999 રુપિયામાં કરો હવાઇ સફર, આ રીતે બૂક કરો સસ્તી ટિકિટ

News18 Gujarati
Updated: June 12, 2019, 11:12 AM IST
999 રુપિયામાં કરો હવાઇ સફર, આ રીતે બૂક કરો સસ્તી ટિકિટ
indigoની ધમાકેદાર ઓફર, 999 રુપિયામાં કરો હવાઇ સફર

ઈન્ડિગો સમર સેલ હેઠળ, ઘરેલુ ટિકિટ રૂ. 999 થી શરૂ થાય છે જ્યારે આંતરરાષ્ટ્રીય ટિકિટ 3,499 રૂપિયાથી શરૂ થાય છે. જાણો કે ક્યા રુટ પર કેટલામાં મળી રહી છે ટિકિટ અને ક્યા સુધી ટિકિટ બૂક કરી શકો છો.

  • Share this:
લો કોસ્ટ એરલાઇન ઈન્ડિગો (Indigo) એ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે સમર સેલની જાહેરાત કરી છે. ઈન્ડિગો સમર સેલ્સ હેઠળ, ઘરેલુ ટિકિટ ફક્ત 999 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે આંતરરાષ્ટ્રીય ટિકિટ 3,499 રૂપિયાથી શરૂ થાય છે. 11 મી જૂનના રોજ સેલ શરૂ થઈ ગયો છે અને 14 જૂન સુધી ચાલશે.

10 લાખ ટિકિટનું થશે વેચાણ

ઈન્ડિગો સમર સેલમાં તમે ટિકિટ બૂક કરો છો તમે 26 જૂનથી 28 સપ્ટેમ્બર, 2019 વચ્ચે મુસાફરી કરી શકો છો. કંપની આ ઓફરમાં લગભગ 10 લાખ ટિકિટ વેચશે.

ઓફર હેઠળ કેશબેક પણ

આ ઓફર હેઠળ, ઈન્ડિગો ઇન્ડસઇન્ડ બેન્ક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ટિકિટ ખરીદવા માટે 20% સુધી અથવા 2,000 રુપિયા સુધીનું કેશબેક ઓફર કરી રહી છે. આ કેશબેક મેળવવા માટે લઘુત્તમ ટ્રાન્ઝેક્શન મૂલ્ય રૂ. 4,000 છે.જો તમે ICICI બેંક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ટિકિટો ખરીદો છો, તો તમને 5% (રૂ. 1000 સુધી) કેશબેક મળશે. ત્યાં ઓછામાં ઓછા ટ્રાન્ઝેક્શનની મર્યાદા 6000 રુપિયા છે. જે ગ્રાહક ટિકિટ ખરીદવા માટે મોબક્વિક મોબાઇલ વૉલેટનો ઉપયોગ કરે છે તેમને 15% (800 રૂપિયા સુધી) કેશબેક આપવામાં આવશે.

ટિકિટ ભાવ

ઇન્ડિગોની વેબસાઇટ મુજબ દિલ્હીથી અમૃતસર અને દિલ્હીથી અમદાવાદની ટિકિટની શરુઆત રૂ. 1,799 થશે, જ્યારે દિલ્હીથી ભોપાલ સુધીની ટિકિટ 2,399 રૂપિયા થશે. તે જ સમયે બેંગ્લોરથી દિલ્હીની ટિકિટ રૂ. 2799 થશે. સેલમાં દિલ્હીથી અબુ ધાબી ટિકિટ રૂ. 6799 મા ઉપલબ્ધ છે.
First published: June 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading