Indigoએ શરૂ કરી સ્પેશિયલ સર્વિસ, માત્ર રૂ.325માં એરપોર્ટથી ઘર સુધી પહોંચાડશે સામાન

ઇન્ડિગો દ્વારા નવી સેવા શરૂ

ઈન્ડિગોની આ વિશેષ સર્વિસ હાલમાં બેંગ્લોર, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈ માટે શરૂ કરવામાં આવી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે, ગ્રાહકનો સામાન સુરક્ષિત રીતે પિક અપ કરવામાં આવે છે અને ગંતવ્ય સ્થળ પર લઈ જવામાં આવે છે.

  • Share this:
    ક્યાંય ફરવા જવું હોય અથવા બિઝનેસના કામ માટે બહાર જવાનું હોય ત્યારે અમુક જરૂરી સમાન તો સાથે લેવો જ પડે છે. આ ઉપરાંત પોર્ટરનો અલગ ખર્ચો થાય છે. ઘરેથી સામાન એરપોર્ટ (Airport) લાવવો અને ત્યારબાદ બોર્ડિંગ કરાવીને કન્વેયર બેલ્ટ પર રાહ જોવી પણ માથાનો દુ:ખાવો છે. આ તમામ ઝંઝટથી રાહત આપવા માટે ઈન્ડિગો (Indigo)એ ખાસ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ હેઠળ તમારો સામાન તમે ઘરેથી જ્યાં જઈ રહ્યા છો, ત્યાં સુધી પહોંચાડી દેવામાં આવશે.

    ઈન્ડિગોએ (Indigo) જણાવ્યું કે, તેઓ ડોર-ટુ-ડોર બેગેજ ટ્રાન્સફર સર્વિસ શરૂ કરી રહ્યા છે. મુસાફરી જ્યાંથી શરૂ થઈ રહી છે, ત્યાંથી સામાન સુરક્ષિત રીતે પિક અપ કરીને, તમારા ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડી દેવામાં આવશે.

    કયા શહેરોમાં આ સુવિધા શરૂ થશે

    ઈન્ડિગોની આ વિશેષ સર્વિસ હાલમાં બેંગ્લોર, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈ માટે શરૂ કરવામાં આવી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે, ગ્રાહકનો સામાન સુરક્ષિત રીતે પિક અપ કરવામાં આવે છે અને ગંતવ્ય સ્થળ પર લઈ જવામાં આવે છે.

    કેટલા પૈસા ચૂકવવાના રહેશે

    આ સર્વિસ માટે યાત્રીઓએ માત્ર 325 રૂપિયા ચૂકવવા પડશે. આ સર્વિસનું નામ 6ઈબેગપોર્ટ (6EBagport) છે, જેની મદદથી ગ્રાહકો ફ્લાઈટ ટેક ઓફ થયાના 24 કલાક પહેલા બેગેજ સેવાનો લાભ લઈ શકે છે. આ સર્વિસ માટે, કંપની કાર્ટરપોર્ટર (CarterPorter) સાથે પાર્ટનરશીપ કરશે.

    ઈન્ડિગોએ અનેક રૂટ પર ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરી

    • ઈન્ડિગોએ 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરથી દિલ્હી પટના, પટના દિલ્હી, પટના મુંબઈ અને પટના હૈદરાબાદ, બેંગ્લોર પટના રૂટ પર નવી ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ કરી છે.

    • ઈન્ડિગોએ 2 નવેમ્બરથી ઓડિશાના ભુવનેશ્વરથી રાજસ્થાનના જયપુર સુધી જોડતી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરી છે.

    • 31 ઓક્ટોબર, 2021થી કાનપુર અને દિલ્હી વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ છે. 1 નવેમ્બર, 2021થી કાનપુર હૈદરાબાદ, કાનપુર બેંગ્લોર અને કાનપુર મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ છે.

    First published: