જ્યારે સમયસર મૂર્તિ બનાવી શકે છે તો બાકીના કામો માટે આવો ઉત્સાહ કેમ નથીઃ રાજન

ફાઇલ તસવીર

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નોટબંધી અને જીએસટીને દેશની આર્થિક વૃદ્ધિની રાહમાં આવનારી એવી બે મોટી અડચણ ગણાવી છે કે જે છેલ્લા વર્ષની વૃદ્ધિની ઝડપને પ્રભાવિત કર્યું છે.

 • Share this:
  રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નોટબંધી અને જીએસટીને દેશની આર્થિક વૃદ્ધિની રાહમાં આવનારી એવી બે મોટી અડચણ બનાવી છેકે જે છેલ્લા વર્ષની વૃદ્ધિની ઝડપને પ્રભાવિત કર્યું છે. એમણે એ વાત ઉપર ભાર આપ્યો હતો કે સાત ટકાનો અત્યારનો વૃદ્ધિદર દેશની જરૂરતો પ્રમાણે પુરતો નથી.

  તેમણે ભારતમાં નિર્ણયો લેવામાં મોડું થવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, વર્તમાનમાં કેટલાક નિર્ણયો કેન્દ્ર સરકારે જ લીધા છે જે ઠીક નથી. આ સંબંધમાં રાજને સરદાર પટેલની મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહ્યું કે મોટા પ્રોજેક્ટોમાં વડાપ્રધાન કાર્યાલયની સહમતિની જરૂરતોને રેખાંકિત કર્યા.

  તેમણે કહ્યું કે, આનું ઉદાહરણ છે કે બધા નિર્ણયો માટે વડાપ્રધાન કાર્યાલયની સહમતિ લેવી પડે છે. જ્યાં સુધી વડાપ્રધાન કાર્યાલયથી મંજૂરી નથી મળતી ત્યાં સુધી કોઇ નિર્ણય નથી લેવા ઇચ્છતા. એનો અર્થ એ થાય છે કે વડાપ્રધાન જો 18 કલાક કામ કરે છે તે તેમની પાસે આટલો જ સમય છે. જોકે, તેઓ વધારે મહેનતુ વડાપ્રધાન છે.

  રાજને બર્કલેમાં શુક્રવારે કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં કહ્યું હતું કે, નોટબંધી અને જીએસટી આ બંને મુદ્દાઓ લાગુ થયા તે પહેલા 2012થી 2016 વચ્ચે ચાર વર્ષ દરમિયાન ભારતની આર્થિક વૃદ્ધિ ખુબ જ ઝડપી રહી છે. ભારતના ભવિશ્યપર આયોજીત સેકેંડ ભટ્ટાચાર્ય વ્યાખ્યાનમાં રાજને કહ્યું કે, નોટબંધી અને જીએસટીના બે ફટકાને દેશની આર્થિક વૃદ્ધિ ઉપર ગંભીર અસર નાખી છે. દેશનો વૃદ્ધિદર એવા સમયે ઘટી રહ્યો છે જ્યારે વૈશ્વિક આર્થીક વૃદ્ધિ ગતિ પકડી રહી છે.

  નાણામંત્રી અરૂણ જેટલીએ નોટબંધીની બીજી વર્ષગાંઠ ઉપર આઠ નવેમ્બર 2016ના સરકારના નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે, આનાથી પ્રલયની ભવિષ્યવાળી કરી રહેલા લોકો ખોટા સાબિત થયા છે. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષના આંકડાઓથી જાણવા મળે છે કે, કરનો વ્યાપ વધી રહ્યો છે. સતત પાંચ વર્ષમાં ભારત સૌથી ઝડપી વૃદ્ધિ કરનારી મુખ્ય અર્થવ્યવસ્થા બની છે.

  જેટલીને નોટબંધીનો પ્રભાવ નામના પોતાના ફેસુક બ્લોગમાં કહ્યું છે કે, જ્યાં સુધી અમારી સરકાર પાંચ વર્ષ પૂરા કરશે ત્યાં સુધી દેશમાં કરદાતાઓનો વ્યાપ લગભગ બે ગણો થવાના નજીક પહોંચી જશે. રાજને કહ્યું કે 25 વર્ષ સુધી સાત ટકા આર્થીક વૃદ્ધિ દર ખુબ જ મજબૂત વૃદ્ધિ છે પરંતુ કેટલાક માપદંડોમાં આ ભારત માટે વૃદ્ધિ નવો સામાન્ય દર બની ચૂક્યો છે જે પહેલા સાડા ત્રણ ટકા થયા કરતો હતો.
  Published by:ankit patel
  First published: