Home /News /business /

Investment Advise: ભારતીય શેર બજારમાં FIIની સતત વેચવાલીથી શું તમારે ચિંતા કરવાની જરૂર છે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

Investment Advise: ભારતીય શેર બજારમાં FIIની સતત વેચવાલીથી શું તમારે ચિંતા કરવાની જરૂર છે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

સેન્સેક્સમાં કડાકો

Indian stock market: આ નાણાકીય વર્ષની શરૂઆતથી જ FII તરફથી સતત વેચાણ જોવા મળી રહ્યું છે. 15 માર્ચ 2022 સુધી Foreign Institutional Investors (FII) એ ભારતીય શેરબજારમાં રૂ.1.4 લાખ કરોડનું વેચાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન DII એ ભારતીય શેરબજારમાં રૂ.2.1 લાખ કરોડની ખરીદી કરી છે.

વધુ જુઓ ...
મુંબઈ: ઘણી વખત સંસ્થાગત રોકાણકારો બજારના રિટેઈલ રોકાણકારો માટે મુશ્કેલી બની જાય છે. છેલ્લા કેટલાક મહિનાથી ભારતીય બજાર (Indian Stock Market)માં FII (Foreign Institutional investors) સતત વેચવાલી પર જોર આપી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સંસ્થાગત રોકાણકારોની ખરીદીના કારણે બજારમાં સંતુલન જળવાઈ રહ્યું છે. સંસ્થાગત રોકાણકારો દ્વારા કરવામાં આવતી ખરીદ અને વેચાણને સચેત રોકાણકારોનું ત્વરિત એક્શન માનવામાં આવે છે. ત્યારે રિટેઈલ રોકાણકારોએ શું કરવું જોઈએ તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર બાબત અંગે અહીંયા વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી છે.

સંસ્થાગત રોકાણકારોએ કરેલું ખરીદ-વેચાણ


આ નાણાકીય વર્ષની શરૂઆતથી જ FII તરફથી સતત વેચાણ જોવા મળી રહ્યું છે. 15 માર્ચ 2022 સુધી Foreign Institutional Investors (FII) એ ભારતીય શેરબજારમાં રૂ.1.4 લાખ કરોડનું વેચાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન DII એ ભારતીય શેરબજારમાં રૂ.2.1 લાખ કરોડની ખરીદી કરી છે. ભવિષ્યમાં તેજી જોવા મળશે તેવી આશાએ DII ઘરેલૂ રોકાણકારના પૈસા ભારતીય ઈક્વિટીમાં રોકાણ કરી રહ્યા છે. અલબત્ત વૈશ્વિક સ્તર પર વાત કરવામાં આવે તો આ પરિસ્થિતિ એટલી સારી નથી. મોંધવારી વધવાને કારણે સમગ્ર દુનિયામાં વ્યાજદરમાં સતત વધારો થઈ રહ્યો છે.

નિષ્ણાતોનો અભિપ્રાય


BofA Securities દ્વારા કરવામાં આવેલા અને 15 માર્ચના રોજ પ્રકાશિત થયેલા ગ્લોબલ ફંડ મેનેજર સર્વે અનુસાર ફંડ મેનેજર દ્વારા સંતુલિત રાખવામાં આવેલા રોકડ સ્તર એપ્રિલ 2020થી હાઈ લેવલ પર છે. ગ્રોથ સાથે જોડાયેલ અપેક્ષા વર્ષ 2008 કરતા નિમ્ન સ્તર પર છે.

હાલના સમયમાં બજારમાં ખૂબ જ ઉથલપાથલ જોવા મળી રહી છે. વ્યાજદરમાં અને કોમોડિટીની કિંમતમાં સતત વધારો થવાને કારણે શેરબજારમાં ઉથલપાથલ થઈ રહી છે. શેરબજારમાં લગભગ દરરોજ કોઈક સમસ્યા સર્જાવાને કારણે તેની સ્ટોક પર અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં શેરબજારમાં સંસ્થાગત રોકાણકારોના કરેલા ખરીદ વેચાણના આધાર પર રિટેઈલ રોકાણકારોએ નિર્ણય ના લેવો જોઈએ.

સંસ્થાગત રોકાણકાર એસેટ ક્લાસની સરખામણી વિશ્લેષણના આધાર પર નિર્ણય કરે છે. સંસ્થાગત રોકાણકારને બજાર અને તમામ એસેટ ક્લાસ સાથે જોડાયેલી જાણકારી મળી રહે છે. જ્યારે રિટેઈલ રોકાણકારોએ ઉપલબ્ધ જાણકારીના આધાર પર નિર્ણય કરવો જોઈએ.

Money Honey Financial Services ના અનૂપ ભઈયા (Anup Bhaiya) એ કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, સ્ટોક સૂચકાંકનું વેલ્યૂએશન સારુ જોવા મળી રહ્યું છે. ઈક્વિટી માર્કેટ (Equity Market) માં અનેક એવા પોકેટ છે જેની હાલના સમયમાં સારી કિંમત મળી રહી છે. રોકાણકારોએ ધ્યાન રાખવું જોઈએ કે, બજાર વોલેટાઈલ ફેઝમાં હોય તો જ તેમને સારુ રિટર્ન મળે છે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યુ કે, યોગ્ય ડાયવર્સિફાઈડ ઈક્વિટી ફંડમાં હપ્તા મુજબ રોકાણ કરવામાં આવે તો 3 થી 5 વર્ષમાં સારું રિટર્ન મળે છે.

Sukhanidhi Investment Advisors નાVinayak Savanurએ કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સંસ્થાગત રોકાણકાર મની ફ્લોના આધાર પર ખરીદ વેચાણનો નિર્ણય કરે છે. સંસ્થાગત રોકાણકારનો નિર્ણય તમારી પરિસ્થિતિ સાથે અનુકૂળ હોય તેવું જરૂરી નથી. સંસ્થાગત રોકાણકાર અનેક કારણોને ધ્યાનમાં રાખીને શેરનું ખરીદ વેચાણ કરે છે. આ કારણોમાં વર્ષના અંતે થતો નફો, પ્રોડક્ટ અને સ્ટ્રેટેજીની મેચ્યોરિટી, અલગ અલગ જિયોગ્રાફીમાં થતા ફેરફાર અને રિલેટીવ રિસ્ક પરસેપ્શન જેવા અનેક કારણો શામેલ છે. અનેક વાર કોઈ સ્ટોકની ક્વોલિટી અને વેલ્યુએશન (Stock Valuation) સાથે કોઈ સંબંધ હોતો નથી. આ પરિસ્થિતિમાં રિટેઈલ રોકાણકારોએ સંસ્થાગત રોકાણકારોના એક્શનના આઘાર નિર્ણય ના લેવો જોઈએ.

આ પણ વાંચો: 28મી માર્ચે ખુલશે ઉમા એક્સપોર્ટ્સનો આઈપીઓ, જાણો તમામ વિગત

જરૂર પડે તો નિષ્ણાતની મદદ લો


નિષ્ણાતો જણાવે છે કે, રિટેઈલ રોકાણકારોએ સંસ્થાગત રોકાણકારોના આધાર પર નિર્ણય ન લેવો જોઈએ. રિટેઈલ રોકાણકારોએ પોતાની પ્રાથમિકતા, ક્ષમતાઓ અને વિશ્લેષણના આધાર પર નિર્ણય લેવો જોઈએ ઉપરાંત જરૂર જણાય તો કોઈ નિષ્ણાતની મદદ લેવી જોઈએ.

મુંબઈ સ્થિત મ્ય્ચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર અભય માથુરે (Abhay Mathur) કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, રિટેઈલ રોકાણકારોએ પોતાનું લક્ષ્ય નક્કી કરી લેવું જોઈએ. લાંબાગાળાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઈક્વિટીમાં રોકાણ કરવું જોઈએ. જો રિટેઈલ રોકાણકારો (Systematic Investment Plan, SIP) ના માઘ્યમથી મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) માં રોકાણ કરવામાં આવે તો તેમનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ જાય છે. બાકી રહેલ કામ શેરબજારની પરિસ્થિતિ પર ધ્યાન રાખીને કરી શકાય છે.

આ પણ વાંચો: આ 10 ટીપ્સથી તમારા બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને બનાવો સુરક્ષિત

નિષ્ણાતોએ સલાહ આપી છે કે, વોલેટાઈલ બજારમાં ડાયવર્સિફાઈડ ઈક્વિટી ફંડમાં લાંબા ગાળાના નાણાકીય ગોલ માટે રોકાણ કરીને ખૂબ જ ઓછા સમયમાં લક્ષ્ય પૂર્ણ કરી શકાય છે.
First published:

Tags: FII, Investment, Share market, Stock market

આગામી સમાચાર