Home /News /business /

Stock Tips: આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!

Stock Tips: આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!

શેર બજાર ટીપ્સ

Sidha Sauda (19 જુલાઈ, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.

વધુ જુઓ ...
  મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

  અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

  1) TUBE INVESTMENTS OF INDIA <GREEN> : ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની IPL TECH માં 65.2% ભાગીદારી ખરીદી. સબ્સિડિયરી મારફતે IPL TECH કંપનીને 246 કરોડ રૂપિયામાં ખરીદશે. ઉલ્લેખનીય છે કે IPL TECH તરફથી દેશમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક લોંચ કરવામાં આવ્યો હતો.

  2) GREAVES COTTON <GREEN> : Ather નેક્સ્ટ જનરેશન 450X ઇલેક્ટ્રિક સ્કૂટર લોંચ કરશે.

  3) NELCO <GREEN> : Q1 દરમિયાન આવક 48% વધીને 82 કરોડ રૂપિયા રહતી. નફો 8% વધીને પાંચ કરોડ રૂપિયા રહ્યો.

  4) NUCLEUS SOFTWARE EXPORTS <GREEN> : વિયેતનામમાં PVcomBank સાથે કંપનીએ કરાર કર્યો છે.

  5) HINDALCO <GREEN> : ઇઝરાયેલની Phinergy સાથે કંપનીએ કરાર કર્યો છે.

  6) VEDANTA <GREEN> : બીજા વચગાળાના ડિવિડન્ડ પર બોર્ડની બેઠક આજે, શેરમાં તેજીની સંભાવના.

  7) SURYA ROSHNI <GREEN> : કંપનીને ભારત ગેસ રિસોર્સિસ પાસેથી 91 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. કોટેડ પાઇટ સપ્લાઈ કરવાનો ઓર્ડર મળ્યો છે.

  8) OMAXE <GREEN> : દિલ્હી-NCRના મૉલમાં આવનારા લોકોની સંખ્યા 14-20 લાખ/ મહીનો થઈ. કંપનીના મૉલમાં દર મહિને 40 લાખ લોકો આવે તેવી આશા છે. જ્યારે દિલ્હી-NCRના મૉલમાં લોકોની સંખ્યા વધી છે.

  9) EASY TRIP PLANNERS <GREEN> : દેશ-વિદેશમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધી છે.

  10) MANGALORE CHEMICALS & FERTILIZERS <RED> : કંપનીએ ફૉસ્ફેટિક ફર્ટિલાઇઝર પ્લાન્ટ બંધ કર્યો. કાચો માલ નહીં મળતા પ્લાન્ટ બંધ કર્યો છે.

  આ પણ વાંચો:  દરરોજ રૂ. 238ની બચત કરીને પાકતી મુદતે મેળવો રૂ. 54 લાખ

  અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

  1) ONGC (Green) : ક્રૂડ ઓઇલનો ભાવ 106 ડૉલરને પાર, શેરમાં તેજીની આશા.

  2) OIL INDIA (Green) : ક્રૂડ ઓઇલનો ભાવ 106 ડૉલરને પાર, શેરમાં તેજીની આશા.

  3) HOEC (Green) : ક્રૂડ ઓઇલનો ભાવ 106 ડૉલરને પાર, શેરમાં તેજીની આશા.

  4) JSW STEEL (Green) : $100 ને પાર થયો આયરન ઓરનો ભાવ, આઠ મહિનાની નીચલી સપાટીને સ્પર્શ કર્યાં બાદ આયરન ઓરમાં તેજીની આશા.

  આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારે પ્રોફિટ બુકિંગ કરવું? ક્યારે ફરીથી રોકાણ કરવું?

  5) RAMA STEEL TUBE (Green) : $100 ને પાર થયો આયરન ઓરનો ભાવ, આઠ મહિનાની નીચલી સપાટીને સ્પર્શ કર્યાં બાદ આયરન ઓરમાં તેજીની આશા.

  6) TATA STEEL (Green) : $100 ને પાર થયો આયરન ઓરનો ભાવ, આઠ મહિનાની નીચલી સપાટીને સ્પર્શ કર્યાં બાદ આયરન ઓરમાં તેજીની આશા.

  7) MASTEK (Green) : કંપનીએ Metasoftech Solutions કંપનીમાં100% ભાગીદારી ખરીદી.

  આ પણ વાંચો: જૂન ક્વાર્ટર પરિણામ બાદ એચડીએફસી બેંકના શેરની ખરીદી કરવી કે નહીં? 

  8) RADICO KHAITAN (Green): ગ્રેનની કિંમતમાં ઘટાડો થયો છે.

  9) UNITED SPIRITS (Green) : ગ્રેનની કિંમતમાં ઘટાડો થયો છે.

  10) BLS INTL (Green) : Nomura Singapore કંપનીએ 214/શેરના ભાવથી 12.50 લાખ શેર ખરીદ્યા.

  (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલા મંતવ્યો અને અભિપ્રાય જે તે નિષ્ણાતના પોતાના વ્યક્તિગત છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી રોકાણ માટે કોઈ સલાહ આપવામાં આવતી નથી.)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन