Home /News /business /ઉનાળાની રજાઓમાં માત્ર 999 રુપિયામાં કરો હવાઇ સફર, આ છે પ્રોસેસ

ઉનાળાની રજાઓમાં માત્ર 999 રુપિયામાં કરો હવાઇ સફર, આ છે પ્રોસેસ

ઉનાળાના વેકેશનમાં ફરવા માટે ઇન્ડિગોએ મુસાફરી માટે ધમાકેદાર ઓફર કરી છે. આ ઓફર હેઠળ સ્થાનિક રૂટ પર ટિકિટની કિંમત ફક્ત 999 રૂપિયા છે.

ઉનાળાના વેકેશનમાં ફરવા માટે ઇન્ડિગોએ મુસાફરી માટે ધમાકેદાર ઓફર કરી છે. આ ઓફર હેઠળ સ્થાનિક રૂટ પર ટિકિટની કિંમત ફક્ત 999 રૂપિયા છે.

ઓછી કિંમતી એરલાઇન ઇન્ડિગોએ ઉનાળાના વેકેશનમાં મુસાફરી કરનારા લોકો માટે એક ધમાકેદાર ઓફર કરી છે. આ ઓફર હેઠળ, સ્થાનિક રૂટ પરની ટિકિટ કિંમત ફક્ત 999 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય માર્ગો માટે ટિકિટ રૂ. 3499 થી શરૂ થાય છે સસ્તા ભાડાં ઉપરાંત એરલાઇન પ્રિ-પેઇડ એક્સેસ બેગજ અને પ્રી-પેઇડ એક્સપ્રેસ ચેક-ઇન સર્વિસ પર 30% ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ ઉપરાંત મોબિકવિકથી ટિકિટ બુકિંગ પર રૂપિયા 1,000નું કેશબેક પણ મળી રહ્યું છે. આ ઓફર નોન ટ્રાન્સફરેબલ છે. ગ્રૃપ બૂકિંગ પર આ ઓફર લાગુ નથી.

ક્યા સુધી કરો બુક ટિકિટ

ટિકિટ આવીકાલ એટલે કે 16 મે સુધી બુક કરાવી શકાય છે. સેલમાં ઘરેલુ રૂટ પરના ભાડાંમાં રૂ. 999 થી શરૂ થાય છે અને આંતરરાષ્ટ્રીય રૂટ પર 3,499 રુપિયા છે. આ હેઠળ 10 લાખ સીટ રાખવામાં આવી છે અને 29 મેથી 28 સપ્ટેમ્બર સુધી મુસાફરીની ટિકિટ બુક કરાવી શકાય છે.

1 હજાર રુપિયા કેશબેક પણ

આ ઉપરાંત ડિઝીબેક ડેબિટ કાર્ડથી ચુકવણી કરવા પર 10 ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. આ માટે ઓછામાં ઓછુ 4000 રુપિયા ટ્રાન્સઝેક્શન કરવું પડશે. મોબોક્વિક વોલેટથી ચુકવણી કરવા પર 1000 રુપિયાનું કેશબેક મળશે.



આ રીતે કરો બૂક

તમે www.goindigo.in પર જઇને પણ બુકિંગ કરી શકો છો.
First published:

Tags: Business, Flight Service, INDIGO, Travel, ફ્લાઇટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો