દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વચ્ચે, ઘણા મુસાફરોએ લોકડાઉનમાં ટિકિટ બુક કરાવી હતી. પણ પાછળથી તે ફ્લાઇટ્સ રદ થઇ હતી. હવે ઇન્ડિગો એરલાઇન્સે આ મામલે મોટી જાહેરાત કરી છે. કંપનીએ તે તમામ મુસાફરોના પૈસા 31 જાન્યુઆરી 2021 સુધીમાં પરત આપવાની જાહેરાત કરી છે. આ વર્ષે ફ્લાઇટ્સ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ એરલાઇન્સે રદ થયેલી ટિકિટો પર 'ક્રેડિટ શેલ' બનાવ્યું. ક્રેડિટ શેલનો ઉપયોગ જે તે પ્રવાસી દ્વારા ભાવિ મુસાફરી બુક કરવા માટે થઈ શકે છે.
એરલાઇને સોમવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે આશરે 1000 કરોડ રૂપિયાના રિફંડ સંબંધિત કામ પૂર્ણ કરી લીધું છે. મુસાફરોને પરત અપાયેલી રકમનો આ લગભગ 90 ટકા હિસ્સો છે.
ઈન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ (ફિસર (સીઈઓ) રોનજોય દત્તાએ જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે માર્ચના અંતમાં એરલાઇન્સની કામગીરી સંપૂર્ણ સ્થિર થઈ ગઈ હતી. અમારી સાથે રોકડ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હોવાથી, અમે મુસાફરોના પૈસા પાછા આપી શક્યા નહીં. આ સાથે દત્તાએ કહ્યું કે હવે કામગીરી શરૂ થયા બાદ અને હવાઈ મુસાફરીની માંગમાં ક્રમિક સુધારણા બાદ, અમારી અગ્રતા રદ થયેલ ફ્લાઇટ્સના મુસાફરોના પૈસા પાછા આપવાની છે. દત્તાએ કહ્યું, "અમે 31 જાન્યુઆરી 2021 સુધીમાં 100 ટકા ક્રેડિટ શેલ ચૂકવીશું."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર