Home /News /business /Inflation : જનતા પર મોંઘવારીનો માર, છેલ્લા 7 દિવસોમાં ગેસ સિલિન્ડર સિવાય આ તમામ વસ્તુઓ થઇ મોંઘી
Inflation : જનતા પર મોંઘવારીનો માર, છેલ્લા 7 દિવસોમાં ગેસ સિલિન્ડર સિવાય આ તમામ વસ્તુઓ થઇ મોંઘી
મોંઘવારી સામે સામાન્ય જનતાને કોઇ રાહત નહીં
એપ્રિલમાં શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો 8.09 ટકા હતો, જે મે મહિનામાં વધીને 8.20 ટકા થયો છે. શાકભાજી (Vegetables)ના વધતા ભાવ હજુ પણ ચિંતાનું કારણ છે. મે મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર 18.26 ટકા રહ્યો છે.
સામાન્ય લોકોને મોંઘવારી (Inflation)માંથી રાહત નથી મળી રહી. આનો પુરાવો જથ્થાબંધ ભાવ (Wholesale Price Index) આધારિત ફુગાવાનો આંકડો છે, જે ખાદ્યપદાર્થો (High Food Prices) અને ઈંધણના ઊંચા ભાવ (High Fuel Prices)ને કારણે 15.88 ટકા સુધી પહોંચી ગયો છે. જણાવી દઈએ કે ખાદ્ય ફુગાવા (Food Inflation)ની અસર શહેરી વિસ્તારો (Urban Areas)માં રહેતા લોકો પર વધુ છે, તે સરકાર દ્વારા જાહેર કરાયેલ છૂટક ફુગાવાના દર દર્શાવે છે. શહેરી વિસ્તારોમાં ખાદ્યપદાર્થોમાં મોંઘવારી વધી છે. એપ્રિલમાં શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો 8.09 ટકા હતો, જે મે મહિનામાં વધીને 8.20 ટકા થયો છે. શાકભાજી (Vegetables)ના વધતા ભાવ હજુ પણ ચિંતાનું કારણ છે. મે મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર 18.26 ટકા રહ્યો છે. ત્યારે આજે અહીં જાણીશું કે છેલ્લા એક વર્ષમાં કઈ વસ્તુઓ મોંઘી થઈ છે.
હવાઈ યાત્રા થઈ મોંઘી
સરકારી ઓઈલ કંપનીઓ (OMCs)એ 16 જૂન, 2022થી અમલમાં આવતા એર ફ્યુઅલ (ATF)ના ભાવમાં 16 ટકાથી વધુનો વધારો કર્યો છે. જે બાદ સ્થાનિક એરલાઈન (Domestic Airlines) કંપની સ્પાઈસ જેટે (SpiceJet) હવાઈ ભાડામાં 15 ટકાનો વધારો કર્યો છે. જે લોકો ઉનાળાના વેકેશનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા હતા, તેઓએ હવાઈ મુસાફરી માટે હવે વધુ પૈસા ખર્ચવા પડશે. સ્પાઇસ જેટ પછી એવું માનવામાં આવે છે કે અન્ય એરલાઇન્સ પણ હવાઈ ભાડું વધારવા અંગે નિર્ણય લઈ શકે છે.
મોંઘા ઘરેલું એલપીજી ગેસ બાદ હવે નવું એલપીજી ગેસ કનેક્શન (LPG Gas Connection) લેવા માંગતા લોકોએ વધુ પૈસા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, સરકારી પેટ્રોલિયમ કંપનીઓ (Oil Companies)એ 16 જૂન, 2022થી ઘરેલુ ગેસ કનેક્શન મોંઘા કરી દીધા છે. ઘરેલુ એલપીજી કનેક્શન હેઠળ કંપનીઓએ 14.2 કિલોના સિલિન્ડરની સિક્યોરિટી અમાઉન્ટમાં 750 રૂપિયાનો વધારો કર્યો છે. હવે નવું ગેસ કનેક્શન લેવા માટે તમારે 2,200 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે પહેલા તેની માટે 1450 રૂપિયા આપવા પડતા હતા. તો બીજી તરફ પાંચ કિલોના સિલિન્ડર માટે 350 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જેથી પાંચ કિલોના સિલિન્ડરની સિક્યોરિટી માટે હવે 800 રૂપિયાના બદલે 1150 રૂપિયા ચૂકવવા પડશે. માત્ર એલપીજી સિલિન્ડર જ નહીં, પરંતુ પેટ્રોલિયમ કંપનીઓએ પણ નવા ગેસ રેગ્યુલેટરના ભાવમાં વધારો કર્યો છે.
નવા ગેસ રેગ્યુલેટર માટે 100 વધુ ચૂકવવા પડશે. આ ઉપરાંત રેગ્યુલેટર માટે 250, પાસબુક માટે 25 અને પાઇપ માટે 150 અલગથી ચૂકવવાના રહેશે. તે મુજબ પ્રથમ વખત ગેસ સિલિન્ડર કનેક્શન અને પ્રથમ સિલિન્ડર માટે ગ્રાહકે કુલ 3,690 રૂપિયા ચૂકવવા પડશે. જો ગ્રાહક બે સિલિન્ડર લે છે, તો તેણે સિક્યોરિટી પેટે 4400 રૂપિયા ચૂકવવા પડશે.
મોંઘી થઈ EMI
8 જૂન, 2022ના રોજ આરબીઆઈ (RBI)એ રેપો રેટ (Repo Rate)માં અડધા ટકા એટલે કે 0.50 ટકાનો વધારો કર્યો હતો અને રેપો રેટ 4.40 ટકાથી વધારીને 4.90 ટકા કર્યો હતો. આરબીઆઈના આ નિર્ણય બાદ બેંકો સતત લોન મોંઘી કરી રહી છે. ICICI બેંકથી લઈને HDFC અને SBI સુધી હોમ લોન મોંઘી થઈ ગઈ છે. જેને લઈને જેમણે પહેલાથી જ હોમ લોન લીધી છે, તેમની EMI મોંઘી થઈ ગઈ છે. 20 લાખની હોમ લોન પર 611 રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયાની હોમ લોન પર 1295 રૂપિયા સુધીની EMI દર મહિને મોંઘી થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર