Home /News /business /

ભારતીયો વિદેશમાં સફળ થઈને ભારતની બ્રાન્ડ ઈમેજ વધારે છેઃ નારાયણ મૂર્તિ

ભારતીયો વિદેશમાં સફળ થઈને ભારતની બ્રાન્ડ ઈમેજ વધારે છેઃ નારાયણ મૂર્તિ

નારાયણ મૂર્તિ

NR Narayana Murthy: "આવા લોકો આપણા દેશ માટે બ્રાન્ડ એમ્બેસડર છે. તેમને ભારત પાછા બોલાવવા અથવા અહીં ભારતમાં રહેવાની સલાહ આપવાને બદલે આવા લોકોની હું પ્રશંસા કરવાનું વધુ પસંદ કરીશે. આમાં કશું જ ખોટું નથી."

  મુંબઈ: ભારતમાં કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા ભારતમાંથી ટેલેન્ટેડ અને આવડત ધરાવતા લોકોના વિદેશ જવા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે દેશના સફળ ઉદ્યોગપતિઓમાંના એક અને ઈન્ફોસિસના ફાઉન્ડર (Infosys founder) એનઆર નારાયણ મૂર્તિ (NR Narayana Murthy) એ અલગ જ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે થોડાં ભારતીયો વિદેશ જઈ પોતાની આવડતનું પ્રદર્શન કરે તો તેમાં કશું જ ખોટું નથી. પોતાના એક ઈન્ટરવ્યૂમાં નારાયણ મૂર્તિએ જણાવ્યું કે, "મારા મતે થોડા ભારતીયો વિદેશ જાય, જે સમાજ કે સોસાયટીમાં તે રહે છે તેમાં એક આદર્શ નાગરિક સાબિત થાય, જે પણ ફિલ્ડમાં તે કામ કરે છે, ત્યાં ઉતકૃષ્ટ પ્રદર્શન કરે તો આ તમામથી ભારતની બ્રાન્ડ ઈમેજ (India’s brand image)માં વધારો થાય છે. આવા લોકો આપણા દેશ માટે બ્રાન્ડ એમ્બેસડર છે. તેમને ભારત પાછા બોલાવવા અથવા અહીં ભારતમાં રહેવાની સલાહ આપવાને બદલે આવા લોકોની હું પ્રશંસા કરવાનું વધુ પસંદ કરીશે. આમાં કશું જ ખોટું નથી."

  ભારતીય મૂળના પરાગ અગ્રવાલ ટ્વિટરના સીઈઓ બન્યા પછી તેમનું આ નિવેદન સામે આવ્યું હતું. જણાવી દઈએ કે ટ્વિટર ઉપરાંત માઈક્રોસોફ્ટ, ગૂગલ, આઈબીએમ, એડોબ અને VMWareમાં પણ ઉચ્ચ પદે ભારતીયોની નિમણૂક કરવામાં આવી છે.

  ક્રેડ (CRED)ના ફાઉન્ડર કુણાલ શાહે જણાવ્યું કે, ભારતીયો જે રીતે વૈશ્વિક સ્તરે ગ્લોબલ ટેક કંપનીમાં સીઈઓ બની રહ્યાં છે, તે વાતને સેલિબ્રેટ કરતા આપણે એ પણ વિચારવાની જરૂર છે કે આપણા શ્રેષ્ઠ લોકોને દેશ છોડવું પડે તેવું શું કારણ છે, કઈ રીતે તેને અટાકવી શકાય અને આ ટ્રેન્ડને રિવર્સ કરી શકાય. જે દેશના ટેલેન્ટેડ લોકો દેશ છોડી જતા રહે તે દેશ ક્યારેય મોટો નથી બની શકતો.

  રેઝરપે (Razorpay)ના ફાઉન્ડર હર્ષિલ માથુરે જણાવ્યું કે, ફ્રેશર્સ માટે વસ્તુઓ હાલ પણ એવી જ છે. તમે કોઈપણ IIT પ્લેસમેન્ટ જોઈ લો, ડે ઝીરો હંમેશા યૂએસ કંપનીઓથી જ ભરેલો હોય છે. કેમ કે પ્લેસમેન્ટ ઓફિસ તેમની સેલેરી ડોલરથી રૂપિયામાં કન્વર્ટ કરે છે અને તેમને પ્રાથમિકતા આપે છે. આ જ કારણ છે કે આપણા દેશના શ્રેષ્ઠ IIT પાસ આઉટ દર વર્ષે મોટી સંખ્યામાં યૂએસ જાય છે. આ ટ્રેન્ડ બદલવા માટે એક ઈકોસિસ્ટમ તરીકે આપણે હજી પણ ઘણું બધુ કરવાનું છે. જોકે, આ તમામ કરતાં નારાયણ મૂર્તિ કંઈક અલગ જ વિચારે છે.

  મૂર્તિ જણાવે છે કે, આપણી પાસે ઘણાબધા લોકો છે. આપણા દેશના યુવાનોએ પણ કેટલીક એક્સ્ટ્રાઓર્ડિનરી વસ્તુઓ કરી બતાવી છે. સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓની લિસ્ટ જુઓ, આ તમામ કારણોથી જ થોડા ભારતીયો બહાર જઈ સફળ થાય તો તેને હું ચિંતાનો વિષય નથી માનતો. તે આપણા દેશ માટે સારું કામ કરી રહ્યાં છે, હું તેમને શુભેચ્છા પાઠવીશ અને આશા રાખીશ કે તે હજી વધુ કંઈક કરીને બતાવે. આ લોકો ભારતના બ્રાન્ડ એમ્બેસડર છે.

  એન્યુલ ઈન્ફોસિસ પ્રાઈઝ વિશે વાત કરતા તમણે જણાવ્યું કે, વર્ષ 2009માં ઈન્ફઓસિસ દ્વારા શરૂ કરવામાં આવેલા અવોર્ડ વિવિધ 6 શ્રેણીઓમાં શોધકર્તા અને વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે. આ કેટેગરીમાં કમ્પ્યૂટર સાયન્સ, ફિઝીકલ સાયન્સ, હ્યુમનિટી, લાઈફ સાયન્સ, મેથેમેટિક સાયન્સ અને સોશિયલ સાયન્સનો સમાવેશ થાય છે. ઈન્ફોસિસ દ્વારા અવોર્ડ મેળવી ચૂકેલા લોકો ફિલ્ડ મેડલ અને નોબલ પ્રાઈઝ પણ મેળવી ચૂક્યા છે.

  વધુમાં તેમણે કહ્યું કે, મેં આજ સુધી કોઈ એવો દેશ નથી જોયો જે સારી રિસર્ચ, ઈન્વેન્શન અને ઈનોવેટિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિના પોતાના લોકોનાં વેલ બિઈંગ અને સમૃદ્ધિમાં વધારો કરવામાં સફળ રહ્યું હોય. આવા લોકોએ પોતાના જ્ઞાની અને અનુભવી લોકોને સન્માનિત કર્યા છે, તેમના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કર્યું છે, તેમના જીવનમાં તેમને કોઈ તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખ્યું છે. તેમના અનુસાર, કોવિડ 19 દ્વારા પણ વૈજ્ઞાનિકોને એક તક મળી છે. સાથે જ એન્જિનિયર અને બિઝનેસમેન પણ પોતાની આવડત અને ક્ષમતા બતાવવામાં સફળ રહ્યા છે.

  નારાયણ મૂર્તિ જણાવે છે કે, ફેડરલ અને રાજ્ય સરકાર પણ તેમાં મદદરૂપ થઈ રહી છે અને 1 બિલિયન કરતા વધુ લોકો સુધી ડોઝ પહોંચાડવામાં આવી રહ્યાં છે. કોઈપણ માટે આ એક ઉપલબ્ધી સમાન છે. વિશ્વના કોઈપણ દેશે આ ઉપલબ્ધિ હજી સુધી મેળવી નથી. મહામારીને કારણે બિઝનેસને જે ખોટ થઈ હતી તે ઝડપથી રિકવર થઈ રહી છે અને દેશની ઈકોનોમિ ફરીથી આગળ વધી રહી છે.

  કરોડો લોકો માટે માસ્ક, વેક્સિન અને ડિસઈન્ફેક્ટન્ટસ બનાવવા એ કોઈ નાની વાત નથી. આ આપાતકાલીન પરિસ્થિતીમાં દેશમાં અનાજ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. 50 અને 60ના દાયકાની જેમ આ પરિસ્થિતીમાં પણ આપણે વિશ્વના કોઈ વિકસિત દેશની મદદ લેવાની જરૂર નથી પડી.

  આ પણ વાંચો: કોણ છે ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલ? ભારતીય મૂળના પરાગ અગ્રવાલ વિશે 10 રસપ્રદ વાતો

  "આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આપણા હોસ્પિટલો પણ તૈયાર રહી, તેમના દ્વારા પણ પૂરતી તૈયારી દર્શાવાઈ સાથે જ આઈસીયૂ અને ઓક્સિજન સપ્લાયમાં પણ વધારો કરવામાં આવ્યો. સાયન્સ અને એન્જીનિયરિંગની પ્રગતિને કારણે મોટાભાગના કામો શક્ય બન્યા અને તેમાં ઉદ્યોગપતિઓનો ફાળો પણ મહત્વનો રહ્યો. આ મુશ્કેલ પરિસ્થિતીમાં લોકોને તેમની કાબેલિયત અને ક્ષમતા દર્શાવવાનો મોકો મળ્યો છે."

  દેશે એન્જિનિયરિંગ અને સાયન્સમાં ખૂબ પ્રગતિ કરી છે, તે છતા પણ આપણી સામે પ્રદૂષિત નદીઓ, પીવા લાયક પાણીની અછત, ઓછી ગુણવત્તાનું શિક્ષણ, ખરાબ સ્વાસ્થ વગેરે જેવી મુશ્કેલીઓ પણ આપણી સામે ઉભી છે.  આપણી ભવિષ્યની પેઢી સિવાય કોઈ અન્ય પર આ સમસ્યાઓના સમાધાન માટે આશરો રાખી શકાય તેમ નથી. વિશ્વ ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. આજ કારણસર શિક્ષા અને આવડત મહત્વનું બની ગયું છે. આવામાં ક્યુરિઓસિટી, સવાલ કરવાની જીજ્ઞાસા, સ્વત્તંત્ર વિચારસરણી અને સમસ્યાના નિરાકરણ લાવવા માટેની માનસિકતા કેળવવી ખૂબ જરૂરી છે.

  વધુમાં તે જણાવે છે કે આવી માનસિકતા ભારતીયોના ઉત્સાહ અને એકતાના વાતાવરણમાં જ વિકસિત થશે. કોઈ અન્ય દેશ કરે તે પહેલા આપણા યુવાનો મોટા પડકારોનો ઉકેલ લાવે તેવી હું શા રાખું છું. હું ભારતને એક એવા દેશના રૂપમાં જોવા માંગુ છું કે જ્યાં વિકસિત દેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે. (CHANDRA R SRIKANTH, Moneycontrol)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Business, Indian, Narayana Murthy, Parag Agrawal, એનઆરઆઇ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन