નારાયણ મૂર્તિ-અમેઝોનનું જોઇન્ટ વેન્ચર 5.5 મિલિયન પાઉન્ડ ટેક્સ વિવાદમાં સપડાયું- રિપોર્ટ

ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ (ફાઇલ તસવીર)

ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનક અમેઝોન સાથે જોઇન્ટ વેન્ચર ટેક્સ વિવાદમાં ઘેરાયા

 • Share this:
  નવી દિલ્હી. ઇન્ફોસિસના સહ સંસ્થાપક એન આર નારાયણમૂર્તિ (Narayan Murthy)ની કંપની અને એમેઝોન ડોટ કોમ (Amazon)ની સંયુક્ત ઓનલાઇન રિટેલ કંપની કલાઉડટેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી બ્રિટેલના ટેક્સ વિભાગે વ્યાજ અને દંડ સહિત 55 લાખ પાઉન્ડની માગ કરી છે. આ કેસમાં મીડિયાના અહેવાલોને પગલે બ્રિટનના નાણા પ્રધાન ઋષિ સુનક (Rishi Sunak)ના કાર્યાલયને નિવેદન આપવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે ઋષિ સુનક નારાયણમૂર્તિના જમાઇ છે.

  શુક્રવારે ભારતની કોમ્પિટિશન કમીશને આ સંદર્ભમાં તપાસ ફરી શરૂ કરવાની મંજૂરી આપ્યા હતા જોઇન્ટ વેન્ચર વિવાદમાં સપડાઈ ગયું છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, નાના વેપારીઓએ દાવો કર્યો છે કે મલ્ટીનેશનલની વેચાણ પ્રથાએ તેમને વ્યવસાયથી બહાર કરી દીધા છે અને ચાન્સલેરના સસરા, નારાયણ મૂર્તિની સાથે અમેરિકાની રિટેલર કંપની અમેઝોનનો 1 બિલિયન પાઉન્ડનો જોઇન્ટ વેન્ચર ઈન્ડિયન ફોરેન ઓનરશિપ રુલ્સનું ઉલ્લંઘન કરે છે.
  જેની સામે અમેઝોનનું કહેવું છે કે તેઓ સ્થાનિક કાયદાઓનું પાલન કરીને જ પોતાનું ઓપરેશન ચલાવી રહી છે.

  ટેક્સ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે G7 ચર્ચાઓ બાદ, દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નાણા મંત્રીઓએ ટેકનીકલ કંપનીઓને વધુ ટેક્સની ચૂકવણી કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા વૈશ્વિક સોદાઓ પર સહમતિ વ્યક્ત કરી.

  આ પણ વાંચો, Reliance Jioના પાંચ નવા રિચાર્જ પ્લાન, હવે મળશે ડેઇલી ડેટા લિમિટથી છુટકારો

  મીડિયાના અહેવાલ અનુસાર એમેઝોન કથિત રીતે કલાઉડટેલ જેવા સ્વતંત્ર વિક્રેતાઓને સ્પેશિયલ મરચન્ટ તરીકે વિકસિત કર્યા હતાં. 2019 સુધીમાં કુલ વેચાણમાં તેનો હિસ્સો 35 ટકા હતો.

  નોંધનીય છે કે, ભારતમાં વિદેશ કંપનીઓને ઓનલાઇન રિટેલર ચલાવવા પર પ્રતિબંધ છે જેમાં ઇન્વેન્ટરી ધરાવે છે અને સામાન સીધી ગ્રાહકોને ઓનલાઇન વેચે છે. તેને બદલે અમેઝોનની વેબસાઇટ માર્કેટપ્લેસ તરીકે ચાલે છે જેમાં ભારતીય રિટેલર પોતાની પ્રોડક્ટ્સ વેચે છે અને જેની આવક અમેરિકન જાયન્ટ જોડે જાય છે.

  ગાર્ડિયનમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, અમેઝોનની વેબસાઇટ પર સૌથી મોટા સેલર પૈકીની કંપનીનું નામ ક્લાઉડટેલ છે, જેમાં 76 ટકાની હિસ્સેદારી ઇનડાયરેક્ટરી નારાયણ મૂર્તિના પરિવારની ઇન્વેસ્ટિંગ ફર્મની પાસે છે. બાકીના 24 ટકાની માલિકી અમેઝોનની છે. કંપનીના બે ટોપ સીઇઓ અને નાણા નિદેશક અમેઝોનની પાસે છે. ક્લાઉડટેલની હોલ્ડિંગ કંપની પ્રાયોનાનું સંચાલન પણ અમેઝોનના પૂર્વ પ્રબંધક કરી રહ્યા છે.

  આ પણ વાંચો, COVID-19 Delta Plus: જાણો, કેટલું ઝડપથી ફેલાય છે કોરોનાનું આ નવું વેરિએન્ટ અને કેટલું છે ઘાતક

  તેમાં કહેવામાં આવ્યું છે કે હાલ એ સ્પષ્ટ નથી કે ટેક્સ વિવાદ કયા મામલા સાથે જોડાયેલો છે. કંપનીનું કહેવું છે કે તેઓ ટેક્સ ડિમાન્ડન વિરોધ કરી રહ્યા છે. કારણ કે મામલો કોર્ટમાં વિચારાધીન છે, અમે તેની પર કોઈ ટિપ્પણી ન કરી શકીએ.
  મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા બાદ રિશી સુનકના કાર્યાલયને નિવેદન આપવું પડ્યું છે. નાણા મંત્રાલય કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે, નાણા મંત્રીએ જ્યારથી કાર્યભાર સંભાળ્યો છે, મોટી ડિજિટલ કંપનીઓ પર કેવા ટેક્સ લગાવવા જોઈએ, તેની પર એક આંતરરાષ્ટ્રીય સમજૂતી સુધી પહોંચવું તેમની પ્રાથમિકતા રહી છે.

  નાણા મંત્રીનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. કોઈ પણ સમજૂતીમાં એ સુનિશ્ચિત થવું જોઈએ કે બ્રિટનમાં કારોબાર કરનારી ડિજિટલ કંપની ટેક્સનીસ ચૂકવણી કરે. આરોપ છે કે ક્લાઉડટેલ ઈન્ડિયાએ બ્રિટનમાં છેલ્લા થોડાક વર્ષોમાં નામ માત્રનો જ ટેક્સ ચૂકવ્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published: