અર્થવ્યવસ્થાને ઝટકો! ઔદ્યોગિક ઉત્પાદન દર 17 મહિનામાં સૌથી ઓછો

News18 Gujarati
Updated: January 15, 2019, 3:21 PM IST
અર્થવ્યવસ્થાને ઝટકો! ઔદ્યોગિક ઉત્પાદન દર 17 મહિનામાં સૌથી ઓછો
પ્રતિકાત્મક તસવીર

ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક(આઈઆઈપી)નું તમામ દેશની અર્થ વ્યવસ્થામાં મહત્વનું હોય છે. આનાથી ખબર પડે છે કે, તે દેશની અર્થવ્યવસ્થામાં ઔદ્યોગિક વૃદ્ધિ કેવી ગતિથી ચાલી રહી છે

  • Share this:
ઔદ્યોગિક ઉત્પાદનના મોર્ચા પર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. નવેમ્બર મહિનામાં આઈઆઈપી ગ્રોથ ઘટીને 0.50 ટકા પર આવી ગયો છે. કેન્દ્રીય સાંખ્યિક કાર્યાલય (સીએસઓ) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આઈઆઈપીનો વૃદ્ધિ દરનું આ 17 મહિનાનું સૌથી નીચુ સ્તર છે. વિનિર્માણ ક્ષેત્ર વિશેષરૂપથી ઉપભોક્તા અને પંજીગત સામાન ક્ષેત્રનું ઉત્પાદન ઘટવાથી આઈઆઈપીનો વૃદ્ધિ દર ઘણો નીચો આવી ગયો છે. એક વર્ષ પહેલા નવેમ્બર, 2017માં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિદર 8.5 ટકા રહ્યો હતો. આમાં પહેલા જૂન, 2017માં ઔદ્યોગિક ઉત્પાદન 0.3 ટકા ઘટ્યો હતો. ઓક્ટોબર 2018ઉત્પાદન વૃદ્ધિદર સંશોધિત થઈને 8.1 થી 8.4 ટકા થઈ ગયો છે.

ઓક્ટોબરમાં ડબલ થઈ ગઈ હતો આઈઆઈપી ગ્રોથ
- માસિક આધાર પર ઓક્ટોબરમાં ઈલેક્ટ્રીસિટી સેક્ટરનો ગ્રોથ 8.2 ટકાથી વધીને 8.10 ટકા પર પહોંચી ગયો હતો

- માઈનીંગ સેક્ટરનો ગ્રોથ 0.2 ટકાથી વધીને 7 ટકા પર પહોંચી ગયો હતો.
- મેન્યુફેક્ચરિંગનો ગ્રોથ 4.6 ટકાથી વધીને 7.9 ટકા પર આવી ગયો હતો.
- પ્રાઈમરી ગુડ્સનો ગ્રોથ પણ 2.6 ટકાથી વધીને 6 ટકાના સ્તર પર પહોંચી ગયો હતો.
Loading...

શું હોય છે આઈઆઈપી
ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક(આઈઆઈપી)નું તમામ દેશની અર્થ વ્યવસ્થામાં મહત્વનું હોય છે. આનાથી ખબર પડે છે કે, તે દેશની અર્થવ્યવસ્થામાં ઔદ્યોગિક વૃદ્ધિ કેવી ગતિથી ચાલી રહી છે. આઈઆઈપીના અનુમાન માટે 15 એજન્સિઓ પાસેથી આંકડા ભેગા કરવામાં આવે છે. આમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન, ઈન્ડિયન બ્યૂરો ઓફ માઈન્સ, સેન્ટ્રલ સ્ટેટિકલ ઓર્ગેનાઈઝેશન અને સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી સામેલ છે.

સાંખ્યિક મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા માનક અનુસાર, કોઈ ઉત્પાદનને આમાં સામેલ કરવા માટે પ્રમુખ શરતો છે કે વસ્તુ કે ઉત્પાદનના સ્તર પર તેના ઉત્પાદનનું કુલ મૂલ્ય ઓછામાં ઓછુ 80 કરોડ રૂપિયા હોવું જોઈએ. આ સિવાય એવી શરત પણ છે કે, વસ્તુ કે ઉત્પાદનના માસિક આંકડા સળંગ ઉપલબ્ધ હોવા જોઈએ.

ઈન્ડેક્સમાં સામેલ વસ્તુઓને ત્રણ સમૂહો-માઈનિંગ, મેન્યુફેક્ચરિંગ અને ઈલેક્ટ્રિસિટીમાં વહેંચવામાં આવે છે. પછી તેને બેસિક ગુડ્સ, કેપિટલ ગુડ્સ, ઈન્ટરમિડિએટ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ અને કન્ઝ્યૂમર નોન-ડ્યૂરેબલ્સ જેવી ઉપ-શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...