દેશની બીજા નંબરની સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના સલિલ પારેખને નવા એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. સલિલ પારેખ 2 જાન્યુઆરીથી પોતાનું પદ સંભાળશે આ પહેલા તેઓ ફ્રાંસની મોટી આઈટી કંપની કેપજેમિનમાં ગ્રુપ એક્જિક્યુટિવ બોર્ડ મેમ્બર હતા. તમને જણાવી દઈએ કે, વિશાલ સિક્કાના રાજીનામા બાદ યૂબી પ્રવિણ રાવને એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. જોકે, વિશાલ સિક્કા માર્ચ 2018 સુધી ઈન્ફોસિસના એક્ઝિક્યૂટિવ વાઈસ-ચેરમેન પદ પર રહેશે.
કોણ છે સલિલ એસ પારેખ
સલિલ પારેખે કોરનેલ યુનિવર્સિટીથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી કરી છે. આ સિવાય તેમણે આઈઆઈટી મુંબઈથી એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યું છે.
વિશાલ સિક્કાએ અચાનક આપ્યું રાજીનામું
વિશાલ સિક્કાએ 18 ઓગસ્ટ 2017ના રોજ ઈન્ફોસિસના એમડી અને સીઈઓ પદેથી રાજીનામું આપ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર