દિવાળીના તહેવારો વચ્ચે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે અનેક કંપનીઓ પોતાની વસ્તુઓને વેચવા માટે જાતભાતના સેલ લઇને આવી રહી છે. અને ગ્રાહકોને લલચાવવા માટે અનેક ઓફરો અને સેલ આપી રહ્યા છે.
આવી સ્થિતિમાં દેશની સસ્તી એરલાઇન્સ ઇન્ડિંગોએ દિવાળી ઓફર આપી રહી છે. જેમાં ટિકિટનો ઓછામાં ઓછો ભાવ રૂ. 899 ઓફર કરવામાં આવી રહી છે.આ ટિકિટમાં તમામ ટેક્સનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઇન્ડિગોની આ ઓફર 24 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી સિમિત છે. દિવાળી સ્પેશિયલ સેલ અંતર્ગત 10 લાખ સીટો માટે ટિકિટનું વેચાણ થશે. આ ટિકિટ ઉપર 8 નવેમ્બરથી 15 એપ્રિલ 2019 સુધી હવાઇ મુસાફરી કરી શકાશે.
ગ્રાહકોને કેવી રીતે ટિકિટ બુક કરાવવી એ માટે ઇન્ડિંગોના ચીફ કમર્શિયલ ઓફિસર વિલિયમ બોલ્ટે જણાવ્યું હતું કે, "ટિકિટનું બુકિંગ એરલાઇન્સની વેબસાઇટ ઉપરથી તેમજ બીજા ટ્રાવેલ્સ પોર્ટ દ્વારા કરી શકાશે."
તેમણે વધુમાં જણાવ્યું હતં કે, " 24થી 26 ઑકટોબરની વચ્ચે અમારા બધા નેટવર્ક પર ફેસ્ટિવલ સેલની જાહેરાત કરતાં અમને આનંદ થાય છે. અમને વિશ્વાસ છે કે ગ્રાહક રૂ. 899 સુધીની સસ્તી ટિકિટ તાત્કાલિક ધોરણે મેળવશે."
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર