દેશની સૌથી મોટી ઘરેલું એરલાઇન ઈન્ડિગોએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશના પગલે યાત્રિકોને લગભગ રૂ. 1030 કરોડનું રિફંડ ચૂકવાઈ ગયું છે.
દેશની સૌથી મોટી ઘરેલું એરલાઇન ઈન્ડિગોએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશના પગલે યાત્રિકોને લગભગ રૂ. 1030 કરોડનું રિફંડ ચૂકવાઈ ગયું છે.
કોરોના મહામારીના (corona pandemic) કારણે દેશમાં મોટા ભાગનો વ્યવહાર બંધ થઇ ગયો હતો. રોડ, ટ્રેન અને હવાઈ માર્ગે પ્રવાસ બંધ થઈ ગયો હતો. જેના પરિણામે અનેક કંપનીઓની આવક બંધ થઈ ગઈ હતી. ખાસ કરીને એરલાઇન્સ લાંબો સમય બંધ રહેતા મુશ્કેલી સર્જાઇ હતી. જોકે લોકડાઉનમાં (lockdown) ઉડ્ડયન બંધ રહેતા અનેક લોકોએ બૂક કરાવેલી ટિકિટની રકમ પણ સલવાઇ ગઇ હતી. આવી સ્થિતિમાં અત્યારે ઈન્ડિગોએ (Indigo) યાત્રિકોને રિફંડ (refund) આપવાની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી છે.
દેશની સૌથી મોટી ઘરેલું એરલાઇન ઈન્ડિગોએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશના પગલે યાત્રિકોને લગભગ રૂ. 1030 કરોડનું રિફંડ ચૂકવાઈ ગયું છે.
સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ ગયા વર્ષે કોરોના મહામારીના કારણે લાગેલા લોકડાઉનના પરિણામે જે યાત્રીકો ઉડાન ભરી શકયા નહોતા તેઓને ટિકિટના સંપૂર્ણ ટિકિટના ભરેલા રુપિયા પરત કરી દેવાના હતા.
કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ઈન્ડિગોએ 99.95 ટકા કસ્ટમ ક્રેડિટ શેલ અને રિફંડ આપવાનું કામ પૂર્ણ કરી દીધું છે, જે પેન્ડિગ હતું. તેમાં મોટાભાગની રોકડ લેવડ દેવડ છે. આ કામગીરી માટે ગ્રાહકોની બેંક ટ્રાન્સફર ડીટેલની રાહ જોવાઈ રહી છે.
સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમે આપ્યો હતો આદેશ
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે એરલાઈન્સને 24 મે 2020 સુધીની યાત્રા માટે બુક કરાયેલા ટિકિટનું ભાડું તરત પરત આપવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ ડીજીસીએ દ્વારસ 16 એપ્રિલે નોટિફિકેશન જાહેર કરાયું હતું. જેમાં એરલાઇન્સને 25 માર્ચથી 14 એપ્રિલ સુધીના લોકડાઉનના પહેલા તબક્કા દરમિયાન બૂક કરાયેલી ટિકિટની રકમ પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
તાત્કાલિક રિફંડ કરવામાં કંપની અસમર્થ હતી
ઈન્ડિગોના સીઈઓ રોનો દત્તાએ કહ્યું કે, 'કોવિડ -19ની અચાનક શરૂઆતના પરિણામે માર્ચ 2020માં લાદવામાં આવેલા લોકડાઉનનો અંત સુધી અમારા ઓપરેશન્સ સંપૂર્ણ રીતે અટકાવી દેવાયા હતા. ટિકિટના વેચાણ થકી અમારી પાસે આવનારા રોકડને અસર થઈ હતી. તેથી અમે કેન્સલ ફ્લાઇટ માટે તરત જ રિફંડ કરવામાં અસમર્થ હતા. અમને રિફંડ માટે ક્રેડિટ શેલ બનાવવું પડ્યું.
જોકે, કામગીરી ફરીથી શરૂ થતા અને હવાઈ મુસાફરીની માંગમાં સતત વધારો થવાની સાથે અમારી અગ્રતા ક્રેડિટ શેલની રકમ વહેલામાં વહેલી તકે પરત આપવાની છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર