેટમાં કંપની મહત્તમ રૂપિયા 1850 પ્રતિ શેરના ભાવે બાયબેક કરવામાં આવશે.
FY23 માટે ઉન્નત આવક માર્ગદર્શન:
કંપનીએ FY23 માટે તેની આવક ગાઇડન્સ 15 થી વધારીને 16 ટકા કરી છે. ઓપરેટિંગ માર્જિન ગાઈડન્સ પણ 21 થી 22 ટકા કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઓપરેટિંગ માર્જિન 21.5 ટકા હતું. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 10 હજારથી વધુ નવા ફ્રેશર્સને હાયર કર્યા છે.
ડોલરની કમાણી પણ ત્રિમાસિક ધોરણે વધી:
બીજા ક્વાર્ટરમાં, કંપનીની ડૉલર કમાણી પાછલા ક્વાર્ટરની સરખામણીમાં 2.5 ટકા વધીને $455.5 મિલિયન થઈ છે. જૂન ક્વાર્ટરમાં તે $44.44 કરોડ હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર