એપ્રિલ મહિનામાં ભારતમાં ફક્ત 50 કિલોગ્રામ સોનાની આયાત કરવામાં આવી, જાણો કેમ

News18 Gujarati
Updated: May 5, 2020, 5:34 PM IST
એપ્રિલ મહિનામાં ભારતમાં ફક્ત 50 કિલોગ્રામ સોનાની આયાત કરવામાં આવી, જાણો કેમ
તેમાં અલગ અલગ ગુણવત્તાવાળા સોનાની માત્રાની જાણ થઇ છે. અલગ વેરાઇટીના સ્વર્ણ અયસ્કોથી મળીને કુલ 250 કિલો સોના નીકળવાની સંભાવના છે.

ગત વર્ષે આ સમયગાળામાં 110.18 ટન સોનાની આયાત કરવામાં આવી હતી, સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં લગ્નની સિઝન અને અખાત્રીજ હોવાના કારણે સોનાની જોરદાર માંગ રહેતી હોય છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)નો પ્રસાર રોકવા માટે આખા દેશમાં લૉકડાઉન હોવાના કારણે વિમાનની સેવાઓ ઠપ છે અને જ્વેલરી શોપ બંધ રહેવાથી એપ્રિલમાં ભારતમાં સોનાની (Gold Import)આયાત 99.5 ટકા ઓછી થઈ ગઈ છે. આ છેલ્લા ત્રણ દશકમાં સૌથી ઓછી છે. રોયટર્સના મતે એપ્રિલ મહિનામાં ભારતમાં ફક્ત 50 કિલોગ્રામ સોનાની આયાત કરવામાં આવી છે. આ જાણકારી સરકારી સૂત્રોના હવાલાથી આપવામાં આવી છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં લગ્નની સિઝન અને અખાત્રીજ હોવાના કારણે સોનાની જોરદાર માંગ રહેતી હોય છે.

ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર છે પણ એપ્રિલ મહિનામાં 50 કિલો સોનું જ આયાત કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળામાં 110.18 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. કિંમતની વાત કરવામાં આવે તો એપ્રિલમાં ગોલ્ડની આયાત એક વર્ષ પહેલાની 3.97 બિલિયન ડોલરની સરખામણીમાં ઘટીને 2.84 મિલિયન ડોલર થઈ ગઈ છે.

આ પણ વાંચો - ભારતમાં વધી કોરોના વાયરસની ઝડપ, એક દિવસમાં 3900 કેસ, 195 લોકોનાં મોત

એપ્રિલમાં લૉકડાઉનના કારણે સોનાની આયાત નહીંવત રહી હતી. આ કારણે દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપનાર ઘણી ઇન્ડસ્ટ્રીઝ બંધ રહી હતી. ભારતમાં સોનાની મોટાભાગની આયાત હવાઇ માર્ગે કરવામાં આવે છે પણ એરલાઇન ઇન્ડસ્ટ્રી પૂરી રીતે બંધ હોવાના કારણે નુકસાન થયું છે.

દેશમાં 54 દિવસનો લૉકડાઉન ચાલી રહ્યો છે. 21 માર્ચ પછી દેશની 130 કરોડ વસ્તીમાંથી મોટાભાગના ઘરમાં બંધ છે. જ્વેલર્સની દુકાનો પણ બંધ છે. લગ્ન જેવા આયોજન ટાળવામાં આવી રહ્યા છે અથવા કોઈ મોટા આયોજન વગર સંપન્ન થઈ રહ્યા છે. આ કારણે દેશમાં સોનાની માંગમાં ઘટાડો આવ્યો છે.
First published: May 5, 2020, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading