સતત 7 ત્રિમાસિક ખોટ સહન કર્યા પછી કંપની પ્રોફિટ કરી રહી છે. ઇન્ડિગોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 129.8 કરોડનો નફો નોંધાવ્યો હતો. વર્ષ 2020 ના ડિસેમ્બર ક્વાર્ટરમાં ઈન્ડિગોને 621.80 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.
ઈન્ડિગો એરલાઈન ચલાવતી ઈન્ટરગ્લોબ એવિએશનના (InterGlobe Aviation) શેરમાં 7 ફેબ્રુઆરીએ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. કંપનીનો શેર BSE પર 10% વધીને રૂ. 2152 પર ટ્રેડ થયો હતી. ડિસેમ્બર ક્વાર્ટરના પ્રભાવશાળી પરિણામો બાદ કંપનીના શેરમાં વધારો થયો છે. ઇન્ટરગ્લોબ એવિએશને ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 129.8 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. પેસેન્જર રેવન્યુમાં વધારો થવાને કારણે કંપનીને મોટો નફો થયો છે.
કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) વચ્ચે પણ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો કર્યો છે. કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 129 નફો કર્યો છે. અગાઉ, એરલાઇન સતત 7 ક્વાર્ટરમાં ખોટ સહન કરતી હતી. કોવિડ-19 મહામારી વચ્ચે નફો કરનારી તે દેશની પ્રથમ એરલાઇન છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને રૂ. 620 કરોડની ખોટ થઈ હતી.
સતત 7 ત્રિમાસિક ખોટ બાદ કંપનીને પ્રોફિટ
સતત 7 ત્રિમાસિક ખોટ સહન કર્યા પછી કંપની પ્રોફિટ કરી રહી છે. ઇન્ડિગોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 129.8 કરોડનો નફો નોંધાવ્યો હતો. વર્ષ 2020 ના ડિસેમ્બર ક્વાર્ટરમાં ઈન્ડિગોને 621.80 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.
ડિસેમ્બર 2021ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 89 ટકા વધીને રૂ. 9294.77 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તે રૂ. 4,909.98 કરોડ હતી. મનીકંટ્રોલ પોલમાં ઈન્ડિગાનું નુકસાન રૂ. 327 કરોડ હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન કંપનીનો રેવન્યુ રૂ. 8503 કરોડ થવાની આશા હતી.
મિન્ટના જણાવ્યા અનુસાર, એડલવાઇઝે (Edelweiss) ઇન્ડિગો (IndiGo )ના શેરને હોલ્ડમાંથી buy રેટિંગમાં અપગ્રેડ કર્યા છે અને તેને ખરીદવાની સલાહ આપી છે. એડલવાઇઝે ઇન્ડિગોના (IndiGo ) શેરની નવો ટાર્ગેટ પ્રાઇઝ વધારીને રૂ. 2380 કરી છે. અગાઉ તેનો ટાર્ગેટ રૂપિયા 1896 હતો.
બ્રોકરેજ ફર્મ એમ્બિટ કેપિટલે (Ambit Capital) પણ ઈન્ડિગોના ટાર્ગેટ વધારીને તેના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, રૂ. 2350 ના નવા ટાર્ગેટ સાથે તેમાં રોકાણ કરી શકાય છે. અગાઉ તેનો ટાર્ગેટ રૂપિયા 2300 હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર