Home /News /business /મોંઘવારીમાં હમણાં રાહત નહીં મળે, RBI કહ્યું તે જાણી આ પ્રમાણે પ્લાન કરજો

મોંઘવારીમાં હમણાં રાહત નહીં મળે, RBI કહ્યું તે જાણી આ પ્રમાણે પ્લાન કરજો

ભારતમાં મોંઘવારી દીવાળી પણ બગાડી શકે છે. RBIના રિપોર્ટથી આંચકો લાગ્યો

Inflation in india: આરબીઆઈએ મોનિટરી પોલિસી સપ્ટેમ્બર 2022માં કહ્યું કે યોગ્ય ચોમાસું અને વૈશ્વિક સપ્લાય ચેન ફરી શરું થતાં ભારતમાં મોંઘવારી ઘટશે જોકે આ માટે સામાન્ય માણસે હજુ પણ 1થી વધુ વર્ષ માટે રાહ જોવી પડી શકે છે. એટલે કે સ્પષ્ટ છે કે આ વર્ષે દીવાળી સહિતના તહેવારો મોંઘવારી વચ્ચે પિસાતા કાઢવા પડી શકે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ સતત ઊંચો ફુગાવો ચાલુ રહેવો એટલે કે મોંઘવારી સતત ઊંચા સ્તરે રહેવી તે ભારતીય રિઝર્વ બેંક (RBI) માટે એક મહત્વપૂર્ણ નીતિ વિષયક ચિંતા છે, પરંતુ પૂરતા વરસાદ અને વૈશ્વિક સપ્લાય ચેનની સમસ્યાઓઓ હળવી થવાને કારણે આગામી નાણાકીય વર્ષ 2023-24માં દબાણ હળવું થવાની સંભાવના છે. આરબીઆઈના એક રિપોર્ટમાં આ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચોઃ દશેરા, દિવાળી સમયે શરું કરો સુપરહિટ બિઝનેસ, જલ્દી બનાવી શકે લખપતિ

   ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારી 6.7 ટકા રહી શકે


  આરબીઆઈના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2023થી શરૂ થતા આગામી નાણાકીય વર્ષમાં રિટેલ મોંઘવારી નિયંત્રણમાં આવશે અને તેનું સ્તર 5.2 ટકા રહેવાની આશા છે. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં તે 6.7 ટકા રહેવાનો અંદાજ છે.

  આ પણ વાંચોઃ એક સમયે રુપિયા ઉધારમાં શોધવા નીકળતા, આજે તુલસીની ખેતીથી કરે છે લાખોમાં કમાણી

  ચોમાસું સારું રહેતા સ્થિતિ સારી


  'મોનેટરી પોલિસી રિપોર્ટ સપ્ટેમ્બર 2022'માં RBIએ જણાવ્યું હતું કે, "સારું ચોમાસું, સપ્લાય ચેનમાં સતત વિક્ષેપો દૂર થવા અને અન્ય કોઈ બાહ્ય કે નીતિગત આંચકા ન લાગે તેવા સંજોગોમાં નાણાકીય વર્ષ 2023-24માં ફુગાવો સરેરાશ 5.2 ટકા રહેશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હબતું."

  એપ્રિલમાં ફુગાવો 7.8 ટકાના ઓલ ટાઈમ હાઈ પર


  જાન્યુઆરી 2022 થી મોંઘવારીનું સ્તર આરબીઆઈની સંતોષકારક ઉપલી મર્યાદા (6 ટકા)થી ઉપર રહ્યું છે. એપ્રિલમાં ફુગાવો 7.8 ટકાના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યો હતો, જો કે તે પછીથી ઘટવાનું શરૂ થયું હતું, તેમ છતાં તે અસ્વીકાર્ય ઉચ્ચ સ્તરથી ઘણો ઉપર રહે છે.


  મોંઘવારીને નાથવા RBIએ રેપો રેટ કર્યો વધારો


  ફુગાવાને કાબૂમાં રાખવા માટે આરબીઆઈએ શુક્રવારે પોલિસી રેટ રેપોમાં 0.5 ટકાનો વધારો કરીને 5.9 ટકા કર્યો છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2022-23 માટે ફુગાવાના અનુમાનને 6.7 ટકા પર જાળવી રાખ્યું છે. બીજા અર્ધવાર્ષિક ગાળામાં તે 6 ટકાની આસપાસ રહેવાની ધારણા છે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Inflation, આરબીઆઇ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन