ચીનની વિરુદ્ધ ભારતને મોટી સફળતા ! આ પ્લાનથી એકસપોર્ટમાં 31 % વધારો

ભારતને એક્સપોર્ટના મોર્ચે ચીનની વિરુદ્ધ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ભારતથી ચીનમાં થતી આયાતમાં ઘટાડો થયો છે. જ્યારે ચીનમાં ભારતનો એકસપોર્ટ 31 વધ્યું છે.

News18 Gujarati
Updated: April 13, 2019, 3:33 PM IST
ચીનની વિરુદ્ધ ભારતને મોટી સફળતા ! આ પ્લાનથી એકસપોર્ટમાં 31 % વધારો
શી જિનપિંગ, નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: April 13, 2019, 3:33 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ચીન અને ભારત એશિયાની બે મોટી આર્થિક શક્તિ છે. પરંતુ વેપારની દૃષ્ટીએ ચીનનું પલડુ ભારે છે. CNBC TV18ના મુજબ, ભારતને એક્સપોર્ટના મોર્ચે ચીનની વિરુદ્ધ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ભારતથી ચીનમાં થતી આયાતમાં ઘટાડો થયો છે. જ્યારે ચીનમાં ભારતનો એકસપોર્ટ 31 વધ્યું છે. હવે ભારતનો ચીન સાથે વેપાર ખાધ 70 હજાર કરોડથી ઘટીને 3.7 લાખ કરોડના સ્તરે આવી ગઈ છે. ભારતને આ સફળતા મળવાનું કારણ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલો ટ્રેડ વોર છે.

માર્ચ મહિનામાં સમાપ્ત થયેલા પ્રોવિઝનલ આંકડાઓ મુજબ ચીનમાં ભારતનું એક્સપોર્ટ 31 ટકા વધ્યું છે. જે 31 ટકા વધીને 1.2 લાખ કરોડ પહોંચી ગયો છે. જ્યારે ચીનથી ભારતમાં થતી આયાતમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો થતા આયાત 4.8 ટકાએ પહોંચી ગઈ છે. ભારત ચીનમાંથી ઑર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક રૉ મટિરિયલ, કૉટન યાર્નની નિકાસથી વેપારની ખાદ્ય ઓછી કરવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો  :  IMFની પાકિસ્તાન સહિત આ દેશોને ચેતવણી, કહ્યું, ચીનનું દેવું ખતરનાક

ભારત, ચીનને બાસમતી સીવાયના ચોખા જેવી કૃષિ પેદાશોની નિકાસ કરવામાં પણ સફળ રહ્યું છે. આના ઉપરાંત કૃષિ ઉત્પાદન પશુ ચારો, દુધની પેદાશો અને ઔષધીની ડિમાન્ડ પણ વધી છે.

ચીન સાથે વેપારની ખોટ ઓછી કરવાની રણનીતિ કોમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુએ ટ્વીટ કરીને આપી છે. તેમણે કહ્યું છે કે મત્રાલયના પ્રયાસો છે કે ચીની કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે વધારે આકર્ષિત થાય.

એકસપોર્ટ વધવાના કારણો
Loading...

અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ટ્રેડવોર શરૂ છે. આ સ્થિતિમાં ભારતે નવી રણનીતિ તૈયાર કરી છે. મિનિસ્ટ્રીની જાણકારીમાં આવ્યું છે કે ભારતમાં તૈયાર થતા 603 સામાનની ચીનમાં ખૂબ જ ડિમાન્ડ છે. મંત્રાલયે એવી તમામ ચીજોની યાદી તૈયાર કરવાની સૂચના આપી હતી જેની ચીનમાં માંગ છે.

આ પણ વાંચો  :  મોદી સરકારનો આ નિર્ણય ચીન સહિત 4 દેશોને પડશે ભારે, 5 વર્ષ સુધી ચૂકવશે કિંમત

અર્થવ્યવસ્થા
ચીનની અર્થવ્યવસ્થા 11.5 ટ્રિલિયન ડૉલરની છે, જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ચીન કરતાં પાંચ ગણી ઓછી 3 ટ્રિલિયન ડૉલરની છે. આ મામલાના જાણકાર પ્રૉફેસર દીપકે કહ્યું કે ચીન અને જાપાન વચ્ચે 300 બિલિયન ડૉલરનો વેપાર છે. બંને દેશોમાં કટ્ટર દુશ્મની હોવા છતાં યુદ્ધ નથી થતું જેનું કારણ વેપાર છે. વિશ્વના આર્થિક વિકાસમાં ચીનનો ફાળો 33 ટકા છે. અમેરિકા સાથે ચીનનો વાર્ષિક વેપાર 429 બિલિયન ડૉલર છે. એવામાં ભારત સાથે ચીનનો 70 બિલિયન ડૉલરનો વેપાર કોઈ ગણતરીમાં નથી. જો 11.5 ટ્રિલિયન ડૉલરથી ભારતનો નાનો હિસ્સો પણ નીકળે તો પણ ચીનને કોઈ ફરક નહીં પડે.

 

 
First published: April 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...