નવી દિલ્હી : કહેવામાં આવી રહ્યું છે કે IT સેક્ટરની દિગ્ગજ કંપની ઇન્ફોસિસ (Infosys)રશિયામાં (Russia)પોતાની બધી ઓફિસ બંધ કરશે. બ્રિટિશ મીડિયાએ કંપનીના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિના (Narayana Murthy)જમાઇ ઋષિ સુનક (Rishi Sunak)પર વ્લાદિમીર પુતિનના (Vladimir Putin)શાસનથી નફાખોરીનો આરોપ લગાવ્યો છે. ઋષિ બ્રિટનના ચાન્સલર છે. BBC એ સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે ઇન્ફોસિસે પોતાના મોસ્કો સ્થિત કર્મચારીઓને બીજા સ્થાને કામ શોધવા માટે કહ્યું છે.
આ પહેલા ઇન્ફોસિસે સ્થાનીય ઉદ્યમો સાથે કોઇપણ સક્રિય વ્યાવસાયિક સંબંધ હોવાનો ઇન્કાર કર્યો અને કહ્યું કે કંપનીએ યુક્રેનમાં યુદ્ધના પીડિતો માટે રાહત માટે 1 મિલિયન ડોલરનો વાયદો કર્યો હતો.
ઓપરેશન બંધ કરવાનું દબાણ કેમ?
તમને જણાવી દઈએ કે ઋષિ સુનકના લગ્ન નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે અક્ષતા મૂર્તિ પાસે ઇન્ફોસિસના 40 કરોડ પાઉન્ડથી વધારે શેર છે. જોકે ઋષિ સુનકે આ રિપોર્ટ્સનું ખંડન કર્યું છે. અક્ષતા મૂર્તિની ઇન્ફોસિસમાં 0.9% ટકાની ભાગીદારી હોવાનો અંદાજ છે. ઋષિ સુનકના એક પ્રવક્તાએ પહેલા કહ્યું હતું કે તેમની અને તેમના પરિવારના કોઇપણ સદસ્યની કંપનીના ઓપરેશનના નિર્ણયોમાં કોઇ ભાગીદારી નથી.
લગભગ 50 દેશોમાં રહેલી ભારતની સૌથી મોટી કંપનીઓમાંથી એક ઇન્ફોસિસે 2016માં મોસ્કોમાં એક એન્જીનિયરિંગ કેન્દ્રની સ્થાપના કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં 100 લોકો કામ કરે છે. રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણને કારણે ઘણા આઇટી ફર્મોએ દેશમાં પોતાના ઓપરેશનને સસ્પેન્ડ કરી દીધા છે. ઇન્ફોસિસે કહ્યું હતું કે તેની એક નાની ટીમ ત્યાં કામ કરી રહી છે.
સુનક અને અક્ષતા મૂર્તિની મુલાકાત સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં બિઝનેસની ડિગ્રી દરમિયાન થઇ હતી. તેમણે 2009માં લગ્ન કર્યા હતા અને તેમના બે બાળકો છે.
રશિયાએ NASA અને ESA સાથેના સંબંધો તોડી નાખ્યા
રશિયાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (International Space Station) સાથેના તેના સહયોગને સમાપ્ત કરવાની ઘોષણા કરી છે. આ માહિતી આપતાં રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના વડા દિમિત્રી રોગોઝિને કહ્યું કે હવે તેમનો દેશ યુએસ સ્પેસ એજન્સી નાસા (National Aeronautics and Space Administration) અને યુરોપિયન સ્પેસ એજન્સી (European Space Agency) સાથે કામ કરશે નહીં.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર