Home /News /business /સામાન્ય જનતાને વધુ એક માર, છૂટક મોંઘવારી દરમાં ફરી વધારો નોંધાયો
સામાન્ય જનતાને વધુ એક માર, છૂટક મોંઘવારી દરમાં ફરી વધારો નોંધાયો
સામાન્ય જનતા પર માર, છૂટક મોંઘવારી દરમાં ફરી વધારો નોંધાયો
સરકારી આંકડા અનુસાર ઓગસ્ટમાં છૂટક ફુગાવો 7 ટકા હતો, જે વધીને હાલ 7.41 ટકા નોંધાયો છે. જે આ વર્ષે એપ્રિલ પછી સૌથી વધુ નોંધાયો છે. જણાવી દઈએ કે, પાછલા વર્ષથી પણ વધારે જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હી: મોંઘી ખાદ્ય ચીજોને કારણે દેશમાં છૂટક મોંઘવારી દરમાં વધારો થયો છે. સપ્ટેમ્બરમાં ફુગાવો 0.41 ટકા વધીને 7.41 ટકા થયો છે, જે આ વર્ષના એપ્રિલ પછી સૌથી વધુ છે. સરકારી આંકડાઓ અનુસાર, ઓગસ્ટમાં તે 7 ટકા હતો. સત્તાવાર ડેટા અનુસાર, છૂટક ફુગાવાનો દર જુલાઈમાં 6.71 ટકા અને ગયા વર્ષે ઓગસ્ટમાં 5.3 ટકા હતો. મોંઘવારી વધવાનું મુખ્ય કારણ અનાજ અને શાકભાજીના ભાવમાં વધારો હોવાનું માનવામાં આવે છે. સતત નવમાં મહિને છૂટક ફુગાવો RBIના 6 ટકાના સહનશીલતા સ્તરથી ઉપર રહ્યો છે.
નોંધનીય છે કે, એક વર્ષ પહેલા સપ્ટેમ્બર 2021માં રિટેલ મોંઘવારી દર 4.35 હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના કારણે છૂટક મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ખાદ્ય ફુગાવો 8.60 ટકા પર પહોંચી ગયો છે, જે એક મહિના અગાઉ ઓગસ્ટમાં 7.62 હતો. સપ્ટેમ્બર મહિનામાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના ફુગાવામાં ઉછાળો આવ્યો છે. જો મોંઘવારી 6 ટકાથી વધી જાય તો RBIએ કેન્દ્ર સરકારને રિપોર્ટ સુપરત કરવો પડશે. આ રિપોર્ટમાં RBIએ સમજાવવું પડશે કે, શા માટે તે છૂટક ફુગાવાને 2-6 ટકાની રેન્જમાં રાખવામાં નિષ્ફળ રહી હતી.
કેન્દ્ર સરકારે RBIને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે, રિટેલ મોંઘવારી 2 થી 6 ટકાની રેન્જમાં રહે. સપ્ટેમ્બરમાં, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં અનુભવાતી તીવ્ર આયાતી ફુગાવાનું દબાણ ઓછું થઈ ગયું છે, પરંતુ ખાદ્ય અને ઉર્જા વસ્તુઓ (acute imported inflation) પર દબાણ હજુ પણ અકબંધ છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર