આ એરલાઇન કંપનીઓએ શરૂ કર્યું ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું બુકિંગ, જૂન માટે કરી રહ્યા છે Ticket Book: રિપોર્ટ

News18 Gujarati
Updated: May 19, 2020, 11:41 AM IST
આ એરલાઇન કંપનીઓએ શરૂ કર્યું ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું બુકિંગ, જૂન માટે કરી રહ્યા છે Ticket Book: રિપોર્ટ
સૂત્રએ જણાવ્યું કે, ડોમેસ્ટિક એરલાઇન કંપનીઓએ જૂનથી પોતાની ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે

સૂત્રએ જણાવ્યું કે, ડોમેસ્ટિક એરલાઇન કંપનીઓએ જૂનથી પોતાની ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે

  • Share this:
નવી દિલ્હીઃ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન (Lockdown)ના કારણે 31 મે સુધી કોમર્શિયલ ફ્લાઇટની સેવાઓ સસ્પેન્ડ રહેવાની વચ્ચે કેટલીક એરલાઇન કંપનીઓ (Airlines Company)એ જૂનથી ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના કારણે લાગુ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન 25 માર્ચથી બંધ થયેલી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હાલ ઓછામાં ઓછી 31 મે સુધી બંધ છે અને તેનું સંચાલન શરૂ કરવાના સંબંધમાં સરકાર તરફથી કોઈ દિશા-નિર્દેશ જાહેર નથી થયા.

એક સૂત્રએ જણાવ્યું કે, ડોમેસ્ટિક એરલાઇન કંપનીઓએ જૂનથી પોતાની ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે. સંપર્ક કરતાં સ્પાઇસજેટના સૂત્રોએ જણાવ્યું કે કંપનીએ 15 જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે બુકિંગ શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો, કોરોના વચ્ચે દેશમાં કાવાસાકી બીમારીની એન્ટ્રી! ચેન્નઈમાં 8 વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણ

ઈન્ડિગો અને વિસ્તારાના સૂત્રોએ જણાવ્યું કે બંને કંપનીઓ ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું બુકિંગ કરી રહી છે. જોકે, બુકિંગ શરૂ કરવા માટે સ્પાઇસજેટ, ઇન્ડિગો, વિસ્તારા અને ગોએર તરફથી કોઈ ઓફિશિયલ ટિપ્પણી નથી આવી. સોમવારે ભારતીય હવાઈ યાત્રી એસોસિએશન (APAI)ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધાકર રેડ્ડીએ બુકિંગ શરૂ કરવા માટે કેટલીક એરલાઇન્સ કંપનીઓની ટીકા કરી છે.

તેઓએ એક ટ્વિટમાં દાવો કર્યો છે કે અમે સમજીએ છીએ કે 6E (ઈન્ડિગો), સ્પાઇસજેટ, ગોએરે એવું વિચારતા આંતરરાષ્ટ્રીય ફ્લાઇ્ટસ માટે બુકિંગ શરૂ કરી દીધું છે કે 1 જૂનથી સંચાલન શરૂ થઈ જશે. મહેરબાની કરી તેના ચક્કરમાં ન પડો. આપના પૈસા ઉધાર ખાતામાં જતા રહેશે, સારું છે કે તેને પોતાની પાસે સુરક્ષિત રાખો.

આ પણ વાંચો, હેલ્થ એક્સપર્ટની ચેતવણી છતાંય ટ્રમ્પનો ખુલાસો, રોજ લઈ રહ્યા છે મલેરિયાની દવા
First published: May 19, 2020, 11:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading