Home /News /business /

Stock Tips: ICICI BANK, TATA MOTORS સહિત આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!

Stock Tips: ICICI BANK, TATA MOTORS સહિત આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!

ભારતીય શેર બજાર (Shutterstock તસવીર)

Sidha Sauda (25 જુલાઈ, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.

વધુ જુઓ ...
    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    01) ICICI BANK <GREEN> : Q1 નફો 50% વધીને 6,905 કરોડ રૂપિયા, NII 21% વધીને 13,210 કરોડ રૂપિયા થઈ.

    02) TATA MOTORS <GREEN> : દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પાસેથી 1500 EV બસનો ઓર્ડર મળ્યો.

    03) BEL <GREEN> : રક્ષા મંત્રાલય પાસેથી કંપનીને 250 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો, એન્ટી-સબમરીન વૉરફેર સિસ્ટમ્સ માટે ઓર્ડર મળ્યો.

    04) NAVIN FLUORINE <GREEN> : Q1 નફો 33% વધીને 75 કરોડ રૂપિયા, માર્જિન 24% થી વધીને 25% થયો.

    05) D-LINK INDIA <GREEN> : Q1 દરમિયાન આવક 81% વધીને 297 કરોડ રૂપિયા, નફો 90% વધીને 16 કરોડ રૂપિયા થયો.

    06) SESHASAYEE PAPER <GREEN> : Q1 દરમિયાન આવક 96% વધીને 436 કરોડ રૂપિયા થઈ, નફો 204% વધીને 60 કરોડ રૂપિયા થયો.

    07) GRANULES INDIA <RED> : કંપનીના Chantilly પ્લાન્ટમાં USFDA ને છ સમસ્યા મળી.

    08) JSW STEEL <RED> : Q1 દરમિયાન નફો 86% ઘટીને 838 કરોડ રૂપિયા, માર્જિન 35.5% થી ઘટીને 11.3% થયો.

    09) VEDANTA <GREEN> : ડિવિડન્ડની એક્સ તારીખ 26 જુલાઈ, શેરમાં તેજીની આશા.

    10) SONATA SOFTWARE <GREEN> : બોનસ શેર જાહેર કરવા પર બોર્ડની બેઠક મળશે.

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    01) INFOSYS (Green) : Q1 પરિણામ જાહેર, નફો 5360 કરોડ રૂપિયા, આવક 34,470 કરોડ રૂપિયા.

    02) KOTAK BANK (Green) : Q1 દરમિયાન નફો 26% વધીને 2071 કરોડ રૂપિયા, NII 19% વધીને 4697 કરોડ રૂપિયા થઈ.

    03) YES BANK (Red) : Q1 દરમિયાન નબળું પરિણામ, નફો 311 કરોડ રૂપિયા, આવક 1850 કરોડ રૂપિયા થઈ.

    04) KARNATAKA BANK (Green) : Q1 દરમિયાન નફો 8% વધીને 114 કરોડ રૂપિયા, NII 20% વધીને 688 કરોડ રૂપિયા થઈ.

    05) BANDHAN BANK (Red) : Q1 દરમિયાન NII 1% ઘટીને 2514 કરોડ રૂપિયા, NIM 8.7% થી ઘટીને 8% થઈ.

    06) FINOLEX IND (Red) : Q1 દરમિયાન નફો 32% ઘટીને 100 કરોડ રૂપિયા, EBITDA 45% ઘટીને 105 કરોડ રૂપિયા થયો.

    07) GAIL (Green) : બોનસ જાહેર કરવા અંગે 27મી જુલાઈના રોજ બોર્ડની બેઠક મળશે.

    08) SPORTKING (Red) : Q1 દરમિયાન અપેક્ષા કરતા નબળું પરિણામ, માર્જિન 27.7%થી ઘટીને 22.1% થયો.

    09) TATA STEEL (Red) : Q1 પરિણામ પહેલા આજે શેરની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે.

    10) ADITYA BIRLA FASHION (Green) : રૂની કિંમત ઘટતા વેચાણ વધવાની આશા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन