આમિર ખાન, દીપિકા, વિરાટ કોહલીને CAITની અપીલ, ‘ચાઇનીઝ પ્રોડક્ટસને પ્રમોટ ન કરો’

News18 Gujarati
Updated: June 18, 2020, 2:37 PM IST
આમિર ખાન, દીપિકા, વિરાટ કોહલીને CAITની અપીલ, ‘ચાઇનીઝ પ્રોડક્ટસને પ્રમોટ ન કરો’
વિરાટ કોહલી અને આમિર ખાનની ફાઇલ તસવીર

CAIT સાથે જોડાયેલા 7 કરોડ વેપારીઓએ ‘ભારતીય સન્માન-અમારું અભિયાન’ આંદોલન હેઠળ ચાઇનીઝ સામાનનો બહિષ્કાર કરવાનું કેમ્પેન શરૂ કર્યું છે

  • Share this:
નવી દિલ્હીઃ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ બૉલિવૂડના સ્ટાર્સ અને ખેલાડીઓને અપીલ કરી છે કે દેશહિતમાં ચાઇનીઝ કંપનીઓની વિજ્ઞાપન બંધ કરી દે. પૂર્વ લદાખમાં LAC પર ભારતીય સૈનિકો પર ક્રૂરતાપૂર્વક હુમલો કરવાના વિરોધમાં CAITએ ચાઇનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કારની અપીલ કરી છે.

CAIT ગુરુવારે નિવેદન જાહેર કરીને કહ્યું, ‘અમે બૉલિવૂડ અને રમત જગતને અપીલ કરીએ છીએ કે દેશહિતને ધ્યાનમાં રાખીને ચીની સામાનના બહિષ્કારમાં CAITનો સાથ આપો. અમે અપીલ કરીએ છીએ કે જે પણ સેલિબ્રિટી ચાઇનીઝ સામાનોના વિજ્ઞાપન કરી રહ્યા છે તેઓ તાત્કાલિક તેને રોકી દે.’

CAITએ કહ્યું કે, ચીની સેનાએ લદાખમાં ભારતીય સૈનિકો પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો છે. તેમાં આપણા 20 સૈનિક શહીદ થયા છે. આ કારણે દરેક ભારતીય આક્રોશથી ભરેલો છે. દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે અને દરેક ચીનને જવાબ આપવા માંગે છે, સૈન્યના માધ્યમથી ઉપરાંત આર્થિક રીતે પણ. વેપારીઓના આ સૌથી મોટા સંગઠન CAITએ કહ્યું કે, તેના સામે જોડાયેલા 7 કરોડ વેપારીઓએ ‘ભારતીય સન્માન-અમારું અભિયાન’ આંદોલન હેઠળ ચાઇનીઝ સામાનનો બહિષ્કાર કરવાનું કેમ્પેન શરૂ કર્યું છે. CAITએ ડિસેમ્બર 2021 સુધી ચીનથી આયાત 1 લાખ કરોડ રૂપિયા સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે.

CAITએ અપીલ કરી છે કે જે પણ સેલિબ્રિટી ચાઇનીઝ સામાનોના વિજ્ઞાપન કરી રહ્યા છે તેઓ તાત્કાલિક તેને રોકી દે.આ પણ વાંચો, PM મોદીએ ‘આત્મનિર્ભર ભારત’નો અર્થ સમજાવ્યો, વાંચો ભાષણની ખાસ વાતો

CAITએ કહ્યું કે આ કેમ્પેનને ઝડપ આપવા માટે અમારે બૉલિવૂડ અને રમત જગતને જોડાવવા માટે અપીલ કરી રહ્યા છીએ. અમે તે તમામ સ્ટાર્સને અપીલ કરીએ છીએ જેઓ હાલમાં ચાઇનીઝ સામાનની વિજ્ઞાપન કરી રહ્યા છે, દેશહિતમાં તેઓ આવું કરવાનું બંધ કરી દે. જોકે પૈસા કમાવવા માટે કોઈ પણ કાયદેસર કામ કરી શકાય છે અને બંધારણમાં તેની ગેરન્ટી પણ આપવામાં આવી છે, પરંતુ આવા પ્રસંગે જ્યારે માતૃભૂમિ માટે કેટલાક કામોને છોડી દેવા જોઈએ. આપણો ઈતિહાસ આવા લોકોથી ચમકદાર છે જેઓએ પોતાનાથી પહેલા દેશહિતને રાખ્યું.
પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ સૂચના મુજબ, અમે વિશેષ રૂપથી આમિર ખાન, સારા અલી ખાન, વિરાટ કોહલી, દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, બાદશાહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણબીર કપૂર, રણવીર સિંહ, સલમાન ખાન, આયુષ્માન ખુરાના, શ્રદ્ધા કપૂરને અપીલ કરીએ છીએ કે તેઓ ચાઇનીઝ પ્રોડક્ટસની વિજ્ઞાપન બંધ કરી દે. ઉલ્લેખનીય છે કે આ સ્ટાર્સ ચાઇનીઝ મોબાઇલ ફોન ઓપ્પો, શાઓમી અને રિયલમી જેવી મોબાઇલ કંપની અને બીજા ઉત્પાદનોની વિજ્ઞાપન કરે છે.

આ પણ વાંચો, પ્રવાસી શ્રમિકો માટે સરકારનો મેગા પ્લાન, PM મોદી 20 જૂને લૉન્ચ કરશે ગરીબ કલ્યાણ રોજગાર સ્કીમ

 
First published: June 18, 2020, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading