Home /News /business /

Ban on palm oil export: સાબુ, શેમ્પૂ, બિસ્કિટના ભાવમાં થશે વધારો, ઇન્ડોનેશિયાએ નિકાસ પર અંકુશ મુકતા માસિક બજેટને થશે અસર

Ban on palm oil export: સાબુ, શેમ્પૂ, બિસ્કિટના ભાવમાં થશે વધારો, ઇન્ડોનેશિયાએ નિકાસ પર અંકુશ મુકતા માસિક બજેટને થશે અસર

સાબુ, શેમ્પૂ, બિસ્કિટના ભાવમાં થશે વધારો

ભારત (India) ખાદ્ય તેલ (Edible oil) નો વિશ્વનો સૌથી મોટો આયાતકાર છે અને તેમાં પણ પામ તેલ (Palm oil) અને સોયાબીન તેલ (Soybean oil) ની આયાતમાં ભારત મોખરે છે. ભારત દર વર્ષે 13.5 મિલિયન ટન ખાદ્ય તેલની આયાત (india Edible oil imports) કરે છે. તેમાંથી 8-8.5 મિલિયન ટન (લગભગ 63 ટકા) પામ તેલ છે.

વધુ જુઓ ...
  ઈન્ડોનેશિયા (Indonesia) ના પામ ઓઈલ (palm oil)ની નિકાસ પરના પ્રતિબંધ (Indonesia’s ban on palm oil export)ને કારણે ફરી એકવાર ભારતમાં ખાદ્યતેલ અને પેકેજ્ડ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની સંભાવના છે. પામ તેલનો ઉપયોગ સાબુ, શેમ્પૂ, નૂડલ્સ અને બિસ્કિટથી લઈને ચોકલેટ સુધીના પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે અને વિવિધ ઉદ્યોગો માટે કાચા માલ તરીકે કરવામાં આવે છે. પામ ઓઈલ (palm oil)ના પુરવઠામાં અછત તેના ભાવમાં વધારો કરશે. જેથી આ ઉત્પાદનોની ઈનપુટ કિંમતમાં વધારો કરશે અને તેથી ભાવમાં વધારો જોવા મળશે.

  ભારત ખાદ્ય તેલનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર છે અને તેમાં પણ પામ તેલ અને સોયાબીન તેલની આયાતમાં ભારત મોખરે છે. ભારત દર વર્ષે 13.5 મિલિયન ટન ખાદ્ય તેલની આયાત કરે છે. તેમાંથી 8-8.5 મિલિયન ટન (લગભગ 63 ટકા) પામ તેલ છે. લગભગ 45 ટકા પામ તેલ ઇન્ડોનેશિયા અને બાકીનું પડોશી દેશ મલેશિયામાંથી આવે છે. ભારત દર વર્ષે ઇન્ડોનેશિયાથી આશરે 4 મિલિયન ટન પામ ઓઇલની આયાત કરે છે.

  આ પ્રતિબંધની જાહેરાત ગયા શુક્રવારે (22 એપ્રિલ) કરવામાં આવી હતી અને આગામી મહિનાઓમાં અછતની આશંકાથી આગામી સપ્તાહના અંતે પામ તેલના ભાવ લગભગ 5 ટકા વધ્યા હતા.

  આ બાબતે સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના હેડ સંતોષ મીણાએ જણાવ્યું હતું કે, પામ તેલ અને તેના ડેરિવેટિવ્ઝનો ઉપયોગ સાબુ, શેમ્પૂ, બિસ્કિટ અને નૂડલ્સ જેવા રોજિંદા વપરાશ માટેના અનેક સામાનના ઉત્પાદનમાં થાય છે. આ HUL, નેસ્લે, બ્રિટાનિયા, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ, મેરિકો લિમિટેડ, વગેરે જેવી FMCG કંપનીઓને નકારાત્મક રીતે અસર કરશે. ઊંચા ભાવ પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ ઉત્પાદકો, સાબુના ઉત્પાદકો પાસે કિંમતો વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં અને આ વધતી કિંમતો તેમના જથ્થાને અસર કરશે.

  પ્રતિબંધ પછીના પડકારો અંગે પાર્લે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે કહ્યું છે કે, તે માત્ર ફૂડ કંપનીઓ માટે જ નહીં પરંતુ એફએમસીજી (ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) ફર્મ્સ માટે છે કારણ કે ફૂડ ફર્મ્સ ઉપરાંત સાબુનું ઉત્પાદન કરતી ઘણી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. જેના કારણે આ બાબત ખૂબ જ પડકારજનક રહેશે.

  એક અહેવાલમાં બ્રોકરેજ ફર્મ જેફરીઝના વિશ્લેષકોએ જણાવ્યું છે કે, આ પ્રતિબંધ દબાણમાં વધારો કરશે અને HUL, GCPL, બ્રિટાનિયા અને નેસ્લે માટે મુખ્ય ચિંતા બની જશે. કોમોડિટી કન્સલ્ટન્સી LMC ઇન્ટરનેશનલના ચેરમેન જેમ્સ ફ્રાયને ટાંકીને બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે કે, ઇન્ડોનેશિયાનો નિર્ણય માત્ર પામ ઓઇલની ઉપલબ્ધતાને જ નહીં પરંતુ વિશ્વભરમાં વનસ્પતિ તેલને અસર કરે છે.

  સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (Solvent Extractors Association of India, SEA)ના પ્રમુખ અતુલ ચતુર્વેદીએ આ પગલાને અણધાર્યુ ગણાવ્યું છે અને કહ્યું છે કે પ્રતિબંધથી ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે ગ્રાહકોને નુકસાન થશે. આનાથી આપણા સ્થાનિક બજારમાં ગંભીર અસર પડશે કારણ કે પામ ઓઈલની કુલ આયાતમાંથી અડધી આયાત ઈન્ડોનેશિયાથી થાય છે અને આ ખાલી જગ્યાને કોઈ ભરી શકશે નહીં.

  TOIના અહેવાલ મુજબ ક્રિસિલ રિસર્ચ ડિરેક્ટર પુષણ શર્માએ જણાવ્યું હતું કે, જ્યારે ઇન્ડોનેશિયા દ્વારા RBD ઓલિયન પર પ્રતિબંધ મૂકવાનું આ પગલું ટૂંકા ગાળાના ભાવની અસ્થિરતા પેદા કરી શકે છે. દેશમાં ક્રૂડ પામ ઓઇલની આયાતનો હિસ્સો વધારશે જે ભારતીય ખાદ્ય તેલ રિફાઇનર્સ માટે અનુકૂળ રહેશે. ભારત સરકાર સ્થાનિક રિફાઈનિંગ ઉદ્યોગને ટેકો આપવા માટે રિફાઈન્ડ તેલને બદલે ક્રૂડ પામ ઓઈલની આયાતને વધુ ભાર આપે છે. તેથી ક્રૂડ અને રિફાઈન્ડ ઓઈલ વચ્ચે ડ્યુટી ડિફરન્સિયલ પણ 8.25 ટકા રાખવામાં આવે છે..

  ઇન્ડોનેશિયા વિશ્વમાં પામ તેલ (palm oil)નું સૌથી મોટું ઉત્પાદક છે, તેણે સ્પષ્ટ કર્યું કે ગયા અઠવાડિયાના અંતમાં જાહેર કરાયેલ નિકાસ પ્રતિબંધ (export ban) ક્રૂડ પામ ઓઇલ પર લાગુ થશે નહીં. તે માત્ર રિફાઇન્ડ, બ્લીચ્ડ, ડિઓડોરાઇઝ્ડ (RBD) પામ ઓલિનને આવરી લેશે.

  આ પણ વાંચોBusiness Idea : ખૂબ જ ઓછા ખર્ચે શરૂ કરો આ વ્યવસાય, માંગ ઘટવાની કોઈ ચિંતા નહીં, નફો જબરદસ્ત છે!

  કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (Consumer Price Index, CPI) પર આધારિત દેશનો છૂટક ફુગાવો (retail inflation) માર્ચમાં 6.95 ટકાની 17 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જેમાં ખાદ્ય તેલોએ 19 ટકાના ઉછાળા સાથે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
  First published:

  Tags: Business news, Business news in gujarati, Indonesia, Oil prices

  આગામી સમાચાર