દેશમાં સસ્તી હવાઇ મુસાફરી કરાવનાર પ્રાઇવેટ એરલાઇન્સ કંપની ઇન્ડિગોએ નવી ઓફર શરૂ કરી છે. 10 જુલાઇથી 13 જુલાઇ સુધી ચાલનાર આ સેલમાં ઇન્ડિગોની ટિકિટો 1212 રૂપિયાથી શરૂ થઇ રહી છે. અન્ય ટિકિટો પર પણ 25 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.
આ 12 લાખ સીટો 57 શહેરોમાં ટ્રાવેલ માટે છે. આ સમયે ખરીદેલ ટિકિટો પર 25 જુલાઇ 2018થી 30 માર્ચ 2019 વચ્ચે મુસાફરી કરી શકાય છે.
ઇન્ડિગોના ચીફ સ્ટ્રેટજી ઓફિસર વિલિયમ બ્લૂટરનું કહેવું છે કે ઇન્ડિગો 4 ઓગસ્ટ 2018ના રોજ પોતાના 12 વર્ષ પુર્ણ કરવા જઇ રહ્યુ છે. આ પ્રસંગે સૌથી મોટું સેલ લાવ્યાં છે. જે દ્વારા અમે પોતાના ગ્રાહકોનો આભાર માનીએ છીએ. અમારા ગ્રાહકોએ જ અમને આ સ્થાને પહોંચાડ્યા છે.
આવી રીતે મળશે અન્ય છૂ઼ટ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ક્રેડિટ કાર્ડથી ઓછામાં ઓછા 3000 રૂપિયા સુધીની ટિકિટ ખરીદો તો 5 ટકા કેશબેકનો (મહત્તમ 500 રૂ.) ફાયદો મળી શકે છે.
પ્રાઇવેટ એરલાઇન ઇન્ડિગો પોતાની 12મી એનિવર્સરીને ચાર દિવસો સુધી ખાસ અંદાજમાં ઉજવવા જઇ રહ્યું છે. આ દરમિયાન ઇન્ડિગોની 12 લાખ સીટો સસ્તી થવા જઇ રહી છે. જેની શરૂઆત આજથી થઇ રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર