Home /News /business /Cyrus Mistry Accident: ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન

Cyrus Mistry Accident: ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન

Cyrus Mistry Death: ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર પાસે મુંબઈ અમદાવાદ હાઈવે પર ડિવાઇડર સાથે કાર અથડતા મોત થયાના અહેવાલ સાંપડી રહ્યા છે.

Cyrus Mistry Death: ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર પાસે મુંબઈ અમદાવાદ હાઈવે પર ડિવાઇડર સાથે કાર અથડતા મોત થયાના અહેવાલ સાંપડી રહ્યા છે.

    મુંબઈઃ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીની કારને અમદાવાદ મુંબઈ હાઈવે પર પાલઘર પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તેમાં સાયર મિસ્ત્રીનું નિધન થયું છે. આ અંગે પાલઘર જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ એક્સિડેન્ટ પછી સાયરસ મિસ્ત્રીનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું.

    Cyrus Mistry Road Accident: અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચા બોલી ગયા, જુઓ સ્થળ પરનો પહેલો વીડિયો

    પ્રાપ્ત થતા અહેવાલ મુજબ આજે બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ સાયરસ મિસ્ત્રી કાર દ્વારા અમદાવાદથી મુંબઈ તરફ આવી રહ્યા હતા. આ સમયે આ દુર્ઘટના ઘટી હતી. તેઓ પોતાની મર્સિડિઝ ગાડીમાં પ્રવાસ કરી રહ્યા હતા. ડિવાડરમાં કાર અથડાયા બાદ આ અકસ્માત થયો હોવાની માહિતી મળી રહી છે. નેશનલ હાઈવે પર પાલઘર નજીક સૂર્યા નદી પર આ અકસ્માત થયો હતો. આ અકસ્માત સમયે તેમના ડ્રાઈવર સહિત કારમાં ત્રણ વ્યક્તિ હતા. જે પૈકી ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    અત્રે નોંધનીય છે કે સાયરસ મિસ્ત્રી 2012થી 2016 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહ્યા હતા. તેઓ ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન હતા અને તેમને 2016માં તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેઓ રતન ટાટાએ નિવૃત્તિ લીધા બાદ ચેરમેન બન્યા હતા.

    જુઓ ઘટનાનો વીડિયો



    પાલઘરના પોલિસ અધીક્ષક બાલાસાહેબે જણાવ્યું કે, 'મિસ્ત્રી જે કારમાં સવાર હતા તેનો નંબર MH-47-AB-6705 હતો. આ અસ્માત બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ મુંબઈ હાઈવે પર સૂર્ય નદીના પુલ પર થયો હતો. આ ઘટનામાં સાયરસ મિસ્ત્રી અને તેમના ડ્રાઈવરનું મોત થયું છે જ્યારે કારમાં સવાર અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.'

    સાયરસ મિસ્ત્રીના અવસાન પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અનેક લોકોએ શ્રદ્ધાંજલી આપી છે. ગડકરીએ લખ્યું કે મહારાષ્ટ્ર પાસે પાલઘર નજીક એક રોડ અકસ્માતમાં ટાટા સંસના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું દુર્ભાગ્યપૂર્ણ નિધન જાણીને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવારના સદસ્યો પ્રતિ હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Road accident, Tata group

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन