Stock Market down: પ્લાન રૂપી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસના ફાઉન્ડર અમોલ જોશી જણાવે છે કે, જો તમે તમારા નાણાકીય ઉદેશ્યથી નજીક છો તો તમારા નફામાંથી પૈસા ખેંચવા માટે આ શ્રેષ્ઠ સમય છે અને ઉથલપાથલ ઓછી હોય તેવી જગ્યાએ રોકાણ કરો.
મુંબઈ: શેરબજારો (Stock Market) હાલ તીવ્ર અસ્થિરતા (volatility)ના સમયગાળામાંથી પસાર થઇ રહ્યા છે. અન્ય બજારોને ભારે અસર કરતા યુએસ શેરબજારો (US Stock Market)એ યુએસ ફેડના વ્યાજદરમાં વધારો (US Fed hiking interest rates) થવાની શક્યતાની ચિંતાને પગલે છેલ્લા એક મહિનામાં 9 ટકાથી વધુનો સુધારો કર્યો છે. 25 જાન્યુઆરી, 2022ના રોજ અમેરિકી શેરબજારનો માર્કેટ એસએન્ડપી (S&P) 500 1.2 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સ્થાનિક બજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ S&P બીએસઇ સેન્સેક્સે એક સપ્તાહમાં લગભગ છ ટકા જેટલો સુધારો કર્યો છે. એસએન્ડપી (S&P) BSE મિડકેપ અને S&P બીએસઈ સ્મોલકેપમાં લગભગ આઠ-આઠ ટકાનો સુધારો થયો છે.
રશિયા-યુક્રેન વચ્ચે તણાવ
કોવિડ-19ના નવા વેરીએન્ટ ઓમીક્રોનના વધતા કેસો અને રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા ભૌગોલિક તણાવને બજાર માટે નકારાત્મક પરીબળો ગણાવાઇ રહ્યા છે. સ્થાનિક મોરચે, આગામી 1 ફેબ્રુઆરી, 2022 ના રોજનું કેન્દ્રીય બજેટ પણ શેર બજારની હિલચાલને પ્રભાવિત કરી શકે છે. હાલની માર્કેટની ઉથલપાથલ ભરેલી સ્થિતિમાં રોકાણકારો શું કરી શકે તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
નફો ખેંચી લો
પ્લાન રૂપી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસના ફાઉન્ડર અમોલ જોશી જણાવે છે કે, જો તમે તમારા નાણાકીય ઉદેશ્યથી નજીક છો તો તમારા નફામાંથી પૈસા ખેંચવા માટે આ શ્રેષ્ઠ સમય છે અને ઉથલપાથલ ઓછી હોય તેવી જગ્યાએ રોકાણ કરો. તમે ફંડને બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ, લિક્વિડ ફંડ અથવા ઓવરનાઇટ ફંડમાં ખસેડી શકો છો. જોકે, તેમાં વળતર ઓછું છે, પરંતુ અસ્થિરતા પણ ઓછી રહે છે. જે રોકાણકારો તેના નાણાકિય ઉદ્દેશથી દૂર છે તેમણે રોકાણને બજારમાં યથાવત રાખવું જોઇએ.
શું વધારે ખરીદી કરવી જોઇએ?
તમારા રોકાણોને ટોચ પર મૂકવાનો આ સારો સમય પણ હોઈ શકે છે કારણ કે શેરના ભાવમાં સુધારો થયો છે. સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન્સ (એસટીપી) અથવા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઇપી) દ્વારા રોકાણ કરનારાઓ પણ શેરના નીચા ભાવોનો લાભ લેવા માટે વર્તમાન સ્તરે લમ્પ-સમ મોડ દ્વારા વધારાનું રોકાણ કરી શકે છે.
ફાઇનાન્સિયલ પ્લાનર કલ્પેશ અશર કહે છે કે, “ગભરાવાની જરૂર નથી. છેલ્લા બે વર્ષમાં જોવા મળેલી જોરદાર તેજીની સરખામણીમાં આ મોટો સુધારો નથી. કોર્પોરેટ અર્નિંગ્સમાં સુધારો જોવા મળી રહ્યો છે અને તે બજારો માટે સારો સંકેત છે.”
નવી લિસ્ટેડ અનેક કંપનીઓના શેરમાં પણ સુધારો થયો છે. નાયકાના શેરનો ભાવ તેની ટોચની સપાટીથી 21 ટકા નીચે છે. જોકે, આ શેર હજુ પણ તેના ઈશ્યૂ પ્રાઈઝથી 48 ટકા વધારે છે. ઝોમેટોનો આઈપીઓમાં પણ રિટેલ રોકાણકારોની ભારે ભાગીદારી હતી. શેર તેની ઊંચાઈથી 41 ટકા નીચે છે. જોકે, હજુ પણ ઇશ્યૂ પ્રાઇઝ કરતા 31 ટકા વધારે છે. જે કંપનીઓના બિઝનેસ ફંડામેન્ટલ્સ બદલાયા નથી, તેમના વધુ શેર લઈ રોકાણકારો બજારના કરેક્શનનો લાભ લઈ શકે છે.
HDFC સિક્યોરીટીઝમાં રિસર્ચ હેડ દિપક જસાણી જણાવે છે કે, કોઈપણ આઈપીઓ પર વધારે નુકસાન ન થાય તે માટે રોકાણકારોએ માનસિક સ્ટોપલોસ રાખવો જોઈએ. જેમના બિઝનેસ મોડેલોને સમજવું સરળ ન હોય તેવી કંપનીના આઈપીઓથી રોકાણકારોએ બચવું જોઈએ.
છેલ્લા કેટલાક સપ્તાહમાં પેટીએમના શેરમાં વધુ 17 ટકાનો સુધારો થયો છે. આ શેર ઇશ્યૂ પ્રાઇસ પર 57 ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઇ રહ્યો છે, એટલે કે જો કોઇ રોકાણકારે આઇપીઓમાં મિનિમમ 12,900 રૂપિયાની એપ્લિકેશન કરી છે તો તેને 7,353 રૂપિયાનું નુકસાન થઇ ચૂક્યું છે. બ્રોકરેજ હાઉસિસે કંપનીના બિઝનેસ મોડલને નફાકારક બનાવવાના પ્રયાસો પર ચિંતા વ્યક્ત કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર