Home /News /business /આ વ્યક્તિએ પત્ની પાસે રૂ. 10 હજાર લઈ ઉભી કરી 3.2 લાખ કરોડની કંપની

આ વ્યક્તિએ પત્ની પાસે રૂ. 10 હજાર લઈ ઉભી કરી 3.2 લાખ કરોડની કંપની

એક સમય એવો પણ હતો કે, જ્યારે કંપનીની પરિસ્થિતિને જોઈ કંપનીમાં મૂર્તિના પાર્ટનર તેને વેચવાનું વિચાર કરી રહ્યા હતા

એક સમય એવો પણ હતો કે, જ્યારે કંપનીની પરિસ્થિતિને જોઈ કંપનીમાં મૂર્તિના પાર્ટનર તેને વેચવાનું વિચાર કરી રહ્યા હતા

દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસને બજારમાં આજે 26 વર્ષ પુરા થઈ ગયા. આ 26 વર્ષમાં કંપનીએ રોકાણકારોને એવું રિટર્ન આપ્યું છે કે, જેના વિશે તમે માત્ર સપનામાં વિચારી શકો છો. ઈન્ફોસિસે માત્ર રોકાણકારોને માલામાલ જ નથી કર્યા પરંતુ દેશની દિશાને પણ બદલી દીધી. આજે અમે તમને વાત કરીશું દેશની સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસ વિશે. જે કંપની નારાયણ મૂર્તિએ પોતાની પત્ની સુધા પાસેથી 10 હજાર રૂપિયા ઉધાર લઈ શરૂ કરી હતી. આ કંપની કેવી રીતે 3.2 લાખ કરોડની બની તે વિશે જાણીએ.

પત્નીના 10 હજાર રૂપિયાથી શરૂ થઈ ઈન્ફોસિસ
સુધા મૂર્તિની ઈન્ફોસિસ કંપનીની સ્થાપનામાં મહત્વની ભૂમિકા છે. તેમની બચતના દસ હજાર રૂપિયાથી આ કંપનીનો પાયો નખાયો હતો. તે સમયે તેમની પાસે એટલા રૂપિયા પણ નહતા કે કંપની માટે કોઈ રૂમ પણ ભાડા પર લઈ શકે. કંપની શરૂ થયાના 6 મહિના બાદ 2 જુલાઈ 1981ના રોજ કંપનીનું રજિસ્ટ્રેશન ઈન્ફોસિસ પ્રાઈવેટ લિમિટેડ નામથી થયું, જેમાં ઓફિસનું એડ્રેસ મૂર્તિના મિત્ર અને કંપનીના પાર્ટનર રાઘવનના ઘરનું આપ્યું હતું. જોકે, મૂર્તિના ઘરના આઘળના ભાગમાં સ્થિત એક રૂમ જ તેમની ઓફિસ હતી.

આવી રીતે બનાવી ઈન્ફોસિસ ટીમ
1981માં નારાયણ મૂર્તિ, નંદન નીલેકણી, એસ ગોપાલકૃષ્ણન, એસડી શિબુલાલ, કે દિનેશ અને અશોક અરોડાએ પટની કમ્પ્યુટર્સ છોડીને પૂણેમાં ઈન્ફોસિસ કન્સલ્ટન્ટ પ્રાઈવેટ લિમીટેડની શરૂઆત કરી. 1983માં તેમને ન્યૂયોર્કની કંપની ડેટા બેઝિક કોર્પોરેશન પાસેથી પહેલો ઓર્ડર મળ્યો હતો. હાલમાં કંપની પાસે કર્મચારીઓની સંખ્યા 50 હજારથી વધારે અને 12 દેશોમાં કંપનીની શાખાઓ છે.

નારાયણ મૂર્તિનુ સાહસ જ હતુ કે ઈન્ફોસિસ આ મુકામ સુધી પહોંચી શકી. એક સમય એવો પણ હતો કે, જ્યારે કંપનીની પરિસ્થિતિને જોઈ કંપનીમાં મૂર્તિના પાર્ટનર તેને વેચવાનું વિચાર કરી રહ્યા હતા. 1989માં કેએસએના ખતમ થવાથી ઈન્ફોસિસ સંકટમાં પડી ગઈ હતી. એક સંસ્થાપક અશોક અરોડા પણ કંપની છોડી ચુક્યા હતા. બીજા ફાઉન્ડર્સોને પણ આગળ કઈં વિચાર નહોતો આવી રહ્યો. ત્યારે મૂર્તિ સામે આવી ગયા. તેમણે સાથીઓને કહ્યું, જો તમે બધા કંપનીને છોડવા માંગતા હોય તો તમે જઈ શકો છો. પરંતુ, હું નહીં છોડુ અને કંપનીને બનાવીશ. નીલેકણી, ગોપાલકૃષ્ણન, શિબુાલ, દિનેશ અને રાઘવને રોકાવાનો નિર્ણય લીધો અને ત્યારથી બધા આ કંપની સાથે જોડાયેલા જ છે.

સામાન્ય લોકોને આપી એન્ટ્રી
ઈન્ફોસિસ ના શેર 1993માં સાર્વજનિક કરી દેવામાં આવ્યા. કંપનીનું નામ પણ બદલી દેવામાં આવ્યું અને હવે તેને ઈન્ફોસિસ ટેક્નોલોજી નામ આપવામાં આવ્યું. પબ્લિક ઓફરિંગ્સ હેઠળ શરૂ-શરૂમાં એક શેરનો ભાવ 95 રાખવામાં આવ્યો. 1994માં 450 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 5,50,000 શેર પબ્લિકને ઓફર કરવામાં આવ્યા.

નેસ્ડેકમાં લિસ્ટિંગ
1999માં ઈન્ફોસિસે 100 મિલિયન ડોલરનો આંકડો પાર કર્યો. આ વર્ષે જ તે નેસ્ડેકમાં લિસ્ટેડ થનારી પહેલી આઈટી કંપની બની ગઈ. 1999માં કંપનીના શેરના ભાવ 8100 રૂપિયા સુધી પહોંચી ગયા. આ સાથે જ આ સૌથી મોંઘા શેર બની ગયા. ત્યારે ઈન્ફોસિસ માર્કેટ કેપિટલાઈઝેશન પ્રમાણે નેસ્ડેકમાં લિસ્ટેડ 20 મોટી કંપનીઓમાં સામેલ થઈ ગઈ.
First published:

Tags: Infosys, Today