જાન્યુઆરીમાં GDP વિકાસ દરના આંકડાથી અર્થવ્યવસ્થાને લઈને સારા સંકેત મળ્યા : વિત્ત મંત્રી

જાન્યુઆરીમાં GDP વિકાસ દર આંકડાથી અર્થવ્યવસ્થાને લઈને સારા સંકેત મળ્યા : વિત્ત મંત્રી

વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે આ વાત કોર્પોરેટર સેક્ટરમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સીએનબીસી ટીવી18 ઇન્ડિયા બિઝનેસ લીડર્સમાં કહી

 • Share this:
  નવી દિલ્હી : વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ ( Nirmala Sitharaman)નું કહેવું છે કે જાન્યુઆરીના જીડીપી વિકાસ દરના આંકડાથી અર્થવ્યવસ્થાને લઈને સારા સંકેત મળ્યા છે. જ્યારે ઇન્ડસ્ટ્રી પાસે તક હોય છે ત્યારે સરકાર મદદ કરે છે. તેમણે કહ્યું હતું કે આ ત્યારે આસાન થઈ જાય છે જ્યારે ઇન્ડસ્ટ્રી તરફથી બતાવવામાં આવે કે તેમને કેવા પ્રકારની મદદ જોઈએ અને કેવી રીતે કરી શકાય છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે આ વાત કોર્પોરેટર સેક્ટરમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સીએનબીસી ટીવી18 ઇન્ડિયા બિઝનેસ લીડર્સમાં કહી હતી.

  તમને જણાવી દઈએ તે વર્તમાન વિત્ત વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બરમાં દેશનો આર્થિક જીડીપી વિકાસ દર (India GDP Growth At 4.7% In Q3)4.5 ટકાથી વધીને 4.7 ટકા થઈ ગયો છે. આ પહેલા જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ ઘટીને 4.5 ટકાના સ્તરે આવી ગયો હતો. એક્સપર્ટ્સનું કહેવું છે કે આર્થિક આંકડામાં સુધાર સારા સંકેત છે. જોકે તેના 5 ટકા ઉપર જવાથી ગ્રોથની પુરી પિક્ચર સ્પષ્ટ થશે.

  આ પણ વાંચો - CNBC-TV18 IBLA 2020: મુકેશ અંબાણીને લીડર ઓફ ધ ડેકેડ ઍવોર્ડથી સન્માનિત કરાયા

  વિત્ત મંત્રીએ જીડીપી આંકડા પર બોલતા કહ્યું હતું કે ત્રીજા ક્વાર્ટરના નંબરથી ખાસ આશા ન હતી. ખુશી છે કે જીડીપીની સંખ્યા અર્થવ્યવસ્થામાં સ્થિર છે.

  આ પણ વાંચો - આગામી 10 વર્ષમાં ભારત બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા : મુકેશ અંબાણી

  રોકાણ માટે ભારત સૌથી બેસ્ટ સ્થાન - વિત્ત મંત્રીએ કહ્યું હતું કે G-20 બેઠકમાં ઘણા મોટા ઇન્વેસ્ટર્સ સાથે મુલાકાત થઈ હતી. આ બધા ભારતમાં પૈસા લગાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ભારતમાં ગ્રોથની અપાર સંભાવના છે. ભારતમાં જે રોકાણ કરવા ઇચ્છે છે તેના માટે બેંક તૈયાર છે. જોકે આ પહેલા આપણે પોતાની વર્તમાન સમસ્યાઓથી નિપટવું પડશે. જલ્દી એનપીએ પર કાબુ મેળવવો પડશે.
  Published by:Ashish Goyal
  First published: