Indigo Paintsમાં રોકો નાણા અને બનો માલામાલ, જાણો કેટલો છે પ્રાઇઝ બેન્ડ

ઈન્ડિગો પેઇન્ટ્સનો IPO સબ્સક્રિપ્શન માટે 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2021 સુધી ઓપન રહેશે

ઈન્ડિગો પેઇન્ટ્સનો IPO સબ્સક્રિપ્શન માટે 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2021 સુધી ઓપન રહેશે

  • Share this:
    નવી દિલ્હીઃ વર્ષ 2021 શરૂ થવાની સાથે જ રોકાણકારોની પાસે કમાણી કરવાની બમ્પર તક આવી રહી છે. આગામી સપ્તાહથી તમે IOPમાં રોકાણ કરી શકો છો. IRFC બાદ ઈન્ડિયો પેઇન્ટ્સ (Indigo Paints) પણ IPO લાવી રહી છે. કંપની લગભગ 1000 કરોડ રૂપિયાનો IPO લાવવાની યોજના બનાવી રહી છે. કંપની તરફથી IPOનો પ્રાઇઝ બેન્ડ પણ નક્કી કરવામાં આવ્યો છે. આ IPO સબ્સક્રિપ્શન માટે 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2021 સુધી ઓપન રહેશે. તેમાં કંપની લગભગ 300 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ જાહેર કરશે.

    Indigo Paintsનો પ્રાઇઝ બેન્ડ 1480-1490 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક લૉટ 10 શૅરોનો હશે. રોકાણકારોને ઓછામાં ઓછો એક લૉટ લેવા માટે બોલી લગાવવી પડશે.

    આ પણ વાંચો, WhatsApp પોલિસી વિવાદથી Telegram થયો ફાયદો, એશિયામાં સબ્સક્રાઇબર 50 કરોડને પાર

    જાણો કંપનીનો શું છે પ્લાન

    - આઇપીઓ સબ્સક્રિપ્શન માટે 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2021 સુધી ઓપન રહેશે.
    - કંપની 300 કરોડ રૂપિયા માટે શૅર ઇશ્યૂ કરશે.
    - ઓફર ફોર સેલ ના માધ્યમથી 58.40 લાખ શૅર ઈશ્યૂ કરવામાં આવશે.
    - ઈન્ડિગો પેઇન્ટ્સના આ IPOનું મેનેજમેન્ટ મહિન્દ્રા કેપિટલ કંપની, એડલવાઇઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ICICI સિક્યુરિટીઝ કરશે.
    - કંપની IPOથી મળનારી રકમનો ઉપયોગ તમિલનાડુના પુડ્ડુકોટ્ટાઈમાં મેન્યૂફેક્ચરિંગ યૂનિટનો વિસ્તાર માટે કરશે.

    કઈ કંપની પાસે છે કેટલા શૅર્સ?

    Indigo Paintsમાં સિકોઇયા કેપિટલ અને SCI Investmentsની મોટી હિસ્સેદારી છે. સિકોઇયા કેપિટલની પાસે કંપનીના 85.34 લાખ ઇક્વિટી શૅર છે, જેમાંથી કંપની લગભગ 20 લાખ શૅર વેચશે. આ ઉપરાંત SCI Investments પણ 21.65 લાખ શૅરને વેચવાનો પ્લાન બની રહી છે. SCI Investmentsની પાસે 92.08 લાખ શૅર્સ છે.

    આ પણ વાંચો, 10 લાખ રૂપિયા કમાવાની તક! વૈષ્ણો દેવી માતાના 5-10 રૂપિયાવાળા સિક્કા કરશે માલામાલ

    ભારતની મોટી ડેકોરેટિવ પેઇન્ટ કંપની

    નોંધનીય છે કે, પુણે સ્થિત ઈન્ડિયો પેઇન્ટ્સ ઓપરેશન્લ રેવન્યૂના મામલામાં ભારતની પાંચમી સૌથી મોટી ડેકોરેટિવ પેઇન્ટ કંપની છે. ઈન્ડિયો પેઇન્ટ્સની પાસે સપ્ટેમ્બર ક્વાર્ટર સુધી 3 મેન્યૂફેક્ચરિંગ યૂનિટ હતા જે રાજસ્થાન, કેરળ અને તમિલનાડુમાં સ્થિત છે.
    Published by:Mrunal Bhojak
    First published: