Home /News /business /Air Indiaમાં ઇન્ટરવ્યૂ આપવા પહોંચેલા કર્મચારીઓને Indigoએ આપ્યો પગાર વધારો
Air Indiaમાં ઇન્ટરવ્યૂ આપવા પહોંચેલા કર્મચારીઓને Indigoએ આપ્યો પગાર વધારો
ઇન્ડિગો એરલાઈન (પ્રતીકાત્મક ફોટો- shutterstock)
ટાટા ગ્રુપમાં (Tata Group) ગયા બાદ એર ઇન્ડિયામાં મોટા પાયે ભરતી ચાલી રહી છે. ટાટા ગ્રુપના વર્ક કલ્ચરથી પ્રભાવિત થઈને ઈન્ડિગોના કર્મચારીઓ એર ઈન્ડિયા ભરતી માટે દોડ્યા હતા. પરંતુ હવે ઈન્ડિગોએ પણ તેની ગેમ શરૂ કરી છે.
ગત શનિવારે દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો (Indigo)માં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. એરલાઇન્સના અડધાથી વધુ કર્મચારીઓ એક સાથે માંદગીની રજા (Indigo Employees Sick Leave) પર ગયા હતા. જેને લઈને ઈન્ડિગોની 900 જેટલી ફ્લાઈટ્સને અસર થઈ હતી. ઈન્ડિગોનો સ્ટાફ સિક લીવ મૂકીને રજા પર ગયો હતો. બાદમાં જાણવા મળ્યું કે સ્ટાફ સિક લીવ મૂકીને એર ઇન્ડિયાની ભરતી (Air India Recruitment)માં પહોંચ્યો હતો.
ટાટા ગ્રુપમાં (Tata Group) ગયા બાદ એર ઇન્ડિયામાં મોટા પાયે ભરતી ચાલી રહી છે. ટાટા ગ્રુપના વર્ક કલ્ચરથી પ્રભાવિત થઈને ઈન્ડિગોના કર્મચારીઓ એર ઈન્ડિયા ભરતી માટે દોડ્યા હતા. પરંતુ હવે ઈન્ડિગોએ પણ તેની ગેમ શરૂ કરી છે. એરલાઇને તેના કર્મચારીઓના પગારમાં (Indigo Salary Hike) વધારો કર્યો છે.
ઈન્ડિગોએ પોતાના પાયલટ્સના પગારમાં 8 ટકાનો વધારો કર્યો છે. એર ટ્રાફિકમાં તેજીને ધ્યાનમાં રાખીને એરલાઇને આ નિર્ણય લીધો છે. એરલાઇન્સનો આ નિર્ણય 1 ઓગસ્ટ, 2022થી લાગુ થશે.
ઈન્ડિગોએ તેના પાઇલટ્સના પગારમાં વધારો કર્યો છે. તેમજ તેમના ઓવરટાઇમ ભથ્થાઓને પુન:સ્થાપિત કર્યા છે. આ સિવાય ઈન્ડિગોએ પોતાના કર્મચારીઓને મેઈલ કરીને જાણકારી આપી હતી કે તેમના માટે વિદેશી કરન્સી કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્ડ દ્વારા ઇન્ડિગોના કર્મચારીઓને પાર્ટનર એરલાઇન્સ દ્વારા મુસાફરી કરવા પર છૂટ મળશે. એરલાઇને આ કાર્ડ તેના કર્મચારીઓ અને પ્રાદેશિક કર્મચારીઓ (ZED) માટે લોન્ચ કર્યું છે.
કોરોનાકાળમાં મૂક્યો હતો સેલરીમાં કાપ
નોંધનીય છે કે કોરોના મહામારીના સમયે ઈન્ડિગોએ મે 2020માં પોતાના પાયલટોના પગારમાં 28 ટકાનો ધરખમ ઘટાડો કર્યો હતો. આ પગાર કાપ એક મોટો મુદ્દો બની ગયો હતો. હવે એરલાઇને પાઇલટ્સના પગારમાં 8 ટકાનો વધારો કર્યો છે. આ ઉપરાંત કોવિડ પહેલા મળતા ભથ્થાઓને ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી છે.
ટાટા ગ્રુપની એર ઇન્ડિયાનું વિસ્તરણ કરવાની યોજનાથી ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. ટાટા ગ્રુપ મોટી સંખ્યામાં હાયરિંગ કરી રહ્યું છે. તો બીજી તરફ રાકેશ ઝુનઝુનવાલાની નવી એરલાઈન અકાસા એર પણ ભરતી કરી રહી છે. ગુરુવારે આકાસા એરને ડીજીસીએ પાસેથી એરલાઇન લાઇસન્સ મળી ગયું છે. હવે આ એરલાઇન તેની કામગીરી શરૂ કરી શકે છે. એરલાઇન ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓ માટે આ એક તક છે. સાથે જ અન્ય એરલાઇન કંપનીઓ પણ ડરી ગઇ છે. તેમણે એર ઇન્ડિયાને પોતાના સ્ટાફની ભરતી કરતા પહેલા એનઓસી લેવાનું કહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર