Home /News /business /વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થાની કમર તોડશે મોંઘવારી! જાણો કેવી છે ભારતની સ્થિતિ?

વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થાની કમર તોડશે મોંઘવારી! જાણો કેવી છે ભારતની સ્થિતિ?

રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ 9 મહિનાથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે.

વિશ્વભરમાં વધતી જતી મોંઘવારી (Inflation Hike in World)થી લોકો પરેશાન છે અને વાર્ષિક ફુગાવાનો દર (Inflation Rate) અસામાન્ય રીતે ઊંચા સ્તરે (85 ટકા સુધી) પહોંચી ગયો છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે ભારતમાં આરબીઆઈ (RBI) સહિત અન્ય દેશોની મધ્યસ્થ બેન્કો સતત આક્રમક રીતે વ્યાજદરો (Interest Rate Hike)માં વધારો કરી રહી છે.

વધુ જુઓ ...

  નવી દિલ્હીઃ વિશ્વભરમાં વધતી જતી મોંઘવારી (Inflation Hike in World)થી લોકો પરેશાન છે અને વાર્ષિક ફુગાવાનો દર (Inflation Rate) અસામાન્ય રીતે ઊંચા સ્તરે (85 ટકા સુધી) પહોંચી ગયો છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે ભારતમાં આરબીઆઈ (RBI) સહિત અન્ય દેશોની મધ્યસ્થ બેન્કો સતત આક્રમક રીતે વ્યાજદરો (Interest Rate Hike)માં વધારો કરી રહી છે.


  આ દરમિયાન યુએસ ફેડરલ રિઝર્વે (US Federal reserve) બુધવારે વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યો છે, જે આ વર્ષે વ્યાજ દરમાં છઠ્ઠો વધારો છે. આ સાથે જ બેંક ઓફ ઈંગ્લેન્ડે પણ વ્યાજ દર 2.25 ટકાથી વધારીને 3 ટકા કરી દીધો છે, જે 33 વર્ષમાં સૌથી વધુ છે.


  તુર્કી અને આર્જેન્ટિનામાં સ્થિતિ સૌથી ખરાબ


  વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ તુર્કી અને આર્જેન્ટિનામાં વિશ્વમાં સૌથી વધુ ફુગાવો છે, જેમાં વાર્ષિક ફુગાવાનો દર 83 ટકાથી વધુ છે. તુર્કીનો ફુગાવાનો દર 85.51 ટકા છે અને તે 24 વર્ષની ઊંચી સપાટી છે. ઊંચો ફુગાવો હોવા છતાં, કેન્દ્રીય બેંક રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગનના કહેવા પર તેના નીતિગત દરોમાં ઘટાડો કરી રહી છે.


  આ દેશોમાં ઝડપથી વધી રહી છે મોંઘવારી


  તુર્કી પછી આર્જેન્ટીનાનો નંબર આવે છે, જ્યાં ફુગાવાનો દર હાલ 83 ટકા છે. નેધરલેન્ડમાં 14.5 ટકા છે. જ્યારે રશિયા (13.7 ટકા), ઇટાલી (11.9 ટકા), જર્મની (10.4 ટકા), યુકે (10.1 ટકા), યુએસ (8.2 ટકા) અને દક્ષિણ આફ્રિકા (7.5 ટકા) છે.


  શું છે ભારતની સ્થિતિ


  ભારતમાં હાલમાં ફુગાવાનો દર 7.4 ટકા છે. તે પછી ઓસ્ટ્રેલિયા (7.3 ટકા), બ્રાઝિલ (7.1 ટકા), કેનેડા (6.9 ટકા), ફ્રાન્સ (6.2 ટકા), ઇન્ડોનેશિયા (5.9 ટકા), દક્ષિણ કોરિયા (5.6 ટકા), સાઉદી અરેબિયા (3.1 ટકા), જાપાન (3 ટકા) અને ચીન (2.8 ટકા)નો ક્રમ આવે છે.


  છેલ્લા 9 મહિનાથી ભારતમાં ફુગાવો સતત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 4 ટકા (+ -2 ટકા)ના લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે ત્યારે અન્ય મુખ્ય વૈશ્વિક અર્થતંત્રો અમેરિકા, યુકે, રશિયા, જર્મની, તુર્કી, દક્ષિણ આફ્રિકા અને ઇટાલીની સરખામણીએ ભારતમાં ભાવવધારાનો દર નીચો છે.


  આ બાબતે કેન્દ્રીય બેંકે નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, નાણાકીય નીતિ સમિતિની 3 નવેમ્બર, 2022 ના રોજ અલગથી બેઠક મળી હતી. જેમાં આરબીઆઈ એક્ટ, 1934 ની કેન્દ્રીય બેંકની કલમ 45 ઝેડએન, આરબીઆઈ એમપીસીના નિયમ 7 અને નાણાકીય નીતિ પ્રક્રિયા નિયમો દ્વારા અહેવાલ પર ચર્ચા કરવામાં આવી હતી. 2016 ની જોગવાઈઓ હેઠળ સરકારને મોકલવામાં આવશે.


  મોંઘવારીએ ભાંગી અર્થવ્યવસ્થાની કમર


  વિશ્વભરમાં ફુગાવાના ઊંચા દરો વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેંકોને કડક નાણાકીય નીતિ તરફ વળવા દબાણ કરી રહ્યા છે અને વધતા વ્યાજના દરો અર્થતંત્રને અસર કરી રહ્યા છે. રેટિંગ એજન્સી ક્રિસિલે પોતાના તાજેતરણા રિપોર્ટમાં કહ્યું છે કે, જો ફુગાવાને અંકુશમાં લેવા માટે મધ્યસ્થ બેન્કો આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કરશે તો તમામ દેશોની આર્થિક પ્રવૃત્તિમાં તીવ્ર ઘટાડાથી બચવું મુશ્કેલ બનશે.

  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Retail, Retail inflation

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन