Home /News /business /

ઈન્ડીગોએ શરૂ કરી 10 લાખ ટિકિટનો Sale, માત્ર રૂ. 999માં કરો હવાઈ સફર

ઈન્ડીગોએ શરૂ કરી 10 લાખ ટિકિટનો Sale, માત્ર રૂ. 999માં કરો હવાઈ સફર

ટૂંક સમયમાં શરૂ થશે સિંગાપોર અને બેંગકોક સુધીની ફ્લાઈટ્સ

કંપનીએ જુલાઈમાં 12 લાખ સીટોની સેલ કરી હતી. આમાં સીટોની ઓફર કિંમત 1212 રૂપિયાથી શરૂ કરવામાં આવી હતી.

    દેશની સૌથી મોટી એરલાયન્સ ઈન્ડીગોએ પોતાની 10 લાખ સીટોનું સેલ શરૂ કર્યું છે. આ અંતર્ગત ટિકિટ બુકિંગની કિંમત રૂ. 999થી શરૂ થશે.

    ઈન્ડીગોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, લિમિટેડ પ્રિયડ માટે શરૂ કરવામાં આવેલી સેલમાં એક તરફની યાત્રાનું ભાડુ 999 રૂપિયાથી શરૂ થશે. આમાં ગ્રાહક તેના નેટવર્કમાં કોઈ પણ જગ્યા પર યાત્રા કરી શકે છે. જ્યારે મોબાઈલ વાલેટ મોબિકિક દ્વારા પેમેન્ટ કરનારા ગ્રાહકોને કંપની 600 રૂપિયા સુધી એટલે કે 20 ટકા સુધીની કેશબેક પણ આપશે.

    ઈન્ડીગોની આ સેલ સોમવારે એટલે કે ત્રણ સપ્ટેમ્બરથી શરૂ થઈ ચાર દિવસ એટલે કે 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ અંતર્ગત યાત્રી 18 સપ્ટેમ્બર 2018થી 30 માર્ચ 2019 સુધી યાત્રા કરી શકે છે.

    કંપનીના મુખ્ય કોમર્શિયલ ઓફિસર વિલિયમ બોલ્ટરે કહ્યું કે, અમે ચાર દિવસની ફેસ્ટિવલ સેલ શરૂ કર્યો છે. આ ત્રણથી 6 સપ્ટેમ્બર ચાલશે. આમાં ગ્રાહક અમારા પૂરા નેટવર્ક પર ક્યાંય પણ યાત્રા કરી શકે છે. આમાં કિંમત 999 રૂપિયાથી શરૂ થશે.

    આ સેલથી કંપનીને વર્કેબલ ફંડ ભેગુ કરવામાં મદદ મળશે. કંપનીએ જુલાઈમાં 12 લાખ સીટોની સેલ કરી હતી. આમાં સીટોની ઓફર કિંમત 1212 રૂપિયાથી શરૂ કરવામાં આવી હતી.
    Published by:kiran mehta
    First published:

    આગામી સમાચાર