લ્યો બોલો! પાયલોટોની અછતને કારણે Indigoએ રદ કરી 130 ફ્લાઇટો

News18 Gujarati
Updated: February 15, 2019, 10:46 AM IST
લ્યો બોલો! પાયલોટોની અછતને કારણે Indigoએ રદ કરી 130 ફ્લાઇટો
પાયલોટોની અછત હોવાને કારણે એરલાઇન ઇન્ડિગોને 130 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી.

પાયલોટોની અછત હોવાને કારણે એરલાઇન ઇન્ડિગોને 130 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી.

  • Share this:
સુત્રોનાં જણાવ્યા અનુસાર, પાયલોટ અને નોટિસ ટૂ એરમેનની અછતનાં કારણે ફ્લાઇટ્સનાં ઓપરેશનમાં ખુબ મુશ્કેલીઓ પડી છે અને તેના કારણે ફ્લાઇટ્સ રદ કરવાનો વારો આવ્યો છે

મહત્વની વાત એ છે કે, ઇન્ડિગો એરલાઇન્સ જેટલી ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે તેની દસ ટકા ફ્લાઇટ્સ આ કારણોસર રદ કરવી પડી છે.

જો કે, આ એરલાઇનાં પ્રવક્તાએ જણાવ્યું કે, એરલાઇને જે ફ્લાઇટ્સ કેન્સલ કરી છે એ સિવાય અન્ય બીજી ફ્લાઇટો કેન્સલ કરી નથી.

ઇન્ડિગો એરલાઇન્સ રોજ 1300 ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે અને તેની પાસે 210 પ્લેન છે. ઇન્ડિગોએ શુક્રવારે 130 ફ્લાઇટ્સ કેન્સલ કરી. કેમ કે, તેની પાસે પાયલોટો નથી.

આ પણ વાંચો: ફ્લાઈટની ટિકિટ સસ્તી થઈ શકે છે! લેવાઈ શકે છે મોટો નિર્ણય

ગયા અઠવાડિયે દિલ્હી અને આસપાસનાં વિસ્તારોમાં બરફ વર્ષા થવાને કારણે એરલાઇને ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે.ગુરુવારે પણ ઇન્ડિગોએ 70 ફ્લાઇટ્સ રદ કરી હતી. એરલાઇનનાં સુત્રોએ જણાવ્યું કે, રોજની ઓછામાં ઓછી 30 ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડે છે. ઉનાળો આવતા સુંધીમાં તંત્ર નોર્મલ બનશે તેવી આશા છે.

આ પણ વાંચો: સસ્તી હવાઈ મુસાફરીનો ફરી અવસર, આ કંપનીઓએ નીકાળ્યો 900 રૂપિયામાં સેલ

જો કે, એરલાઇને એવું જણાવ્યું કે, હાલમાં જે ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી રહી છે તેમાં ઘણા કારણો છે જેમાં ખરાબ હવામાન પણ એક કારણ છે.
First published: February 15, 2019, 10:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading