Home /News /business /IndusInd Bankના શેરમાં કડાકો, બેંકની સ્પષ્ટતા છતાં રોકાણકારોને ભરોસો નહીં, જાણો આખો મામલો

IndusInd Bankના શેરમાં કડાકો, બેંકની સ્પષ્ટતા છતાં રોકાણકારોને ભરોસો નહીં, જાણો આખો મામલો

ઇન્ડસઇન્ડ બેંક શેર

IndusInd Bank share price: બેંક તરફથી કહેવામાં આવ્યું કે, "મે 2021માં ટેક્નિકલ ખામીને કારણે 84,000 લોન ગ્રાહકોની સમંતિ વગર જ ડિસ્બર્સ થઈ ગઈ હતી.

મુંબઈ. IndusInd Bank share price: સોમવારે શેર બજાર ખુલતાની સાથે જ IndusInd Bankનો શેર 10%થી વધારે તૂટ્યો હતો. સવારે 10.50 વાગ્યે IndusInd Bankનો શેર 10.85% ઘટાડા સાથે 1060.05 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. IndusInd Bankનો શેર તૂટવા પાછળનું કારણ વ્હિસલબ્લોઅરનો દાવો છે. વ્હિસલબ્લોઅરે દાવો કર્યો છે કે ઇન્ડસઇન્ડ બેંકે ગ્રાહકોની મંજૂરી વગર 84,000 લોન વેચી દીધી છે. જોકે, આ મામલે રવિવારે IndusInd Bankના મેનેજમેન્ટે સ્પષ્ટતા આપી છે. જોકે, બેંકની સ્પષ્ટતા છતાં બેંકનો શેર તૂટ્યો છે.

જાણો શું છે આખો મામલો?

શુક્રવારે એટલે કે પાંચમી નવેમ્બરના રોજ એવા સમાચાર આવ્યા હતા કે કોઈ અજાણ્યા વ્હિસલબ્લોઅરે બેંક મેનેજમેન્ટ અને RBIને BFIL અંગે જાણકારી આપી હતી કે, કંપનીએ ગ્રાહકોની સંમતિ વગર 'સદાબહાર' લોન વેચી દીધી છે. વ્હિસલબ્લોઅરનો દાવો છે કે બેંકના વર્તમાન ગ્રાહકો જેઓ લોન નથી ચૂકવી શક્યા તેમને પણ લોન આપવામાં આવી રહી છે.

જોકે, આ અંગે બેંક તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે છેલ્લા બે દિવસથી ફીલ્ડ સ્ટાફે આ અંગે જાણકારી આપી હતી. આ ટેક્નિકલ ખામીને દૂર કરવામાં આવી રહી છે.

આ અંગે ઇન્ડસઇન્ડ બેંકના એક અધિકારીએ જાણકારી આપી કે, "સદાબહાર લોનના આરોપ પાયાવિહોણા છે. તમામ લોન BFIL તરપથી આપવામાં આવી છે અને તેને મેનેજ કરવામાં આવી છે. જેમાં કોવિડ-19ની પહેલી અને બીજી લહેર દરમિયાન આપવામાં આવેલી લોન પણ સામેલ છે." ઉલ્લેખનીય છે કે BFILએ Indusind Bankની માઇક્રોલેન્ડિંગ ફોક્સ્ડ સબ્સિડિયરી છે.

આ પણ વાંચો: Nykaa આઈપીઓ: શેરની ફાળવણી આજે, તમારા ખાતામાં શેર જમા થયા કે નહીં તે આ રીતે તપાસો 

Indusind Bank તરફથી કહેવામાં આવ્યું કે, "મે 2021માં ટેક્નિકલ ખામીને કારણે 84,000 લોન ગ્રાહકોની સમંતિ વગર જ ડિસ્બર્સ થઈ ગઈ હતી. બેંકે વધુમાં જણાવ્યું કે, કોરોનાવાયરસ સંક્રમણ, કન્ટેનમેન્ટ ઝોન, ગ્રામ્ય તેમજ પંચાયત સ્તર પર પ્રતિબંધોને કારણે અમુક લોન કેશમાં ડિસ્બર્સ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Paytm IPO: દેશનો સૌથી મોટો આઈપીઓ ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ? જાણો નિષ્ણાતોએ શું સલાહ આપી 

સપ્ટેમ્બર 2021ના અંત સુધી આ 84,000 ગ્રાહકોમાંથી 26,073 એક્ટિવ હતા. જેમની પાસેથી 34 કરોડ રૂપિયા લેવાના બાકી હતા. જે સપ્ટેમ્બર ત્રિમાસિક લોન પોર્ટફોલિયોનો 0.12% હિસ્સા બરાબર છે.
First published:

Tags: Bank, Investment, Share market, Stock tips

विज्ञापन