ઇન્ડિગો એરલાઈન તમામ ડોમેસ્ટિક રુટ પર આપી રહી છે સસ્તામાં ટિકિટ બુકિંગની ઓફર.
Indigo Sweet17 Offer: ઇન્ડિગોએ પોતાના 16 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરુપે ગ્રાહકોને એક ધમાકેદાર ગિફ્ટ આપી છે. ઇન્ડિગોની આ નવી ઓફર અંતર્ગત પ્રવાસીઓ ફક્ત 1616 રુપિયામાં હવાઈ મુસાફરીની ટિકિટ બુક કરી શકે છે. એરલાઇન્સની આ ઓફર આજ મધરાતથી શરું થશે અને 5 ઓગસ્ટ સુધી ચાલશે.
નવી દિલ્હીઃ ઇન્ડિગો પોતાના 16 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરુપે તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ પર સ્વીટ 16 ઓફર અંતર્ગત ધમાકેદાર ઓફર આપી રહી છે. આ દરમિયાન તમે કોઈ પણ ડોમેસ્ટિક રુટ પર ફક્ત રુ.1616માં ટિકિટ બુક કરી શકો છો. આ ઓફર આજે 3 ઓગસ્ટથી શરું થશે અને 5 ઓગસ્ટના દિવસે બંધ થશે. આ ઓફર ફક્ત 18 ઓગસ્ટ 2022થી 16 જુલાઈ 2023 વચ્ચે મુસાફરી કરવા માટે માન્ય છે.
આ ઓફર અંગે ઇન્ડિગોએ ટ્વીટ કર્યું હતું, 'અમારી સ્વીટ16 ઓફર અહીં છે, અને અમે તમારી માટે કંઈક સ્વીટ લઈ આવ્યા છીએ. અમારી તમામ ઉડાન રુ.1616* રુપિયાથી શરુ થતા ભાડા સાથે બુક કરી શકો છો, કેમ કે આ ઓફર ફક્ત 5 જુલાઈ સુધી જ છે. પ્રવાસ માટે તમે 18 ઓગસ્ટ 2022થી 16 જુલાઈ 2023 વચ્ચે કોઈપણ દિવસ પસંદ કરી શકો છો.'
શું કહ્યું ઇન્ડિગોએ
ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ (ઇન્ડિયા) પોતાની વેબસાઈટ પર લખે છે કે 3 ઓગસ્ટના દિવસે રાતના 11.59 વાગ્યાથી શરુ કરીને 5 ઓગસ્ટ 2022 સુધી આ ઓફર ચાલશે. આ દરમિયાન કોઈપણ ગ્રાહક માત્ર રુપિયા 1616થી શરુ થતા ભાડા સાથેની હવાઈ મુસાફરીની ટિકિટ બુક કરાવી શકશે. આ ઓફર ફક્ત ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર જ રહેશે.
ઇન્ડિગોની સ્વીટ16 સેલ ઓફર દરમિયાન હવાઈ મુસાફરીની તારીખ ઓછામાં ઓછી 15 દિવસ પહેલા કરવામાં આવેલા બુકિંગ માટે માન્ય છે, અને એક જ શરત છે કે પ્રવાસની તારીખ 18 ઓગસ્ટ 2022થી પહેલાની અને 16 જુલાઈ 2023થી બાદની ન હોય. આ ઓફર અંતર્ગત કેટલીક સીટો અવેલેબલ હશે તે અંગે કોઈ ખુલાસો કર્યા વગર એરલાઈને કહ્યું કે, 'આ ઓફર અંતર્ગત ફક્ત મર્યાદિત સીટો જ અવેલેબલ છે અને આ માટે ગ્રાહકોને સીટની ઉપલબ્ધતા અને ઇન્ડિગોના વિવેકાધિકાર પર છૂટ પ્રદાન કરવામાં આવી છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર