Indigo Paintsનો IPO લાગ્યો તેને ચાંદી જ ચાંદી! છ જ દિવસમાં પૈસા ડબલ

પ્રતીકાત્મક તસવીર

Indigo Paints Share Listing: બજેટની જાહેરાતના બીજા દિવસે ઇન્ડિગો પેઇન્ટ્સનો શેર 75 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે.

  • Share this:
    મુંબઈ: Indigo Paints Share Listing: ઇન્ડિગો પેઇન્ટ્સ (Indigo Paints)નો શેર આજે બજારમાં લિસ્ટ થયો હતો. બીએસઈ પર આ શેર આશરે 75 ટકા પ્રીમિયમ સાથે 26.7.50 રૂપિયા પર લિસ્ટ થયો છે. આ વર્ષે અત્યારસુધી કુલ ત્રણ આઈપીઓ (Initial public offering) લોંચ થયા છે. જેમાંથી ઇન્ડિગો પેઇન્ટ્સ સૌથી વધારે ગણો છલકાયો હતો. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઇન્ડિગો પેઇન્ટ્સ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. ઉલ્લેખનીય છે કે 29મી જાન્યુઆરીના રોજ IRFCનો શેર લિસ્ટ થયો હતો. આ શેર ચાર ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. IRFC 2021ના વર્ષનો પ્રથમ આઈપીઓ હતો. પ્રથમ આઈપીઓ ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયા બાદ રોકાણકારોને ઇન્ડિગો પેઇન્ટ્સના આઈપીઓના લિસ્ટિંગને લઈને ચિંતા હતી.

    ઇન્ડિગો પેઇન્ટ્સનો IPO 20 જાન્યુઆરીના રોજ ખુલ્યો હતો અને 22મીએ બંધ થયો હતો. આઈપીઓની પ્રાઇસ બેન્ડ 1488-1490 હતી. રીટેલ શ્રેણીમાં કંપનીનો આઈપીઓ 15.93 ટકા ભરાયો હતો. જ્યારે HNI (High Networth Individual) હિસ્સો 263 ગણો અને QIB (Qualified Institutional Buyer) હિસ્સો 189.57 ગણો ભરાયો હતો. આ આઈપીઓમાં 300 કરોડ રૂપિયાના નવા શેર હતા. સાથે જ કંપનીના પ્રમોટર્સ અને ઇન્વેસ્ટર્સે 58.40 લાખ શેર વેચ્યા હતા.

    આ પણ વાંચો: IRFC IPO Listing: IRFCનો શેર ઇશ્યૂ પ્રાઇસથી 4% ઓછી કિંમતે થયો લિસ્ટ, રોકાણકારોએ શું કરવું?

    આ શેર છ દિવસમાં જ ઇશ્યૂ પ્રાઇસથી બે ગણાથી વધારે ભાવ પર પહોંચી ગયો હતો. એક વખત આ શેર 3,000 રૂપિયાને પાર થઈ ગયો હતો. આજે આ શેર 3,100 રૂપિયા ઉપર બંધ રહ્યો હતો.

    રોકાણકારો તરફથી મળેલા જોરદાર પ્રતિસાદથી કંપનીના સીએમડી હેમંત જલાન ગદગદ છે. તેમણે સીએનબીસી-આવાઝ સાથે ખાસ વાતચીત કરી હતી. શાનદાર લિસ્ટિંગ પર તેમણે રોકાણકારોનો આભાર માન્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે તેમને આશા હતી કે શેરનું લિસ્ટિંગ ખૂબ શાનદાર રહેશે. તેમણે જણાવ્યું હતું કે કંપનીએ નાના શહેરોમાં બિઝનેસ શરૂ કર્યો છે, હવે મોટા શહેરોમાં સ્થિતિ મજબૂત કરવા માટે ધ્યાન આપવામાં આવશે.

    આ પણ જુઓ: માનવતાની મિસાલ બની મહિલા PSI, બિનવારસી લાશને ઉઠાવીને બે કિલોમીટર ચાલી



    હેમંત જલાને જણાવ્યું હતું કે, "અમે ધીમે ધીમે મોટા શહેરો તરફ આગળ વધી રહ્યા છીએ. નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કંપનીનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. માર્ચ સુધી કંપનીના ડિલર્સની સંખ્યા વધી જશે. હાલ મેનેજમેન્ટ ડીલર્સ નેટવર્ક પર ખાસ ભાર આપી રહ્યું છે."
    Published by:Vinod Zankhaliya
    First published: