Home /News /business /Inflation in India : પેટ્રોલ અને ડીઝલના જંગી વધારાને કારણે માર્ચમાં મોંઘવારીએ માજા મુકી, 17 મહિનાની ટોચે પહોંચી

Inflation in India : પેટ્રોલ અને ડીઝલના જંગી વધારાને કારણે માર્ચમાં મોંઘવારીએ માજા મુકી, 17 મહિનાની ટોચે પહોંચી

Inflation in India : મંગળવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત રિટેલ ફુગાવો માર્ચમાં વધીને 6.95 ટકા થયો હતો. છૂટક મોંઘવારીનો આ આંકડો 17 મહિનામાં સૌથી વધુ છે.

Inflation in India : મંગળવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત રિટેલ ફુગાવો માર્ચમાં વધીને 6.95 ટકા થયો હતો. છૂટક મોંઘવારીનો આ આંકડો 17 મહિનામાં સૌથી વધુ છે.

Inflation in India : પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી (Assembly elections) બાદ પેટ્રોલ-ડીઝલ (Petrol diesel), રાંધણગેસ, સીએનજી (CNG), પીએનજી (PNG)ના ભાવ વધારાને લઈને જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, જે મોંઘવારી ભડકાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે આખરે સાચી સાબિત થઈ છે. ખાદ્યપદાર્થોથી માંડીને ફળો અને શાકભાજી, પગરખાં અને ચપ્પલ, કપડાં બધું મોંઘું થઈ ગયું છે. આ જ કારણ છે કે માર્ચ 2022માં છૂટક ફુગાવો વધીને 17 મહિનાની ટોચે પહોંચ્યો હતો.

આ સતત ત્રીજો મહિનો છે જ્યારે છૂટક ફુગાવો 6 ટકાથી ઉપર રહ્યો છે. રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે તેની પ્રથમ નાણાકીય નીતિ જાહેર કરતી વખતે, ગયા અઠવાડિયે ફુગાવાના અનુમાનને પ્રથમ ક્વાર્ટરમાં 6.3 ટકા, બીજામાં 5 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5.4 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.1 ટકા કર્યો હતો.

છૂટક ફુગાવો 6.95 ટકા રહ્યો

મંગળવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત રિટેલ ફુગાવો માર્ચમાં વધીને 6.95 ટકા થયો હતો. છૂટક મોંઘવારીનો આ આંકડો 17 મહિનામાં સૌથી વધુ છે. ફેબ્રુઆરી 2022માં આ દર 6.07 ટકા અને જાન્યુઆરીમાં 6.01 ટકા નોંધાયો હતો. માર્ચ 2021માં છૂટક ફુગાવો 5.52 ટકા હતો. માર્ચ 2022માં ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો 5.85 ટકાથી વધીને 7.68 ટકા થયો હતો.

સરકારી આંકડાઓ અનુસાર માર્ચ મહિનામાં શહેરી વિસ્તારોમાં મોંઘવારી દરમાં જબરદસ્ત વધારો થયો છે. ફેબ્રુઆરીમાં શહેરી વિસ્તારોમાં છૂટક ફુગાવો 5.75 ટકા હતો, જે માર્ચમાં વધીને 7.66 ટકા થયો હતો. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ મહિને છૂટક મોંઘવારી દર 6.12 ટકા હતો.

આ પણ વાંચોPost Office Savings Scheme: પોસ્ટ ઓફિસની TD, MIS, SCSC ખાતાધારકો માટે આ કામ જરૂરી, જાણો વિગત

લોન મોંઘી થવાની સંભાવના છે

માર્ચમાં છૂટક ફુગાવો આ સ્તરે પહોંચ્યા બાદ પણ તેમાં વધારો થવાની શક્યતા નકારી શકાતી નથી. એપ્રિલમાં પણ પેટ્રોલ-ડીઝલ અને નેચરલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જ્યારે એપ્રિલના આંકડા મે મહિનામાં આવે છે, ત્યારે વધારો જોવા મળી શકે છે. તેનાથી તમામ પ્રકારની લોન મોંઘી થવાની શક્યતા વધી ગઈ છે. એટલે કે, સસ્તી લોનનો યુગ આવતા મહિનામાં સમાપ્ત થઈ શકે છે કારણ કે રિઝર્વ બેંકને ફુગાવાને કાબૂમાં લેવા માટે રેપો રેટ વધારવાની ફરજ પડશે. લોનનો વ્યાજ દર રેપો રેટ દ્વારા નક્કી કરવામાં આવે છે.
First published:

Tags: Business news, Business news in gujarati, India economy, Inflation, Inflation allowance, Retail inflation, મોંઘવારી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો