Home /News /business /

Stock Tips: આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!

Stock Tips: આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!

શેર બજાર વળતર (તસવીર, Shutterstock)

Sidha Sauda (26 જુલાઈ, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.

વધુ જુઓ ...
    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) BAJAJ FINSERV <GREEN> : સ્ટૉક સ્પ્લિટ અને બોનસ શેર જાહેર કરવાને લઈને બોર્ડની બેઠક 28મી જુલાઈના રોજ મળશે.

    2) BAJAJ FINANCE <GREEN> : સ્ટૉક સ્પ્લિટ, બોનસ પર BAJAJ FINSERV બોર્ડની બેઠક મળશે.

    3) TANLA PLATFORMS <RED> : Q1 દરમિયાન નફો ઘટીને 100 કરોડ રૂપિયા રહ્યો, આવક ઘટીને 800 કરોડ રૂપિયા રહી.

    4) TEJAS NETWORKS <RED> : Q1 દરમિયાન આવક 38% ઘટીને 126 કરોડ રૂપિયા રહી, કંપનીને છ કરોડનું નુકસાન થયું.

    5) TATVA CHINTAN PHARMA <RED> : Q1 દરમિયાન નફો 58% ઘટીને 10 કરોડ રૂપિયા, આવક 17% ઘટીને 88 કરોડ રૂપિયા રહી.

    6) ASTEC LIFE <RED> : Q1 દરમિયાન નફો 12% ઘટીને 11 કરોડ રૂપિયા થયો, માર્જિન 19% થી ઘટીને 14% થયું.

    7) CRAFTSMAN AUTOMATION <GREEN> : Q1 દરમિયાન આવક 56% વધીને 677 કરોડ રૂપિયા થઈ, નફો વધીને 56.64 કરોડ રૂપિયા થયો.

    8) SONATA SOFTWARE <GREEN> : Q1 દરમિયાન નફો 7% વધીને 108 કરોડ રૂપિયા થયો, આવક 21% વધીને 1779 કરોડ રૂપિયા થયો.

    9) CHENNAI PETRO <GREEN> : Q1 દરમિયાન નફો વધીને 2359 કરોડ, આવક વધીને 23163 કરોડ રૂપિયા થઈ.

    10) SHANTHI GEARS <GREEN> : Q1 દરમિયાન નફો 57% વધીને 13 કરોડ, આવક 48% વધીને 99 કરોડ રૂપિયા થઈ.

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) TATA STEEL (Green): Q1 પરિણામ અપેક્ષા કરતા સારું, નફો 7714 કરોડ રૂપિયા રહ્યો, Q1 દરમિયાન માર્જિન 20.4% થી વધીને 23.6% થયું.

    2) JINDAL STAINLESS (GREEN) : Q1 દરમિયાન નફો 8% વધીને 329 કરોડ રૂપિયા, આવક 36% વધીને 5474 કરોડ રૂપિયા થઈ.

    3) JSPL (GREEN) : Jindal Stainless ના સારા પરિણામને કારણએ શેરમાં તેજીની શક્યતા.

    4) IEX (RED) : Q1 દરમિયાન અપેક્ષા કરતા સારું પરિણામ, નફો 69 કરોડ રૂપિયા, આવક 98 કરોડ રૂપિયા રહી.

    5) MACROTECH DEVELOPERS (RED) : Q1 દરમિયાન પરિણામ અપેક્ષા કરતા સારું, માર્જિન 21% થી ઘટીને 17% થયું.

    આ પણ વાંચો: અહીં સસ્તા ભાવે મળશે ઘરે, અહીં જાણો તમામ વિગત

    6) LUPIN (GREEN) : Azilsartan Medoxomil ટેબલેટ માટે USFDA તરફથી મંજૂરી મળી.

    7) GSK PHARMA (Green) : Q1 દરમિયાન આવક 4% વધીને 745 કરોડ રૂપિયા, માર્જિન 18% થી વધીને 20% થયું.

    8) JINDAL DRILLING (Green) : Q1 દરમિયાન આવક વધીને 133 કરોડ રૂપિયા, નફો વધીને 44 કરોડ રૂપિયા થયો.

    આ પણ વાંચો: LICની આ બચત યોજના હેઠળ મેચ્યોરિટી સમયે મળશે રૂ. 22 લાખ, જાણો કેવી રીતે?

    9) ADVANI HOTELS (Green) : Q1 દરમિયાન 5 કરોડ રૂપિયાના નુકસાન સામે નવ કરોડ રૂપિયાનો નફો થયો.

    10) ITC (GREEN) : આજે શેરમાં તેજીની સંભાવના છે.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે નિષ્ણાતનો વ્યક્તિગત છે. શેર બજારમાં રોકાણ જોખમોનો આધિન છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Stock market, Stock tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन